SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈનદર્શનમાં કેળવણી વિચાર પાઠશાળાના સંચાલનમાં આ ચારેય અંગનું સરખું મહત્ત્વ છે. આ ચારેય અંગોની ફરજ આ પ્રમાણે છે. બાળકોએ વિચારવું જોઈએ કે આપણને માનવભવ મળ્યો છે – જિનશાસન મળ્યું છે – સાચા દેવ-ગુરુ અને ધર્મ મળ્યા છે તે બધું જ મારા આત્મકલ્યાણ માટે મળ્યું છે, માટે મારા આત્માના કલ્યાણ માટે ધર્મનું આચરણ કરવું જોઈએ. જેમ શાળાનું ઘરકામ કરવા માટે સમય કાઢું છું તેવી રીતે થોડો સમય પણ કાઢી દેવદર્શન, સ્વાધ્યાય વગેરે કરવા જોઈએ. જે મા-બાપ જિનશાસનને પામેલા છે, સદ્ગુરુને માન આપનારા છે – જિનેશ્વર ભગવાને ચીધેલા માર્ગને અનુસરે છે – તેઓ આદર્શ મા-બાપ છે. બાળકને ધર્મના સંસ્કાર આપવા માટે સક્ષમ છે. શુભ પ્રસંગે પણ ધર્મન ભૂલતા નથી. વિદ્યાગુરુઓને ભૂલતા નથી, અને પ્રસંગોપાત પાઠશાળાઓમાં દાન આપે છે. તે મા-બાપ ધનના વારસા સાથે ધર્મનો અમૂલ્ય વારસો પણ બાળકોને આપતા જાય છે. વિદ્યાગુરુ, જ્ઞાનદાતાની ફરજ પણ વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમભાવ રાખવાની છે. તેઓ પોતે પણ શ્રેષ્ઠ આચરણવાળા હોવા જોઈએ અને બાળકોને રસ પડે તેવી દષ્ટાંત કથાઓ દ્વારા દર્શન અને જ્ઞાન-ચારિત્રનું એવું શિક્ષણ આપે છે બાળકમાં ધર્મના સંસ્કાર- બીજ ઊંડા રોપાઈ જાય. તેમને તેમના કામનું યોગ્ય વળતર મળવું જોઈએ. તે જોવાનું કામ પાઠશાળાના કાર્યવાહકોનું છે. પાઠશાળાના કાર્યવાહકોનું જીવન પણ હેય-ઉપાદેયના વિવેકવાળું, ધર્મપરાયણ, સાદું, સંતોષી અને સદાચારી હોવું જોઈએ. પાઠશાળાની મુલાકાત લેનાર કાર્યવાહકે બાળકોમાં પ્રોત્સાહન વધે, જાગૃતિ વધે એવી રીતે કદર કરીને બક્ષિસ આપવી જોઈએ. શિક્ષકોની પણ કદર કરવી જોઈએ. - પર ગમે તેવો રોગી માણસ શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ દવા અને વિશુદ્ધ હવાની મદદથી પોતાના દુર્બળ દેહને તંદુરસ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેવી રીતે વિવેકી અને ધર્મપ્રેમી પુણ્યાત્માઓએ પણ જાતજાતની આકર્ષક યોજનાઓ રજૂ કરીને બાળકો અને માબાપોનું સમ્યકજ્ઞાન પ્રત્યે આકર્ષણ વધારી પાઠશાળાની હાલત સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાઠશાળા સંબંધી થોડો વિવેક જાળવવો પણ ખૂબજ અગત્યનું છે. પાઠશાળામાં ક્યારે પણ સ્નાન કર્યા વગર, મેલા અથવા મર્યાદા રહિત વસ્ત્રો પહેરીને જવાય નહીં. હાથપગ ધોઈ, શુદ્ધ વસ્ત્રો પહેરી, વાળ વ્યવસ્થિપણે ઓળીને જ પાઠશાળાએ જવું. મોડા ક્યારેય ના જવું. હંમેશાં સમયસર જવું અને વર્ગ પૂરો થાય ત્યારે શિક્ષકને પ્રણામ કરીને જ બહાર નીકળવું. વર્ગમાં વાતો કરવી નહીં, તેમજ ખાવું કે પીવું નહીં. ધ્યાન રાખીને ભણવું. શિક્ષક સામે બોલવું નહીં. એકબીજાને ‘તમે' કહીને આદરથી બોલાવવા, જેથી પરસ્પર પ્રેમભાવ રહેશે. શક્ય હોય ત્યાં સુધી પાઠશાળાનો સમય દિવસ દરમિયાન રાખવો. સૂર્યાસ્ત પછીનો હોય તો ખાદ્ય પદાર્થની પ્રભાવના કરવી નહીં. બાળકને લાલચ થાય એવું કરવું નહીં. ધર્મનો આધાર જ્ઞાન છે. માટે ધર્મજ્ઞાનને વધુમાં વધુ મહત્ત્વ આપીએ અને શ્રીમંતોને પ્રેરણા આપીએ કે તેમની સંપત્તિનો ઉપયોગ ધર્મજ્ઞાનના પ્રચારમાં, સ્વાધ્યાયપીઠ જેવી સંસ્થાઓમાં અને પાઠશાળાઓમાં કરે. પાઠશાળાઓ જિનશાસનને જયવંતુ બનાવે છે. આજના વિષમકાળમાં તેની ખૂબ જરૂર છે. જૈનોને પોતાના ધર્મસિદ્ધાંતોની જાણકારી મળે-ગતિશીલ જીવન સાથે તાણમુક્ત લોકો જૈન ધર્મને અનુસરીને શાંતિમય સહઅસ્તિત્વ, ચિંતામુક્ત જીવન અને સર્વાગ વિકાસનો રાહ ચીંધે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના સિદ્ધાંતોને ૫૩
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy