SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાડનાર કોઇ હાજર ન હતું. લાશ ઘરની બહાર રસ્તામાં એક ખૂણે પડી હતી, તરા અને ગીધ મિજબાની ઉડાવવા તત્પર હતાં. આ જોઇને યોગી બોલ્યા, ‘તારાથી તો વધારે વિવેકયુક્ત અને ન્યાયપૂર્ણ વ્યવહાર આ પૃથ્વીલોકના માણસો કરી રહ્યાં છે. એતો જો, કાંઇક સમજ અને સત્વરે તારી ભૂલ સુધાર !” ૧. સદ્ગતિ કે દુર્ગતિ માનવના અંતરમનને આભારી છે એ નગરમાં એક જ દિવસે બે મૃત્યુ થયાં. એક સંતા મહાત્માનું અને એક ગણિકાનું બંને એક જ સમયે વિદાય થયાં. બંનેના ઘર સામ સામે, એક બીજાના ઘરમાં શું થઇ રહ્યું છે તે બંને સારી જાણતાં હતાં. - યમદૂતે કહ્યું. પૃથ્વીના લોકો તો માત્ર બહાર દેખાય તેટલું જ જાણી શકે છે એમની પાસે માત્ર આંખ છે. શરીર અને બાહ્યા વ્યવહાર જ આંખ દ્વારા જોઇ શકાય છે. દષ્ટિ હોય તો શરીરથી આગળ ઊંડાણમાં જોઇ શકાય છે. અમે તો દિવ્યદૃષ્ટિથી સૂક્ષ્મ જોયા પછી જ ન્યાયયુકત નિર્ણયો લઈએ છીએ. પ્રશ્ન શરીરનો નથી. મનનો છે ! શરીરથી તું સંન્યાસી હતો, પરંતુ તારા અંતરમનમાં શું હતું ? શું તારા સંપૂર્ણ મન પર વાસનાનો કબજો ન હતો ? ગણિકાના ઘરમાં થઇ રહેલા નાચ ગાન રંગરાગમાં તારું મન ડૂબી ગયું હતું. તું સતત વિચારતો હતો કે મારું જીવન કેટલું નીરસ વ્યતીત થઇ રહ્યું છે. આ ગણિકા કેવી રંગ રેલી, મોજ મજા ઉડાવી. રહી છે. હાય હું દુર્ભાગી ! આ જ જીવનનો સાચો આનંદ માણી રહી છે. કામવાસનાને તે ઇષ્ટ માની તેમાં આસક્ત હતો. મનથી જ, ઈષ્ટના વિયોગથી તું આર્તધ્યાનમાં રહેતો, શરીર પરનાં ટીલાં, બાહ્ય વહેવારો લોકોને ધર્મમય લાગતાં. તારું ચિત્ત વાસનામાં ભડકે બળતું હતું અને ગણિકાના સાનિધ્યની (સહવાસનની) સતત ઝંખના વાંછના અને કલ્પના ! પરંતુ યમદૂતો જયારે બંનેના આત્માને લેવા આવ્યા ત્યારે આશ્ચર્યકારક ઘટના ઘટી, એક ચમદૂત ગણિકાનો જીવ લઇ સ્વર્ગ તરફ જવા લાગ્યો બીજો યમદૂત યોગીનો આત્મા લઇ નર્ક તરફ જવા લાગ્યો. યોગીએ યમદૂતને પૂછયું, ભાઇ, તમારી કોઇ ભૂલ તો નથી થતી ને ? ગણિકાને બદલે તમે મને ભૂલમાં નરકમાં લઇ જઇ રહ્યા છો આ તે ક્વો અન્યાય ? આ તે કેવું અંધેર ? યોગીએ પૃથ્વી તરફ જોયું તો તેના દેહને પુષ્પહારથી શણગારવામાં આવ્યો હતો. મૃતદેહને મૂકવા માટે ભવ્ય પાલખી બનાવવામાં આવી હતી, અંતિમયાત્રા ધામધૂમથી નીકળવાની તૈયારી ચાલતી હતી. અંતિમદર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. ભજનમંડળીઓ વાજિંત્રો સાથે આવી પહોંચી હતી, જ્યારે ગણિકા-વેશ્યાના મૃતદેહને પરંતુ તને ખબર છે કે ગણિકાની માનસિક સ્થિતિ કેવી હતી ? એ ગણિકાને તો તારા સંન્યાસી જીવનમાં જે શાંતિ અને અપૂર્વ આનંદ દેખાતો હતો, તે પામવા માટે, સહરાના રણમાં સુકાયેલા કંઠે પ્રવાસી શીતળ જળને ઝંખે તેવી તીવ્ર ઝંખના કરતી હતી ! રાત્રે -જીવનસંધ્યાએ અરુણોધ્ય) -જીવનસંધ્યાએ અરુણોદય ) ( ૨ >
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy