SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રાએ જઈ શકે. મુક્તિ એટલે અમરત્વ. મુક્તિ પ્રાપ્તિની પ્રક્રિયા ધર્મ દ્વારા જ થઈ શકે. કર્મોનું બંધન આત્માને જ છે. સંબંધો કે સંપત્તિ દુઃખનું કારણ ત્યારે જ બને કે જ્યારે તેમાં આસક્તિ હોય. આ આસક્તિને કારણે જ તેનો વિરહ આપણામાં વેદનારૂપે પરિણમે. જેટલી તેમાં નિર્લેપી દશા તેટલું દુઃખ ઓછું. આ આસક્તિ અને કર્મોથી લેપાયેલા આત્માને મુકત કરવાનો છે. નોકષાય કષાય ભાવો જ મૃત્યુ છે. અન્યનું મૃત્યુ જોઈને આપણે માની લઈએ છીએ કે એક દિવસ આપણું પણ મૃત્યુ ચોક્કસ થવાનું છે. આમ મરણને આપણે આપણો સ્વભાવ માની લઈએ છીએ, પરંતુ હકીકતમાં જોઈએ તો મરવાનો સ્વભાવ તો આત્માને વળગેલા શરીરનો છે. ધર્મ એ સમજાવે છે કે શરીર અને આત્મા ભિન છે. દેહ આપણો પોતાનો કઈ રીતે હોઈ શકે ? માટે અહીં મૃત્યુના અનુસંધાનને તોડવાની વાત કરી છે. મૃત્યુની ઝંખના હોય તો આત્માના અમરત્વના સ્વભાવ સાથે જીવવું પશે. આપણે જે જગત જોઈએ છીએ તે જગતમાં મૃત્યુ એટલે શરીરથી આત્માનું અલગ થવું. દેહમાંથી જીવનું ચાલ્યા જવું એટલે મૃત્યુ. દાર્શનિક દૃષ્ટા મૃત્યુને ભિન્ન રીતે ઓળખાવે છે. ઘડીકમાં રાજી અને ઘડીકમાં નારાજી. આજે આશા કાલે નિરાશા, કોઈ પળે શુભ ભાવ તો કેટલીક ક્ષણો કષાય ભાવો, વિચારોના ચઢાવ-ઉતાર, મનની ચંચળતા, વિહવળતા અને ભાવોની જે અનિત્યતા છે તે ક્ષણેક્ષણે ભાવમરણ છે. અધ્યાત્મ ક્ષેત્રે તો તેને જ મૃત્યુ ગણવામાં આવે છે. નિર્લેપી દશા અને અનાસક્તિના માર્ગે જ મુક્તિની યાત્રા કરી શકાય.” રાજાએ મૃત્યુ ચિંતન રજૂ કર્યું. રાજકુમાર તો આ મહેલનો અતિથિ હતો. મહેમાન આવી અને ચાલ્યા ગયા. તેનાં સ્મરણોની મધુરતા આપણા જીવનને સભર કરશે. હા ! વિરહમાં ઉદાસીનભાવ અને મિલનમાં પ્રસન્નતા એ સંસારનો વ્યવહાર ક્રમ છે, પરંતુ નિશ્રયદષ્ટિમાં સમભાવ જ આપણને મુક્તિપંથના પ્રવાસી બનાવી શકે. એટલામાં ગુરુદેવ રજકુમાર સાથે મહેલમાં પ્રવેશે છે. હા, રાજકુમાર જીવિત છે. બધા સાનંદાશ્ચર્ય રાજકુમારને નિહાળે છે. શિષ્યએ ગુરજીને રાજમહેલમાં થયેલા સંવાદનું વૃત્તાંત કહ્યું. આપને આશ્ચર્ય થશે કે આવાં આઘાતજનક અને અસત્ય વચનો મારા શિષ્યએ આપને કેમ કહ્યાં ? આ હતી આપની નિર્લેપ દશાની કસોટી. ગુરુજીએ કહ્યું. આપની દાસીનાં સ્વસ્થતાપૂર્વક વચનોને કારણે એ કસોટી કરવા આગળ વધ્યા, જો દાસીમાં આવાં ગુણ-જ્ઞાન હોય તો રાણીમાં કેટલાં હશે. સંતે કહ્યું. આપ સૌની નિર્લેપી, અનાસક્ત અને સમભાવયુક્ત દશા સાચા અર્થમાં ધર્મ પામ્યા છો તેની પ્રતીતિ કરાવે છે. આશ્રમની એક હરણી બીમાર પડે તો અમે સંતો વ્યાકુળ થઈ જઈએ છીએ, ભયંકરમાં ભયંકર જીવનની ક્ષણોમાં પણ આપની નિરાકૂળ દશા, આપની નિર્લેપી. અવસ્થાની પ્રતીતિ કરાવે છે. આપના નામમાં ગુણોનો ભંડાર છે. યથા નામ તથા ગુણ તેવા. આપે “નિર્લેપી રાજા” એ નામને ચરિતાર્થ કર્યું છે. તેમ કહી રાજકુમાર સહિત નિર્લેપી રાજાના સમગ્ર પરિવારને ગુરુદેવે આશીર્વાદ આપી વિદાય લીધી. -જીવનસંધ્યાએ અરુણોધ્ય) -૯૩ - જીવનસંધ્યાએ અરુણોધ્ય
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy