SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછા કરે. (૩) વૃત્તિ સંક્ષેપ:- (ભિક્ષાચરી ત૫) અલગ અલગ ગૃહસ્થોને ત્યાંથી પરિમિત ભિક્ષા ગ્રહણ કરી સંયમપૂર્વક નિર્વાહ કરે. જેમ ગાય ઉપરથી થોડું થોડું ઘાસ ખાઈ પોતાનો નિર્વાહ કરે છે, તેમ સાધુ પણ ગૌચરી કરે છે. (૪) રસપરિત્યાગ :- દૂધ, દહીં તેલ, ઘી, માખણ, ગોળ, મીઠાઈ વગેરે રસત્યાગને તપ કહે છે. રસનો ત્યાગ એ આહારનો ત્યાગ છે. (૫) કાયકલેશ તપ :- સ્વેચ્છાએ, સ્વાધીનપણે નિર્જરા અર્થે કાયાને કષ્ટ દે તે કાયકલેશતપ - કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહેવું તે - તડકામાં ઊભા રહી આતાપના લેવી. કડકડતી ઠંડીમાં જેમ બને તેમ ઓછા વસ્ત્ર ધારણ કરીને ઊભા રહેવું. સાધુની ૧૨ પડિમા (પ્રતિજ્ઞા) ઉપરાંત લોચ કરવો (કેશ લુંચન), ગ્રામાનુગ્રામ વિહાર, શીત તાપ સહન કરવાં વગેરે કષ્ટ સહે તે કાયકલેશ તા. (૬)પ્રતિસલીનતા તપ : તેના ચાર ભેદ છે. ૧. રાગદ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દથી કાનને, રૂપથી આંખને, ગંધથી નાકને, રસથી જીભને અને સ્પર્શથી શરીરને રોકી રાખે, ઇન્દ્રિયોના વિષય સંબંધી પ્રાપ્ત થતાં મનને વિકારી ન કરે તે ઇન્દ્રિય પ્રતિસંલિનતા તપ. ૨. ક્રોધનો ક્ષમાથી, માનનો વિનયથી, માયાનો સરળતાથી અને લોભનો સંતોષથી નિગ્રહ કરે તે કષાય પ્રતિસલીનતા તપ. ૩. અસત્ય અને મિશ્ર મનના યોગનો નિગ્રહ કરી સત્ય વ્યવહારમાં મન પ્રવર્તાવે. અસત્ય અને મિશ્ર વચનનો ત્યાગ કરી સત્ય અને વ્યવહાર વચન પ્રવર્તાવે. ઔદારિક આદિ સાત કાયયોગમાંથી અશુભને છાંડી શુભ પ્રવર્તાવે તે યોગ તે પ્રતિસંલીનતા તપ. ૪. વાડી, બગીચા, ઉદ્યાન, દેવસ્થાન, પરબ, ધર્મશાળા, કોઠ, દુકાન, હવેલી, ઉપાશ્રય, પૌષધશાળા, ખાલી કોઠાર, સભાસ્થાન, ગુફા, રાજસભાસ્થાન, છત્રી, વૃક્ષની નીચે આસન એ ૧૮ પકારના સ્થાનમાં જ્યાં સ્ત્રી, પશુ અને નપુંસક ન રહેતા હોય ત્યાં એક રાત્રિ આદિ યથોચિત કાળ રહે તે વિવિક્ત શયનાસન ૩૯ પ્રતિસંલીનતા તપ. છ પ્રકારના આત્યંતર તપ (૧) પ્રાયશ્ચિત તપ : પાપ પર્યાયનું છેદન કરે તેને પ્રાયશ્ચિત તપ કહેવાય છે. પ્રાયશ્ચિત એ સ્વદોષદર્શન સ્વરૂપ છે. ચિત્તશુદ્ધિ જેનાથી થાય તે પ્રાયશ્ચિત, સદ્-ગુરુના ચરણોમાં વિનયપૂર્વક પોતાના દોષ-પાપો કહેવા, અતિચારો પ્રગટ કરવા અને ગુરુદેવ જે પ્રાયશ્ચિત આપે તે વહન કરવું તેને પ્રાયશ્ચિત તપ કહે છે. ૨. વિનય ત૫ : જે ઓ વિનયને યોગ્ય હોય તેમનો વિનય કરવામાં પાપકર્મનો ક્ષય થાય છે. માટે વિનય તપ કહેવામાં આવ્યો છે. પૂજ્ય પુરષો આવે ત્યારે ઊભા થવું, મસ્તકે અંજલિ જોડવી. ચરણપ્રક્ષાલન કરવું, બેસવા આસન આપવું વગેરે અનેક પ્રકારો વિનયના છે. વિનયતપના પાંચ પ્રકાર છે. ૧) જ્ઞાનીનો વિનય કરે તે જ્ઞાનવિનય. ૨) શુદ્ધ શ્રદ્ધાનંદ વંદના-નમસ્કાર કરે તે દર્શનવિનય. ૩) ચારિત્રવાનનો વિનય કરેતે ચારિત્રવિનય. ૪) પ્રશસ્ત, કોમળ, દયાળુ અને વૈરાગી વિચાર કરે તે મનવિનય. ૫) હિત મિત અને પ્રિય બોલવું તેને વાણીનું તપ કહ્યું છે તે વચનવિનય. (પ્રિય એટલે કલ્યાણકારી વચન). ૬) ગમન આગમન કરતા, ઊભા રહેતા, બેસતાં, સૂતા, સર્વ ઇન્દ્રિયોને અપ્રશસ્ત (અયોગ્ય) કાર્યોથી રોકી પ્રશસ્ત (કરવા યોગ્ય) કાર્યોમાં પ્રવર્તાવે તેને કામવિનય કહ્યો છે. ૭) ગુરુની આજ્ઞામાં વર્તે, સ્વધર્મીનું કાર્ય કરે, ગુણાધિક સ્વધર્મીની આજ્ઞામાં વર્તે, ઉપકારીનો ઉપકાર માને, અન્યની ચિંતા ટાળવાનો ઉપાય કરે, દેશકાળને ઉચિત પ્રવૃત્તિ કરે, વિચક્ષણતા અને નિષ્કપટતાપૂર્વક સર્વને પ્રિય લાગે તેવાં કામ કરે તેને લોકવ્યવહાર વિનય કહ્યો છે. આમ વિનય પરગુણદર્શન સ્વરૂપ છે. ૩. વૈયાવચ્ચ તપના ૧૦ પ્રકાર : (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) શિષ્ય (૪) ગ્લાન (રોગી) (૫) તપસ્વી (૬) સ્થવિર (૭) સ્વધર્મી (૮) કુલ (ગુરુભાઈ) (૯) ગણ (સંપ્રદાયના સાધુ) ૪૦
SR No.034392
Book TitleJain Dharm Parichay Pustika
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAkhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
Publication Year2015
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy