SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ચાંપે છે. પાંચ વર્ષના પ્રમુખપદ જેવો આ માનવભવ આપણને મળ્યો છે. પાંચ ઇંદ્રિયોના આનંદને માટે મન ભોગ વિલાસના નકશા અંકિત કરે છે. ભૌતિક ભવ્યતા અને લૌકિક સુખના કરોળિયાના ઝાળાં જેવા એ નકશામાં, નિજાનંદનો મુકામ ક્યાંય દેખાતો નથી. આપણે તપ દ્વારા કુકર્મોનાં વનને બાળી સતકર્મોનાં ઉપવન સર્જવાનાં છે. આત્મગુણોનો નાશ કરતાં રાની પશુ જેવા કષાયોઃ ક્રોધ, અહંકાર, માયા અને લોભને, સતપુરુષ શરણ શોધી હાંકી કાઢવા પડશે. ભીતર ઉગેલા વિકાર અને વાસનાના અડાબીડ જંગલને શુભચિંતનની નિર્મળતાના નંદનવનમાં પલટાવવું પડશે. ૮. અખિલ બ્રહ્માંડમાં આપણું સ્થાન ક્યાં ? પેલા રાજપ્રમુખે ભાવિ જીવનની ચિંતા કરી પાણી પહેલાં પાળ બાંધી અને ભાવિ સુખ માટે પૂર્વ તૈયારી કરી લીધી હતી. આપણે પણ આ લોક પછીના પરલોકના સુખ માટેની તૈયારી કરવામાં સદ્ગુરને પૂછીશું. કે, ‘હું કલ્યાણમિત્ર ગુરુ ભગવંત ! અમને માર્ગ બતાવો ! એ સામર્થ્યવાન ધર્મપુરુષનો હાથ તો લંબાયેલો જ છે માત્ર ગુરુની આંગળી પકડવાનો પુરુષાર્થ કરી એ ચલાવે તે મા ચાલીશું તો કર્મદળમાંથી બહાર નીકળી શકીશું અને આપણે પણ આપણી વિદાય વેળાએ સ્વસ્થ અને પ્રસન્ન હોઇશું કારણ....! વર્તમાન સમયની ફોર્બ્સની (Forbes) અબજોપતિની ચાદીનાં અનેક લક્ષ્મીપતિઓની તમામ સંપત્તિ કરતા લાખો ગણી સમૃદ્ધિ કુબેર પાસે હતી. અને તે સર્વસ્વ ત્યાગવાની તાકાત પણ તેનામાં હતી. તે ઐશ્વર્ય સામે આપણી સંપત્તિના સામ્રાજયનું શું મૂલ્ય ? બાહ્ય અને અંતરંગતપનો જેના જેના જીવનમાં સમન્વય હતો તેવા ભગવાન ઋષભદેવ કે જેના માત્ર સાધુને લેવા યોગ્ય ભિક્ષા‘નિર્દોષ ગોચરી ન મળતાં સહજ રીતે થયેલું ચારસો ઉપવાસનું તપ યુગોથી અદ્વિતીય અને અપૂર્વ રહ્યું છે. દિવ્યસુખનો અલૌકિક પ્રદેશ આપણી રાહ જોતો હશે. શ્રી કૃષ્ણનો યોગ, રામની મર્યાદા, મહાવીર-બુદ્ધની કરુણા અને નરસિંહ-મીરાંની ભક્તિ, જીવનની ચરમ સીમાએ પહોંચી હતી. વૈરાગ્યભાવમાંથી ફલિત થતો ધન્ના-શાલિભદ્રનો ત્યાગ, શ્રીરામ પ્રતિ સાચા ભાતૃપ્રેમમાંથી પ્રગટતો ભરતનો રાજ્ય ભોગવટાનો ત્યાગનો આ જગત પર જોટો જડે તેમ નથી. આનંદ-શ્રાવક, ભામાશા, જગડુશા, વસ્તુપાલ અને તેજપાળા આ જીવનસંધ્યાએ અરુણોધ્ય) -જીવનસંધ્યાએ અરુણોધ્ય)
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy