SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 000000000000000000000000000000 જીવ હિંસાયુક્ત સૌંદર્ય પ્રસાધનો, દવા, ઔષધ, સિલ્કનાં રેશમી વસ્ત્રો, રાત્રિના ભોજન સમારંભોનો, નૈતિક અધઃપતન થાય તેવી સી.ડી., ઈન્ટરનેટ, વેબ, વીડિયો, ફિલ્મ, લગ્ન વગેરેમાં ફટાકડા, ફૂલો, જાહેર નૃત્ય વગેરેનો ત્યાગ શ્રાવકાચાર છે. સાત્ત્વિક આહાર લેનાર, માતા-પિતાના પૂજક, પત્નીને સન્માનિત કરનાર, બાળકો અને આશ્રિતો પ્રતિ વાત્સલ્યભાવ; નોકરો પ્રતિ ઉદારતા, ગુરુ આજ્ઞાના પાલક, વિવેક અને જતનાપૂર્વકનું આચરણ ‘‘શ્રાવક’'ની અસ્મિતા ટકાવી રાખશે. જૈન રાજ્યકર્તાઓ, ઉત્તમ શ્રાવકો અને દાનવીરો જૈન ધર્મના ઉત્કર્ષ માટે શ્રેણિક, સાંપ્રત, ખારવેલ કુમારપાળ, વસ્તુપાલ તેજપાલબાહુ જેવા અનેક રાજવી, દીવાન, મંત્રીઓએ પોતાનું યોગદાન આપેલ. ભગવાનના આનંદ આદિ શ્રાવકો જગડુશા, ભામાશા, જાવડશા, મોતીશાહ, ભીમા કુંડલિયા જેવા અનેક દાનવીરો કવિ ઋષભદાસ, હરકોર શેઠાણી લલ્લાંગ શ્રાવક જેવા અનેક ઉત્તમ શ્રાવકોએ શ્રમણ સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરી. જીવનું વર્ણન - સ્થાવર જીવઃ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ પાંચ હલનચલનની શક્તિ ન હોવાથી એકલા શરીરધારી અને સ્થિર રહેલ હોવાથી સ્થાવર કાયના જીવ છે ત્રસ જીવ : સ્વરક્ષણ માટે ત્રાસીને ભાગે તે ત્રસ. બેઈન્દ્રિય : પોરા કરમિયા, ઈયળ જેને શરીર અને જીભ બે છે. તેઈન્દ્રિય ઃ જુ, લીખ, માંકડ, ચાંચડ જેને શરીર, જીભ, નાક છે. ચઉરિન્દ્રિય: માખી, મચ્છર, ડાંસ, ભમરા, પતંગિયાં જેને શરીર, જીભ, નાક, આંખ છે. પંચેન્દ્રિય : નારકી (નરકમાં વસતાં) તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવ. જૈન ધર્મના પ પર્વોને બે શ્રેણીમાં વહેંચી શકાય. (૧) લૌકિક પર્વો (લોકપર્વો) (૨) લોકોત્તર પોં લૌકિકપર્વો મુખ્યત્વે ભોગ-ઉપભોગ અને આનંદ-પ્રમોદથી ઉજવાય. જૈન ૩૫ 0000000000000100000000000000000 ધર્મના તમામ પર્વો લોકોત્તર પર્યો છે, જે આત્મઉર્ધ્વગમનના લક્ષ્યથી તપ-ત્યાગની આરાધના અર્થે છે. પર્યુષણ પર્વ : પર્યુષણ એ પર્વોનો રાજા છે, માટે તેને પર્વાધિરાજ એવું માનવાચક ઉપનામ આપવામાં આવેલ છે. ક્યારેક એક તિથિનો ફરક આવે એ સિવાય શ્વેતાંબરો શ્રાવણ વદી ૧૩થી ભાદરવા સુદ ૫ (પાંચમ) એમ સ્થાનકવાસી અને તેરાપંથી જૈનો પર્યુષણ ઉજવે છે. શ્રાવણ વદ-૧૨ થી ભા. સુ.-૪ મૂર્તિપૂજક ચે. ઉજવે છે, ત્યાર પછી દિગંબર-દસલક્ષણા પર્વરૂપે ઉજવે છે. પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી રૂપે ઉજવે છે. આ શાશ્વત પર્વના દિવસોમાં શ્રાવક-શ્રાવિકાઓ પ્રાર્થના, વ્યાખ્યાન, વાંચણી, પ્રતિક્રમણ વગેરે આધ્યાત્મિક અનુષ્ઠાનો, જપ-તપવ્રત-દાન અને શિયળનું ઉત્કૃષ્ટ આચરણ કરે છે. આયંબિલ ઓળી : જૈન ધર્મમાં “આયંબિલની ઓળી'' એ વિશિષ્ટ શાશ્વતી લોકોત્તર પર્વની શૃંખલા (સાંકળ) છે. દર વર્ષે ચૈત્ર સુદ-૭ અને આસો સુદ-૭થી આયંબિલની ઓળી શરૂ થાય છે અને નવ દિવસે એટલે કે પૂનમના પૂરી થાય છે. આયંબિલ તપમાં ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, સાકર, મિષ્ઠાન, શાકભાજી, ફળો તથા મસાલા વિનાનો, રસ વગરનો શુષ્ક આહાર માત્ર એકવાર લેવાનો હોય છે. બાકીના ભાગમાં ઉકાળીને ઠારેલ પાણી તે પણ સૂર્યાસ્ત સુધી જ લેવાનું હોય છે. આ તપમાં એક ગર્ભિત સિદ્ધાંત અભિપ્રેત છે. ‘ખાવા’ માટે જીવવાનું નથી પરંતુ ‘“જીવવા” માટે ખાવાનું હોય છે. આ સ્વાદવિજયની આરાધના માટેનું તપ છે. ઉપાયો અને દેરાસરોની આયંબિલ શાળાઓમાં વિગઈ રહિત એટલે રસ વગરના શુષ્ક આહારની વ્યવસ્થા હોય છે. ઘરે પણ આ તપ કરી શકાય છે. આયંબિલ તપની નવ દિવસની આરાધનામાં જૈન દર્શનનું નવપદ ચિંતન અભિપ્રેત છે. પહેલા પાંચ દિવસમાં પંચપરમેષ્ટિને વંદનની આરાધના અને છેલ્લા ચાર દિવસ દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય અને તપ એમ સમકિતની સાધના કરવાની હોય છે. શરીર સ્વાસ્થ્ય માટે પણ આયંબિલ તપ ઉપકારક છે. વર્ણ પ્રમાણે એક એક ધાન્યના આહારથી પણ એ તપ થાય છે. કાઉસગ્ગ, વંદના માળા વગેરે વિધિ પણ કરવાની હોય છે. 39
SR No.034392
Book TitleJain Dharm Parichay Pustika
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAkhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
Publication Year2015
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy