SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુચિંતનનું નિરૂપણ છે. દર્શન સાહિત્યમાં સાવિત્રી અને નચિકેતા આ બે પાત્રો દ્વારા મૃત્યુ અંગેની વિશિષ્ટ અને તાત્ત્વિક સમીક્ષા થઈ છે. કઠોપનિષદ મૃત્યુની કલાને ઉપનિષદ છે, તે મૃત્યુનું સત્ય છે તે સમજાવે છે. મૃત્યુના રહસ્યને ઉદ્ઘાટિત કરે છે. કઠોપનિષદ એ યમ અને નચિકેતા વચ્ચેનો સંવાદ છે. મૃત્યુ જ હંમેશાં આપણે ઘેર આવે છે. માનવીનો દેહ એ એના આત્માનું-જીવનું ઘર જ છે, રહેઠાણ છે. મૃત્યુને આપણે આવકારતા નથી તેથી મૃત્યુ ભયપ્રદ, પીડામય, દુઃખદ બની રહે છે. જ્યારે અહીં તો નચિકેતા સામે ચાલીને મૃત્યુને ઘેર જાય છે ને યમરાજા ઘેર નથી. એટલે કે મૃત્યુને સામે ચાલીને મળવા જાવ તો તે મળતું નથી. એટલે એક અપેક્ષાએ મૃત્યુ છે જ નહીં. જો તે મૃત્યુને સ્વીકારી લે તો તે તેની પાર પહોંચે છે અને અમૃતને પામે છે. માત્ર બૌદ્ધિક રીતે વિચારનારને એમ પ્રશ્ન થાય કે નચિકેતા સદેહે યમ પાસે કઈ રીતે ગયો ? ઉપનિષદનો હેતુ એલી બૌદ્ધિક ચર્ચાનો છે જ નહીં. આ તો માત્ર એક ઉપનય કથા છે. હેતુ તો નચિકેતા અને યમ દ્વારા થતી ચર્ચામાં છૂટ થતા મૃત્યુના રહસ્યનો છે. મૃત્યુનું સત્ય સમજવાનો તાત્વિક અભિગમ માત્ર છે. ચમ નચિકેતાને મૃત્યુ પછીની ગતિ માટે શ્રેય અને પ્રેમની વાત સમજાવતા કહે છે, “શ્રેય એટલે કલ્યાણખારી અને પ્રેમ એટલે પ્રસનનકારી, પ્રસન્નતામાં ભૌતિક સુખ અભિપ્રેત છે અને કલ્યાણકારી સુખ જ આત્મા સાથે જોડાયેલ છે. તૃષ્ણાનો ત્યાગ કરવાથી જે ફળા મળે છે તે કલ્યાણકારી છે.' શરીર એ રથ છે અને એ રથ ચલાવવાવાળો રથી આત્મા છે.” આત્મા જ્યારે શરીર છોડીને ચાલ્યો જાય છે ત્યારે એકલો બચેલો રથ એટલે શરીર કે જે આત્મવિહીન એટલે કે રથીવિહીન છે એ કારણે જ આત્મા વિનાના નિક્ષેતન શરીરને-મૃતદેહને અરથી કહેવામાં આવે છે. -જીવનસંધ્યાએ અરુણોધ્ય (૧૦૩ ભારતીય પર્દર્શન વિચારધારામાં, આત્માની અમરતા અને પૂર્વજન્મની તેમ જ કર્મબંધની વાત શીખવવા પાછળ એક રહસ્ય એ હતું કે લોકો સમજે કે જે દુન્યવી સુખ-સગવડ પાછળ આપણે દોટ મૂકીએ છીએ તે વ્યર્થ છે. મૃત્યુ સમયે સાથે કાંઈ આવવાનું નથી. માત્ર આત્માના ગુણો જ આત્મા સાથે રહેશે. અવૈદિક ચાર્વાકદર્શનના મતે “આત્મા જેવું કોઈ ચૈતન્યરૂપ તત્ત્વ છે જ નહિ. આપણું ભૌતિક સ્થૂળ શરીર જ સાચું છે, માટે આ જન્મે આ શરીર છે તેને મળે તેટલા ભૌતિક સુખ ભોગવવા દેવા. મૃત્યુ પછી કશું જ નથી.” આ મતને કારણે કર્મ, પુનર્જન્મ, ધર્મ વગેરેને અહીં સ્થાન નથી. ચાર્વાકદર્શન દેહાત્મવાદી, ભૌતિકવાદી દર્શન હોવાને કારણે અહીં દાર્શનિક મૃત્યુ કે આત્મચિંતનનો નકારાત્મક અભિગમ જણાય છે. ભારતીય દર્શનોના કેટલાંક અનધિકૃતોએ પુનર્જન્મનું વિકૃત અર્થઘટન કરીને કહ્યું કે, “લાખો જન્મો મળવાના છે પછી ધર્મ કરવાની, આત્માને પામવાની શી ઉતાવળ છે ? આ જન્મમાં ભોગ ભોગવી લેવા દો. આવતા જન્મે નિરાંતે આત્મસિદ્ધિ થશે !” પશ્ચિમના સંતો મોઝેઝ, ક્રાઈષ્ટ, મહમદ વગેરે કહ્યું કે, જે કાંઈ બંદગી, પ્રેયર, પૂજા-પ્રાર્થના કરવાના હોય તે કરી લો, બીજો જન્મ છે જ નહીં. સત્કાર્ય માટે આ જ જન્મ છે. મૃત્યુ આવે તે પહેલાં ક્ષણેક્ષણની કિંમત છે અને અનધિકૃતજનોએ વિચાર્યું કે હૈં! આ એક જ જન્મે છે તો પછી ભોગવાય એટલું ભોગવી લો. ઈશ્વર તો કલ્પનાની વાત છે, જીવન તો હકીકત છે, તો જીવનમાં મળે તે સુખો ભોગવી લેવાં. ઓશો-રજનીશ કહે છે કે, “મૃત્યુ જીવનનું સર્વથી ઊંચું શાસ્ત્ર છે. એ શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના મુક્તિ નથી.” મૃત્યુનો સ્વાધ્યાય જ જીવનનો ખરો સ્વાધ્યાય છે, માટે જ જ્ઞાનીઓએ મૃત્યુના સ્મરણને સમાધિમરણનું ચિંતન કહ્યું છે. -જીવનસંધ્યાએ અરુણોદય,
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy