SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈનદર્શનમાં કેળવણી વિચાર આવું જ્ઞાન મેળવી શકે છે. આ આગમોનું સંશોધન કરીને તેમાંની જનહિતની, લોકોપયોગી બાબતોને દેશ-દુનિયા સમક્ષ આચારવંત બની મૂકી શકાય છે. તેની વર્તમાને ઉપયોગિતા સાબિત કરાવીને જ યોગ્ય પ્રચાર-પ્રસાર થઈ શકશે. (૯) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ મહાવીર સ્વામીના પાંચ મહત્ત્વના સિદ્ધાંતો છે. વિશ્વની મોટાભાગની સમસ્યાઓનું સમાધાન આ પાંચ સિદ્ધાંતોના આચરણમાં નિહિત છે. આ પાંચમાંથી માત્ર એક જ સિદ્ધાંતનો સહારો લઈ મહાત્મા ગાંધીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી સાર્વભૌમત્વ અપાવ્યું. આવા આ મહાન સિદ્ધાંતોની વર્તમાને ઉપયોગિતા કેવી રીતે છે, કઈ રીતે તેના દ્વારા સમસ્યાઓના સમાધાન મેળવી શકાય તે બાબતોને ખાસ વણી લેવી જરૂરી છે. (૧૦) સંસ્કૃત - પ્રાકૃત - અર્ધમાગધી એ ત્રણ ભાષા એવી છે કે જેમાં જૈનધર્મનું મોટાભાગનું સાહિત્ય રચાયેલું છે. મધ્યકાલીન યુગનું જૈન સાહિત્ય એ ભારતીય સાહિત્ય જગતમાં સંપૂર્ણપણે છવાઈ ગયેલું છે. એ સાહિત્યને બાદ કરો તો ભારતીય સાહિત્ય જગતમાં કશું જ નથી. એમ પણ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય. આવા આ સાહિત્યની લાખો હસ્તપ્રતો ભંડારોમાં સચવાયેલી પડી છે. તે હસ્તપ્રતો ઉકેલનારા સંશોધકોની વર્તમાને ઘણી ખોટ છે. જૈનશાળામાં, યુવાનોમાં, મહિલામંડળોમાં આ ત્રણે ભાષાનું જ્ઞાન યોગ્ય રીતે મળે તેવી વ્યવસ્થા કરવાથી એક મહત્ત્વની દિશામાં આગળ વધી શકાશે. આ તાલીમ પામેલા લોકોને યોગ્ય વળતર આપી હસ્તપ્રત સંશોધનની દિશામાં સારી રીતે આગળ વધી શકાશે, જેનાથી એક અતિ મહત્ત્વના કાર્યને વેગ મળશે. (૧૧) આજે આમ જુઓ તો માનવી સંવેદના-કરુણા વગરનો થતો જાય છે. ટીવીમાં હજારો લોકો મરી ગયાના સમાચાર જોતો જોતો તે મજેથી બત્રીસ જૈનદર્શનમાં કેળવણી વિચાર જાતના ભોજન આરોગી શકે છે. આ પ્રકારની સંવેદનહીનતા માનવીને ક્યાંયનો નહિ રહેવા દે, કરુણા-અનુકંપા-સંવેદનાના ગુણને કેળવવા પાંજરાપોળ, વૃદ્ધાશ્રમો, માનસિક વિકલાંગના આશ્રમો જેવા સ્થળોની મુલાકાતે બાળકોને, યુવાનોને, મહિલાઓને લઈ જઈ તેમની સેવા-સુશ્રુષા કરી શકે તેવા કાર્યક્રમો ગોઠવવા જોઈએ, જેનાથી ભાવાત્મક વિકાસ સાધી શકાય છે. (૧૨) જૈન ધર્મનો ઈતિહાસ પણ બાળકોના-મહિલાઓના અભ્યાસક્રમમાં લેવાની ખૂબ જરૂરિયાત છે. જૈન ધર્મનો ભવ્ય ભૂતકાળ, તેમના શુદ્ધધર્મી ચાર જંગમ તીર્થો વિશેની વિશેષ જાણકારી હશે તો વર્તમાને પણ લોકોમાં તેવા સદ્દગુણો ખીલશે. ધર્મના મૂળ તત્ત્વો જળવાશે. (૧૩) જૈન ધર્મમાં ઘણા પર્વો ઉજવવામાં આવે છે જેમકે પર્યુષણપર્વ, આયંબિલ ઓળી, ગુરુપૂર્ણિમા, મહાવીર જયંતિ, મહાવીર નિર્વાણદિન, જ્ઞાનપંચમી, વગેરે. જૈન ધર્મના આ પર્વો લોકોત્તર પર્વો છે. અન્ય લૌકિક પર્વોથી જુદા છે. તે અલગ કઈ રીતે છે ? શા માટે છે ? તેનું મહત્ત્વ શું છે ? આ બધી બાબતોનું જ્ઞાન અભ્યાસક્રમમાં આવરી લેવાની ખૂબ જરૂર છે. દીપાવલી જેવા પર્વનું મહત્ત્વ એક જૈન માટે અલગ જ હોય એ અનુભૂતિ જૈનોને થવી જરૂરી છે તો જ જૈન ધર્મની વિશિષ્ટતા ઉજાગર થઈ શકશે. (૧૪) વ્યસનમુક્તિનું શિક્ષણ પણ અભ્યાસક્રમમાં આવરી લેવાની જરૂર છે. દિવસે દિવસે પાશ્ચાત્યનું આંધળું અનુકરણ થતું જાય છે, તેમ તેમ માંસાહાર, દારૂ, પાન-માવા, ગુટકા વગેરે પ્રત્યે લોકોની સૂગ ઓછી થતી જાય છે. ઘણી વખતે તો દારૂ વગેરેને status symbol માની ઘણા લોકો તેના રવાડે ચડી જાય છે. વ્યસનથી કેવી બરબાદી થાય છે તેની યોગ્ય સમજણ અભ્યાસક્રમોમાં આવરી લેવી જરૂરી. (૧૫) વર્તમાને જો કોઈ ચિંતાજનક અને સાથે ચિંતનાત્મક પણ બન્યો હોય - ૯૩
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy