SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ 000000000000010000000.0.0.0.0.0 મુખ્ય શહેરો દિલ્હી, કલકત્તા, ગૌહત્તી, હૈદ્રાબાદ, મદ્રાસ, બેંગ્લોર, લુધિયાણા, નેપાલમાં કાઠમંડુ વગેરેમાં સંત-મહાસતીજીઓના ચાતુર્માસ થાય છે. જૈન વિશ્વભારતી લાડનુંમાં ડીમે યુનિવર્સિટી, એમ.એ., પી.એચ.ડી. (જૈન) અભ્યાસક્રમો છે. બ્રાહ્મી વિદ્યાપીઠ સહિત ત્રીસ જેટલી વિદ્યાલયો છે. લાડનું, કલકત્તા, ચૂરૂ (સરદાર શહેર)માં ગ્રંથભંડારો છે. દેશમાં ૩૫૦ જેટલી અણુવ્રત સમિતિ છે, જેમાં શ્રાવકો પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતનું પાલન કરવા માટે કાર્યરત છે. લંડન અને અમેરિકા સહિત વિદેશમાં ૭ કેન્દ્રો છે. ‘અનેકાંત ભારતી’ ‘જૈન જીવન વિજ્ઞાન એકેડેમી’” અને જૈન તત્ત્વના પુસ્તક પ્રકાશન વગેરે કાર્યો કરે છે. જૈન ધ્યાન સાધના પદ્ધતિ ‘પ્રેક્ષાધ્યાન’ની શિબિરો દેશભરમાં ચાલે છે. આચાર્ય ભિક્ષુસ્વામીએ સંઘમાં શિથિલતા ન પ્રવર્તે અને સંઘ શક્તિશાળી બને એ આશયથી ‘મર્યાદાપત્ર' નામનો દસ્તાવેજ આપ્યો જેને માર્ગે ચાલવાનું પવિત્ર બંધારણ કહી શકાય. નિજી મર્યાદાઓનો અભ્યાસ કરવા પોતાની ક્ષતિઓ અને ત્રુટિઓનું અવલોકન કરવા સંઘ, ‘“શ્રાવક નિષ્ઠાપત્ર” પર, ચિંતન શ્રાવક સંમેલન અને મર્યાદા મહોત્સવ યોજી આત્મનિરીક્ષણનો અવસર આપે છે. અન્ય પરંપરા અધ્યાત્મ મહાપુરુષોની વિચારધારા અને ચિંતનમાંથી પ્રેરણા લઈ અને કેટલાંક મંદિરો અને સ્વાધ્યાય કેન્દ્રો જૈનો દ્વારા ચલાવવામાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ જે આત્મલક્ષી તત્ત્વજ્ઞાનનું સર્જન કર્યું તેની સ્વાધ્યાય પ્રવૃત્તિ વિવિધ સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર મંદિરોમાં કરવામાં આવે છે. શ્રીમદ્ભુએ રચેલ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' મોક્ષમાલા તેમના પત્રો અને તેમની કાવ્યરચનાઓનો અને અન્ય સાહિત્યનો સ્વાધ્યાય કરવામાં આવે છે. વાણિયા, સાયલા, અગાસ, દેવલાલી, કોબા, હમ્પી, ધરમપુર, રાજકોટ, વડવા, બાંધણી, ઈડર, ખંભાત, રાણંજ, સાગોડિયા, મુંબઈ વગેરે સ્થળોએ મંદિરોકેન્દ્રો આવેલાં છે. વિદેશમાં પણ સ્વાધ્યાય કેન્દ્રો છે. ૨૫ 0000000000000100000000000000000 પૂ. કાનજીસ્વામી સ્થાનકવાસી બોટાદ સંપ્રદાયમાં દીક્ષિત થયા પછી દિગંબર સંપ્રદાયમાં ગયા. સૌરાષ્ટ્રમાં સોનગઢ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર હતું. તેઓએ સમયસાર, પ્રવચનસાર જેવા પરમાગમશાસ્રો પર ચિંતનસભર પ્રચવનો આપેલાં. સોનગઢ, દેવલાલી વગેરે સ્થળે તેમનાં મંદિરો-કેન્દ્રો આવેલાં છે. દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનની વિચારસરણીના પ્રચારનાં કેન્દ્રો સુરત, અડાલજ, અમદાવાદ, મુંબઈ અને વિદેશમાં પણ કેટલીક જગ્યાએ આવેલાં છે. સર્વધ સંસ્થ તીર્થંકર પરમાત્માને જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે ધર્મ પ્રવર્તન અર્થે તે ‘નમો તિથ્યસ’' કહીને ચાર તીર્થની સ્થાપના કરે છે. આ તીર્થ એટલે સાધુસાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ. વર્તમાન શાસનના તીર્થ સ્થાપક ભગવાન મહાવીર કૈવલ્યની પ્રાપ્તિ પછી બીજા દિવસે વૈશાખ સુદ-૧૧ના પાવાપુરી પધાર્યા. પ્રભુની સાથે વાદ-વિવાદ કરવા આવેલા મહાન વિદ્વાન પંડિતો ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ ૧૧ બ્રાહ્મણ પંડિતો પ્રતિબોધ પામ્યા. ઇન્દ્રભૂતિ આદિ ૧૧ ગણધરો, ચંદનબાળા આદિ સાધ્વીઓ વગેરે મળી સંઘની સ્થાપના થઈ. અનેક આત્માઓએ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. આ રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. ભગવાન મહાવીરે સ્થાપેલો આ ચતુર્વિધ સંઘ લગભગ ૨૫૭૦ વર્ષથી કોઈ પણ જાતના લેખિત બંધારણ વિના ચાલી રહેલ છે, આ શાસનનાં અનેક કાર્યો થઈ રહેલ છે. નમો તિથ્યુસ એટલે તીર્થને નમસ્કાર કરું છું - કહી તીર્થંકર પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે એટલે જે તીર્થને પ્રભુ નમસ્કાર કરે તે કેટલું મહાન અને પવિત્ર કહેવાય ! એટલે જ ચતુર્વિધ સંઘને ૨૫મા તીર્થંકર કહેવાય છે. આ સંઘો દ્વારા દેરાસર, ઉપાશ્રયો, જૈન ભવન વિગેરેનું સંચાલન કરવામાં આવે છે. સંઘની સેવા કરનાર ટ્રસ્ટીઓ અને કાર્યવાહક કમિટી કે મહિલા કે યુવક મંડળની મિટીનાં ભાઈ-બહેનો પણ તપસ્વી કહેવાય કારણ કે તેઓ સંઘ (સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકા)ની વૈયાવચ્ચ કરે છે માટે આવ્યંતર તપસ્વી છે. ૨૬
SR No.034392
Book TitleJain Dharm Parichay Pustika
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAkhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
Publication Year2015
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy