SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. અને છતાંય ફરી સલાહ માટે આવે તો એની એ વાતો ફરી કહેતાં હું થાકતો પણ નથી.’ વૃદ્ધની વાતો સાંભળી સોક્રેટીસે ખુશ થતાં કહ્યું, ‘ઘડપણમાં કેમ જીવવું એ તમને આવડે છે ખરું !' ૧૧. ઓલવાયેલી મીણબત્તી ૧૦. મૃત્યુ વિષે શ્રીમદ્ ભગવદ્ ગીતા સ્ટ્રીકલેન્ડ ગિલિલાએ એક ભાવસભર પ્રસંગનું નિરૂપણ કર્યું છે. એક માણસને એક નાનકડી દીકરી હતી - એકની એક, અત્યંત લાડલી. એ તેને માટે જીવતો. બાળકી તેનું જીવન હતી. આથી જયારે તે માંદી પડી અને સારામાં સારા વૈદ-હકીમો પણ તેની માંદગી દૂર ન કરી શક્યા ત્યારે એ બાવરા જેવો થઇ ગયો અને તેને સાજી કરવા એણે આકાશપાતાળ એક કરી દીધાં. પ્રબુધ્ધપ્રજ્ઞજનો, મૃત્યુ પામેલા કે જીવતાનો શોક કરતાં નથી, હું ભૂત-અતીતમાં નહોતો એમ પણ નથી અને ભાવિ-અનાગતમાં નહીં હોઉં એમ પણ નથી એટલે એવો શોક શા માટે ? દેહ અનિત્ય છે, જે અનિત્ય છે તેની સાથે સંબંધ કેમ બંધાય ? તેના મોહમાં પણ વ્યાકુળ ન જ થવાય. આત્મા નથી જન્મતો કે નથી મરતો એ તો શાશ્વત અને પુરાતન છે આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી અને પવન શોષી શકતો નથી. વળી, એ કોઇને હણતો નથી કે હણાતો નથી. આત્મા જીર્ણ થયેલ દેહરૂપી વસ્ત્રનો ત્યાગ કરી અન્ય નવા. દેહને ધારણ કરે છે. આપણે તેને મૃત્યુનું નામ આપીએ છીએ. આત્માને કોઇ આશ્ચર્ય જેવો જુએ કે સાંભળે તે વિસ્મયપૂર્ણ છે. જે નિત્ય, ચિરંતન અને શુધ્ધ બુધ્ધ છે તેનો શોક કરવો તે વૃથા છે. પણ પ્રયત્નો ઠાલા નીવડ્યા ને બાળકી મૃત્યુ પામી. પિતાની બધી સ્વસ્થતા હણાઇ ગઇ. તેના મનમાં તીવ્ર કટુતા વ્યાપી ગઇ. સ્વજનો-મિત્રોથી દૂર તેણે પોતાની જાતને એકાંત ખૂણે પૂરી દીધી. અને ફરી પૂર્વવત્ જીવનક્રમ સ્થાપવાની ને સ્વસ્થ થવાની. શક્યતાઓવાળી બધી પ્રવૃત્તિઓને તેણે નકારી કાઢી. એક રાતે તેને સ્વપ્ન આવ્યું. તે સ્વર્ગમાં પહોંચી ગયો હતો. ત્યાં તેણે નાના-નાના બાળ-દેવદૂતોનું ભવ્ય સરઘસ જોયું. એક શ્વેત સિંહાસન પાસેથી તેમની હાર અનંતપણે ચાલી જતી હતી. આ જીવનસંધ્યાએ અરુણોદય) ( ૩૬), -જીવનસંધ્યાએ અરુણોધ્ય)
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy