SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ મંદતા ઉપરનાં સાધનો અને આલંબનોનો મુખ્ય આધાર, સમારંભ, સમારંભ અને આરંભથી તદ્દન નિવૃત્તિ તે છે, અનંત જ્ઞાનીઓએ કહેલી ઉપરની વાત અત્યંત સંક્ષેપમાં જણાવી છે. ક્રમે કરી જેના જીવનમાં ઉપરનાં લક્ષણો વિકસ્યા છે તેને પાછલી જીંદગીમાં કોઇ પણ પ્રશ્નો મુંઝવતા નથી. તેને મરણનો ભય લાગતો નથી. મૃત્યુ એ જીંદગીની પરીક્ષા છે. જે વિદ્યાર્થીએ પરીક્ષા માટે તૈયારી (આખા વર્ષ દરમિયાન, અથવા છેલ્લે, મહિના બે મહિનામાં, સતત તડામાર ચોટલી બાંધીને) કરી હોય, તે પરીક્ષાના ભયથી મુક્ત થઇ જાય છે. આજીવિકાના અભાવરૂપ પાપકર્મના ઉદય સમયે અકૂળતા વ્યાકૂળતાથી આર્તધ્યાન કરી નવાં પાપ કર્મો ઉપાર્જન કરતો નથી. ઉદયમાં આવેલાં પોતાના કર્મોના નાટકને પ્રેક્ષકરૂપે જુએ છે, તેના ઉપર જરીક હસે છે, પણ તેમાં તે જોડાતો નથી કે તે કદી ભળતો નથી. આ વાત અતિ સંક્ષેપમાં કહી છે. વિચારવાથી વધુ સમજાશે. દરેક પોતાના જીવન સંધ્યામાં ઉત્કૃષ્ટ કાળ અતિ સમૃધ્ધ બનાવે, તેની એક એક પળ. આખા જીવન દરમિયાન સંચય કરેલ સંપત્તિની જેમ, અત્યંત હર્ષ, ઉલ્લાસ અને પ્રમોદથી માણે, ભોગવે તેજ ભાવનાથી વિરમું છું. શરીર સ્વાથ્ય સારું હોય અને બચતના રોકાણ માંથી થોડી નિયમીત આવક હોય તો દવા-તીર્થ યાત્રા વહેવાર વિ. કરવામાં પરાવલંબી ન થવું પડે. જે માંદગી અને વેદનાના ભયથી રહિત છે તેને માંદગી અથવા વેદના આવતી જ નથી. માંદગી અને વેદના દુષ્કર અથવા દુ-સહ્ય નથી પણ તેનો ભય વધુ અસહ્ય બની જાય છે. જે આ. ભયથી મુક્ત હોય છે તેને માંદગી અથવા વેદના આવે તો પણ તે સમતાથી સહન કરવાને શક્તિમાન હોય છે. વળી મેડીકલેમ કે આરોગ્ય રક્ષણ પોલિસી માંદગી સામે અર્થ સુરક્ષા પુરી પાડે છે. યુવાનીમાંજ વૃધ્ધાવસ્થાનું આયોજન કરવાની કીર્તિભાઇ મહેતાની સલાહના મુદ્દાઓ વ્યવહાર અને રસપ્રદ છે. પરવશપણું કે ઓશિયાળાપણું તેને હોતુ નથી. તેને કુટુંબીજન, પોતાના બાળકો પાસેથી કોઇ અપેક્ષા હોતી નથી. જ્યાં અપેક્ષા, આશા, ઓરતા હોતા નથી તેને પરવશપણું હોતું નથી અને નિરાશા હોતી નથી. જયાં અપેક્ષા, આશા, ઇચ્છા હોતી નથી ત્યાં સંતોષ નિયમથી હોય છે. આ જમાનો આયોજનનો છે. આપણા દેશે પણ ૧૯૫૧થી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી અને હજુ તે ચાલુ છે. રાષ્ટ્ર માટે આયોજન જેમ જરૂરી છે તેમ દરેક વ્યક્તિએ પોતે આયોજન કરવું પડે, પરંતુ એ પંચવર્ષીય કરતાં વધુ લાંબો વિચાર કરીને પાંચ પાંચ વર્ષીય - એટલે કે ૨૫ વર્ષનું કરવું જરૂરી લાગે છે. જ્યાં સંતોષ હોય છે, ત્યાં તેની જીવન પધ્ધતિ (Life style) માં સૂમેળ હોય છે. તેને સામેથી પ્રેમ, હૂંફ, આદર, સન્માન આવી મળે છે, તેને તેની અપેક્ષા કરવી પડતી નથી. તેનું ગણિત કદી ખોટું પડતું નથી. તેને ભવિષ્યની ચિંતા હોતી નથી. તે નિર્ભય હોય છે. અભયપદ પ્રાપ્ત કરે છે. આજીવિકાના પ્રશ્ન મુંઝાતો નથી. દરેક વ્યતક્તએ પોતાનું શિક્ષણ કાર્ય પૂરું થાય અને નોકરી કે વ્યવસાય શરૂ કરે ત્યારથી જીવનનું આયોજન વિચારવું જુએ, -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૭૯ + - જીવનસંધ્યાએ અરુણોદય ) ટo )
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy