SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શનમાં કેળવણી વિચાર એકમાર્ગી છે, જ્યારે આ માધ્યમ ઈન્ટરેક્ટિવ છે. એક સાથે એક જ સંદેશો અગણિત લોકો સુધી પહોંચાડવાનું કામ માત્ર આ માધ્યમો જ કરી શકે છે અને પ્રતિભાવ મેળવી શકે છે. બીજો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે અત્યાર સુધીનાં માધ્યમો જેવાં કે મુદ્રણ માધ્યમ, ફિલ્મ, રેડિયો, ટેલિવિઝન પર કોઈ વ્યક્તિ કે સરકારનો અંકુશ હતો, જ્યારે આજે સોશિયલ મીડિયા નિરંકુશ બન્યું છે. આ માધ્યમમાં દરેક વ્યક્તિને અભિવ્યક્તિની પૂરી મોકળાશ છે. અભિવ્યક્તિની આ આઝાદી બધાને સમાન રીતે મળી છે અને સ્થળ કે સમયનું બંધન પણ નથી. આપણે સહુ ગ્લોબલ વિલેજમાં રહીએ છીએ, જેમાં અલગ અલગ રાષ્ટ્રોની સીમા લોપાતી જાય છે. આજે નેટવર્ક દ્વારા એક “સાયબર વિશ્વ' બની રહેલું છે. એની અસર દુનિયાના રાષ્ટ્રોની દૈનિક પરિસ્થિતિઓ પર પડી રહી છે. ફેસબુક એ વિશ્વનાં રાષ્ટ્રો ઉપરનું એક વૈશ્વિક રાષ્ટ્ર બની ચૂક્યું છે. પ્રત્યાયનની નવી પ્રક્રિયાથી નવાં ધાર્મિક સંગઠન કે વ્યવસ્થા અસ્તિત્વમાં આવ્યાં છે. ઈન્ટરનેટ પર ધર્મ અને અધ્યાત્મ એ નવી ઊભરી રહેલી વૈશ્વિક ઘટના છે. ડિજિટલ યુગમાં એક નવો વર્ગ ઊભો થઈ રહ્યો છે; જે સીધેસીધો ધર્મ સંસ્થાન સાથે જોડાયેલો નથી, પણ સોશિયલ મીડિયાનાં જુદાં જુદાં પાસાંઓ સાથે જોડાયેલો છે. તે લોકો પોતાની જાતને કોઈપણ ધર્મ કે સંપ્રદાયના બંધન વગર અભિવ્યક્ત કરે છે. ઘણા યુવાનો જુદી જુદી એપ દ્વારા જોડાય છે, તો બીજી બાજુ ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના વિચારોની અભિવ્યક્તિ કરે છે. વ્યક્તિ આ માધ્યમ પર કંઈપણ કહે અથવા વીડિયો મૂકે એટલે સમાન વિચાર ધરાવતા કે અનુભવ ધરાવતા બહુ મોટા સમૂહ સાથે તે જોડાઈ જાય છે. ધાર્મિક કે આધ્યાત્મિક અનુભવોની આપ-લે કરી શકે છે. આજના યુવાનો જૈનદર્શનમાં કેળવણી વિચાર રેડિયો કે ટેલિવિઝનનો ઉપયોગ કરતા નથી, પરંતુ સ્માર્ટફોન, આઈપેડ, આઈપોડ અને કિંડલ જેવાં સાધનો દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહે છે. પરંપરાગત ધર્મ અને અત્યારના લોકોને જોડનારું આ માધ્યમ છે. આ પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં આજે આપણે જૈન ધર્મના શિક્ષણની વાત કરવાની છે. ભારતીય સંસ્કૃતિમાં આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરવાની અને ગુરુ-શિષ્યની પરંપરા હતી. શાળા-કૉલેજો સ્થપાતાં તે સંબંધ શિક્ષકવિદ્યાર્થીના સંબંધમાં પરિવર્તન પામ્યો. ગઈકાલ સુધી શિક્ષક પાસે જે હતું, તે વિદ્યાર્થી પાસે નહોતું. આજે એવું છે કે શિક્ષક પાસે જે માહિતી છે, એ જ માહિતી વિદ્યાર્થીને ઉપલબ્ધ છે. વળી એ વિદ્યાર્થી બીજા માહિતીસ્ત્રોતો દ્વારા ઘણું શીખતો હોય છે. આ રીતે પ્રત્યેક વિદ્યાર્થીની પાસે પોતાનો જ્ઞાનસંચય છે. જૈન પાઠશાળામાં અપાતું શિક્ષણ એક આત્મીય સંબંધ સ્થાપી આપે છે તો ઈન્ટરનેટ દ્વારા અપાતું શિક્ષણ વ્યાપકતા અર્પે છે. પહેલાં ધર્મને માટે વ્યાખ્યાનમાં જવું પડતું. આજે એમાં પરિવર્તન આવ્યું છે. એ વ્યાખ્યાન ઓનલાઈન મુકાતાં વિશ્વના કોઈપણ ખૂણે વસતો માનવી તે જ ક્ષણ વ્યાખ્યાન સાંભળી શકે છે. કોઈ મોટા અને મહત્ત્વના કાર્યક્રમોનો સાક્ષાત્ અનુભવ થાય છે. જૈનશિક્ષણનો વિચાર કરીએ ત્યારે પ્રશ્ન એ થાય કે ધર્મનું શિક્ષણ એટલે શું? તેમાં મૂલ્યો અને કર્મકાંડ મહત્ત્વના બની રહે છે. મૂલ્યથી જ વ્યક્તિનો આત્મા ધબકતો હોય છે. તો આવાં મૂલ્યો માનવીમાં કઈ રીતે રોપી શકાય? મંત્રો અને તેના અર્થ આપીને, પ્રસંગો દર્શાવીને, ધાર્મિક ભાવનાનું વાતાવરણ સર્જીને, વ્યાખ્યાન આપીને ધર્મના સિદ્ધાંતોનું શિક્ષણ આપી શકાય. આ બધાં વચ્ચે એક વાત યાદ રાખવી જોઈએ કે જૈન ધર્મમાં કેટલાક નિષેધો છે. તીર્થકર બતાવી ન શકાય. સાધુઓને જીવંત વ્યક્તિ દ્વારા ન બતાવી શકાય. એટલે જૈન + ૧૧૮ - ૧૧૯
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy