SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. અમીતગતિએ “સામાયિક બત્રીશી', સાધુવંદના, પૂ. જયમલ્લજી મ.સા., આ. સિદ્ધસેન દિવાકરે “કલ્યાણ મંદિર સ્તોત્ર', ચિરંતનાચાર્ય (અજ્ઞાત)એ પાર્શ્વનાથ ચિંતામણી સ્તોત્ર અને અજ્ઞાતએ અરિહંતવંદનાવલી રચી છે. આચાર્ય સોમસુંદરસૂરિ અને મેરૂસુંદરસૂરિએ મધ્યકાલીન જૈન ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કર્યું. આચાર્ય અમોલખઋષિજી, આ. ધાસીલાલજી, યુવાચાર્ય મધુકરમુનિજી તથા પૂ. અમરમુનિએ આગમ સાહિત્ય સમૃદ્ધ કર્યું છે. આ રાજેન્દ્રસૂરિ તથા પૂ. રત્નચંદ્રજીએ જૈન શબ્દકોષની રચના કરી છે. આત્મસિદ્ધિ શાસ્ત્રના સર્જક શ્રીમદ્ રાજચંદ્રજી ઉપરાંત પંડિત ટોટરમલજી, પંડિત બેચરદાસજી અને પંડિત સુખલાલજીએ પણ જૈન સાહિત્ય સર્જનમાં અનન્ય યોગદાન આપેલ છે. ; સાધુધર્મ અને સમાચારી શકે. એક રીતે જોઈએ તો સમય અનુસાર આચરણ એટલે સમાચારી. (સમ્યક આચરણ તે સમાચારી). ધર્મશાસનનું સુકાન આચાર્ય અને સાધુભગવંતો સંભાળતા હોય છે. તેમની પાસે ચારિત્રપાલનની ઊંચી અપેક્ષા રાખવામાં આવે તે સ્વાભાવિક છે. વર્તમાનમાં ગુની અનિવાર્યતા છે. કારણકે આ કાળમાં અને આ ક્ષેત્રે અરિહંત પ્રભુ આપણી વચ્ચે સદેહે નથી ત્યારે ચતુર્વિધ સંઘના જો કોઈ સચોટ અને સબળ પથદર્શક હોય તો તે એકમાત્ર સદ્ભર છે. જ્યારે જ્યારે સાધુઓ આચરણ કે ચારિત્ર્યમાં શિથિલ બને ત્યારે ત્યારે આંખ આડા કાન કર્યા વિના, જાહેરમાં હોબાળો કર્યા સિવાય શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનો પ્રચંડ પુરષાર્થ આદર્શ શ્રાવો કરે છે. ! જેનોની મહાજન સંસ્થાઓ | અને સમાયાથી સંસારત્યાગ કરી સંયમ માર્ગે પ્રવર્યા - દીક્ષા ગ્રહણ કરી, પંચમહાવ્રત અંગીકાર કરી જે સાધુજીવન (સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય) સ્વીકારે છે તેને સાધુધર્મ કે અણગાર ધર્મ કહે છે. જૈન ધર્મ સમતા અને ક્ષમાને પ્રધાનતા આપે છે. એટલે જૈનસાધુને ક્ષમાશ્રમણ પણ કહે છે. સાધુજીઓને પાળવાના નિયમો એટલે ‘સમાચારી'. જૈન સંતોની જીવનશૈલી વિશિષ્ટ અને કઠિન હોય છે. સંત-સતીજીઓ દીક્ષા સમયે જ આજીવન સામાયિક વ્રત ધારણ કરે છે. તેઓ વાહનનો ઉપયોગ ન કરે, પાદવિહાર કરે. રાત્રિભોજનનો ત્યાગ કરનાર હોય છે. સમયાંતરે કેશલુંચન કરે છે. ચાતુર્માસ સિવાય શેષકાળમાં એક જ સ્થળે સાધુ ૨૯ દિવસ અને સાધ્વી અઠ્ઠાવન દિવસથી લાંબો સમય ન રહી શકે. “સાધુની સમાચારી” અને “શ્રાવકાચાર' ખારા સંસારમાં મીઠા જળનું મોટું સરોવર છે. દાર્શનિક સંદર્ભમાં તપાસીએ તો શાસ્ત્રોક્ત આચારસંહિતાના મૂળ સૂત્ર સિદ્ધાંતો ત્રણે કાળમાં એક જ હોય, કારણ કે તે સર્વજ્ઞ ભગવંતે રચેલા હોય છે. તેથી કાળના પ્રવાહમાં કદી બદલાય નહીં. છતાં મૂળભૂત સિદ્ધાંતોમાં લેશ પણ પરિવર્તન કર્યા વિના ગીતાર્થ આચાર્યો અર્થઘટન અને શાસ્ત્રાનુસારી પરિવર્તન અંગે નિર્ણય લઈ જૈન ધર્મમાં મુખ્યત્વે દિગંબર અને શ્વેતાંબર બે પરંપરામાં વહેંચાયેલ છે. જૈન ધર્મ મુખ્યત્વે દેરાવાસી (મૂર્તિપૂજક), સ્થાનકવાસી, તેરાપંથી અને દિગંબર એમ ચાર કિકાઓમાં વહેંચાયેલ છે. તેમાંય વિચારસરણી, આચાર, ભાષા અને પ્રાંતના ધોરણે અલગ અલગ સંપ્રદાય રચાયેલા છે. તેરાપંથ સમાજ એક આચાર્ય અને એક બંધારણ હેઠળ કાર્ય કરે છે. શ્વેતાંબર અને દિગંબરોની અખિલ ભારતીય પરિષદો, મંડળો, સંઘો અને મહાસંઘો જેવી અનેક સંસ્થાઓ છે. આવી તમામ મહાજન સંસ્થાઓ ગચ્છ અને સંઘોના નિયમન અને માર્ગદર્શનનું કાર્ય કરે છે. આવી સંસ્થાઓ સમયાંતરે સાધુઓ - સાધ્વીજીઓ અને સંઘપતિઓના સંમેલનો બોલાવી સાધુઓના આચારને લગતી ‘સમાચારી' અને શ્રાવકોની આચારસંહિતા ‘શ્રાવકાચાર'ને લગતી નિયમાવલીઓ બહાર પાડે છે. તેરાપંથ સંપ્રદાય મર્યાદા મહોત્સવ’ યોજે છે. મહાસંઘના પરિપત્રના મુદ્દાઓ : - સાધુ -સાધ્વીઓએ જૈનશાસનની આજ્ઞાનું વ્યવસ્થિત પાલન કરવા જણાવ્યું છે. નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાલન સાથે વિશુદ્ધ જ્ઞાન, દર્શન, ચરિત્ર્ય પાલનની જાગૃતિ રાખવા જણાવ્યું છે. પૈસા સંબંધે વ્યવહારમાં સાધુજી-સાધ્વીજીએ પડવું નહિં અને દોરા, ધાગા, મંત્ર-તંત્રનો ૩૦
SR No.034392
Book TitleJain Dharm Parichay Pustika
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAkhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
Publication Year2015
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy