SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર તપોવન શિક્ષણપદ્ધતિમાં ગુરુ-શિષ્ય સાથે રહેતા હોવાથી ગુરુ શિષ્યમાં રહેલા દોષદર્શન કરાવી તેનાથી છોડાવે છે, તેનામાં સદ્ગુણો સંસ્થાપિત કરે છે. જીવનના સર્વાંગી વિકાસ માટે આવા સદ્ગુરુની પ્રેરણા અને માર્ગદર્શન અત્યંત આવશ્યક છે. સદ્ગુરુની શરણાગતિ સ્વીકારવાથી વિષય-કષાય, સ્વચ્છંદ આદિ દોષો અલ્પ પ્રયાસે નાશ પામે છે. સદ્ગુરુ મોક્ષમાર્ગના અનુપમ ભોમિયા છે. ગુરુકુળમાં રહેતા વિદ્યાર્થીઓના અહંભાવ અને મમત્વભાવ પર સદ્ગુરુ ઘા કરે છે, વિશાળ દૃષ્ટિ આપે છે અને અધ્યાત્મરૂપી ગગનમાં ઊડવા માટે જ્ઞાન-વૈરાગ્ય રૂપી બે પાંખો આપે છે. સદ્ગુરુ કાષ્ઠ સ્વરૂપ હોય છે કે જેઓ પોતે પણ સંસારસાગરથી તરે છે અને સાચા શિષ્યોને તારવામાં નિમિત્ત બને છે. આધ્યાત્મિક વિકાસ માટે તો પ્રત્યક્ષ સદ્ગુરુનું અવલંબન અતિ આવશ્યક છે. સદ્ગુરુનું વ્યક્તિત્વ ચેતનાસભર હોય છે. તેઓના સમગ્ર વ્યક્તિત્વમાંથી પવિત્રતાના સ્પંદનો નીકળતા હોય છે, જેની અસર તેઓના સંપર્કમાં આવનાર પર થતી હોય છે. તેઓનું પવિત્ર આભામંડળ (AURA) શિષ્યના જીવનવિકાસ માટે સહજ સહાયભૂત થાય છે. સદ્ગુરુ આત્માનું સ્વરૂપ સમજાવીને શિષ્યને સદ્ધર્મમાં સંસ્થાપિત કરે છે અને અંતે પરમપદની પ્રાપ્તિ કરાવે છે. “ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિટે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ.” જેઓએ પોતાના જીવનમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે અને તેને કારણે જેમનું નામ ઈતિહાસમાં અમર બન્યું છે તેની પાછળ તેઓએ લીધેલ શ્રી ગુરુનું શરણ અને તેમની કૃપાપ્રસાદી છે. શ્રી ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી, કુમારપાળ રાજાના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય, શિવાજીના ગુરુ સ્વામી રામદાસ, સિકંદરના ગુરુ એરિસ્ટોટલ હતા. * ૧૧૨ જૈનદર્શનમાં કેળવણી વિચાર નારિત વિદ્યા સમું ચક્ષુ | પણ ભારતીય પરંપરામાં સાચી વિદ્યા કોને કહી છે ? સા વિદ્યા યા વિમુક્તયે । – મુક્તિ અપાવે તે સાચી વિદ્યા. આવી વિદ્યા કેવી છે ? મળે છે. “न चोरहार्यं न च राजहार्यं न भातृभाज्यं न च भारकारी । व्यये कृते वर्धते एव नित्यम् विद्याधनं सर्व धनं प्रधानम् ॥” ‘શ્રી સાર સમુચ્ચય’ ગ્રંથમાં માનવજીવનનો સાર જણાવતા કહ્યું છે, सृजन्मनः फलं सारं यदेतद् ज्ञानसेवनम् । अनिगूहित वीर्यस्य संयमस्य च धारणम् ॥ વિદ્યા, ધન અને શક્તિનો સદુપયોગ કરવાની કળા ગુરુકુળમાંથી શીખવા विद्या विवादाय धनं मदाय शक्तिः परेषां परिपीडनाय । खल्वस्य साधोर्विपरीतमेतत् ज्ञानाय दानाय च रक्षणाय ॥ વર્તમાન શિક્ષણપદ્ધતિમાં તપોવન શિક્ષણપદ્ધતિની અત્યંત આવશ્યકતા છે. વર્તમાન શિક્ષણપદ્ધતિમાં વિદ્યાર્થીનું લક્ષ્ય સંસ્કારપ્રાપ્તિનું ન રહેતા માત્ર ડિગ્રી કે નોકરી પ્રાપ્ત કરવાનું રહે છે; જેને કારણે વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેન ચક્તેન મુંઝીયા: । નો આપણો મૂળ આદર્શ આજે જોવા મળતો નથી. ફેશન અને વ્યસનનો શિકાર બનતા વિદ્યાર્થીજીવન નષ્ટ પામે છે. આજે સમાજમાં કહેવાતા સાક્ષરોએ અનીતિ, ભ્રષ્ટાચાર આદિ દ્વારા દેશને નુક્સાન પહોંચાડ્યું છે. ‘સાક્ષરા વિપરીતા વ મત્તિ રાક્ષસા: ।' આમ બનવાનું કારણ સુસંસ્કારવિહીન કેળવણી છે. આજનું શિક્ષણ વિદ્યાર્થીઓને ઉત્તમ નાગરિક બનાવીને તેનો સર્વાંગી વિકાસ સાધવામાં નિષ્ફળ રહ્યું છે. એટલે જ આજે પ્રાચીન ગુરુકુળ પદ્ધતિની અતિ આવશ્યકતા છે. પરદુ:ખ પ્રત્યે સહિષ્ણુ બનવા અંગેની કેળવણી, ઉત્તમ મનુષ્ય બનવાની કેળવણી તપોવન-ગુરુકુળ પદ્ધતિ સુચારુ આપી શકે. ૧૧૩
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy