SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ રકમ પચ્ચીસથી ત્રીસ હજારની જરૂરી ગણાય. જીવનશૈલી અને મેડીક્લેઈમ પોલિસીના પ્રીમિયમની અલગ જોગવાઈ કરવી જરૂરી ગણાય. પ્રથમ જીવનસાથી માટે આર્થિક જોગવાઈ કરીશું. પુત્ર માટે અલગ મકાન અને આપણી પાસે પોતાની માલિકીનું અલગ મકાન હોય તો રાષ્ટ્રીકૃત બેંકમાં રીવર્સ મોર્ગેઝ (Reverse Mortgages) થી નિયમિત આવક મળે અને સંતાનો માટે discretionary trust પણ બનાવી શકાય. દરેક વયસક પોતાની સંપત્તિનું વીલ કરવું જરૂરી. વીલમાં વારસદારો અને સંપત્તિની વહેંચીણીની સ્પષ્ટ વિગતો લખવી. તે સ્થિતિ સારી નથી તેથી ગૃહકામમાં પણ પુરુષોએ મદદ કરતા થઇ જવું જરૂરી છે. આ ટેવ જેટલી વહેલી પાડીએ તેટલો લાભ છે. આ ઉપરાંત અમુક ઉમરે ૬૫ થી ઉપર રસોઇ કરવામાં પણ થાક લાગવા માંડે તેથી શક્ય હોય, સગવડ હોય ત્યાં રસોઇ કરનારની વ્યવસ્થા. અથવા તો ટિફિન મંગાવીને તેને એડજસ્ટ થવાની વૃત્તિ કેળવવી પડે. શરીર જેમ વૃદ્ધ થાય તેમ અશક્તિ વધે, પહેલાંની જેમ કામ ન થઇ શકે. આ વિચાર મનમાં લાવીને તેને માટે આયોજન કરવું જરૂરી છે. આમ વૃદ્ધાવસ્થામાં (૧) શરીર સ્વસ્થ રહે (૨) પોતાનું ઘર હોય (૩) નિયમિત આવક હોય (૪) કોઇની પણ સેવા લેવી ના પડે તેટલી રીતે સ્વસ્થ અને સ્વાશ્રયી હોય (૫) આર્થિક સદ્ધરતા માટે પતિ-પત્ની બંને ને ઉપયોગી થાય તેવું આયોજન હોય (૬) રસોઇ કરવી, કરાવવી કે ટિફિન મંગાવવું તેનું આયોજન હોય અને સાથે સાથે શાંતિથી પરમાત્માનું સ્મરણ કરી, સંસારમાંથી વિદાય લેવા સુધીનું આયોજન વિચારી રાખવું. આ જમાનામાં જેમ પુત્રો ઉપર આધાર ન રાખવાનું આયોજન જરૂરી છે તેમ આર્થિક રીતે પણ કોઇની ઉપર બોજો ન બનવું જરૂરી છે. પતિ-પત્ની ! માતાપિતા ! એ આર્થિક સહઆયોજન એવી રીતે કરવું કે એકની ગેરહાજરીમાં બીજાને આર્થિક રીતે દુઃખી ન થવું પડે. પુત્રો નહીં રાખે, કે તેઓ સમૃદ્ધ હશે તો પણ આર્થિક મદદ નહીં કરે તેમ રજૂઆત નથી કરી પણ વડીલોએ તેમને જવાબદારીમાંથી મુક્ત કરવાં જ જોઇએ. અનિવાર્ય રીતે સેવા લેવી પડે તો ઉપાય જ નથી પરંતુ દરેકે પોતાનું આયોજન એવું કરવું કે પોતે કોઇની સેવા ન લેવી પડે. કોઇની પાસેથી કંઇ પણ આર્થિક મદદ ન લેવી પડે. કોઇએ અકસ્માત થઇ જાય તે વખતે કોઇની સેવા લેવી પડે પણ આવો પ્રસંગ ન બને તેની કાળજી રાખવી જરૂરી છે. પુત્રો અને પુત્રવધુઓને વધુ પડતી સલાહ આપવાથી અને કટકટથી અણગમતા બની જવાય છે. ક્યા રહેવું તેના કરતા કેવી રીતે રહેવું, શું કરવું તેના કરતાં શું ન કરવું, વગેરે તમામ બાબતો વિચારીને વૃદ્ધાવસ્થા સુખમય બનાવીએ. અનુભવમાં ઘડપણને જાગૃતિનો ઉષાકાળ કહે છે નકારાત્ક વિચારો ને વિદાય હકારાત્મક અભિગમ જીવનને રોગમુક્ત અને આનંદ પૂર્ણ બનાવે છે દાન, દયા, સમાં, કરૂણા, અહિંસા પરોપકાર અને સ્વાધ્યાય જીવનને સાત્વિકતા અને શાંતિ આપે છે. આદર્શ આયોજન જીવનસંધ્યામાં અરુણોદયની અનુભૂતિ કરાવશે. ૪) જેવી રીતે અત્યારના પુરુષ પ્રધાન જમાનામાં હજી મોટેભાગે બહેનો વ્યવસાય કરતા નથી. જે થોડાઘણાં કરે છે તેઓ પણ છેવટ સુધી કરી શકતા નથી એટલે દરેક પુરુષે, પોતાના માટે અને પોતાના પત્ની માટે આયોજન કરવું જરૂરી છે. બંને વૃદ્ધ થવાના છે, એક જણ નિવૃત્ત થઇ જાય અને બીજી વ્યતત્ કામ કર્યા જ કરે જીવનમાં થઇ ગયેલી ભૂલોનો પશ્ચાતાપ અને પ્રભુનામ સ્મરણ આત્માનું ઉર્ધ્વગમન કરાવી શાંતિ આપશે. -જીવનસંધ્યાએ અરણોધ્ય) (૮૩ - - જીવનસંધ્યાએ અરુણોદય)
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy