SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈનદર્શનમાં કેળવણી વિચાર જિનેન્દ્ર, મુહપતિ, પાપના પગથિયા, કંદમૂળના, ગેરલાભ, દસ બોલ, અસાતનાથી બચવાના ઉપાયો, પાંચ અભિગમ, શ્રાવક-શ્રાવિકાની ઓળખાણ, ગુરુદેવો સમક્ષની ભાષા, પ્રભુ મહાવીરનો પરિવાર, પર્વો, ધાર્મિક ઉપકરણો, ન બોલવાના ગુણ, ગુરુવંદન, વંદણાના લાભ, બારાખડી, ૧૬ બોલ, જીવનમાં કરવાનું કાર્ય થી માંડી પ્રભુનો સમીપ પહોંચવાના સ્તવનોની શૃંખલા આપી ૧૦૦ ની અનુક્રમણિકા પૂરી કરી છે. ઉપરોક્ત શીર્ષકો તો ૧ થી ૩૦ જ હતા. સો સુધી શું શું મળશે તેની તો કલ્પના જ કરવી રહી.. બસ આ જ બતાવે છે કે એક જૈનીને ઘડવા માટે જૈનશાળા-પાઠશાળા ને શિબિર જ મહત્ત્વની છે. બીજા કોઈ માધ્યમની જરૂર નથી. જૈન ધર્મની તમામ કેળવણી આમાં મળી જાય છે અને તેમાં જ તેનું સંપૂર્ણ મહત્ત્વ - વિચાર સમાઈ જાય છે. કોઈ અન્ય ધર્મના માધ્યમો, ગુરુઓ, દૃષ્ટાંતો ને શિલાલેખોની કોઈ જરૂર નથી. જૈનધર્મનો પોતાનો જ અદ્વિતીય વારસો છે કે જેની કિંમત આંકી શકાય તેમ નથી. જૈનોને મળેલો નવકાર મંત્ર “અજર અમર' છે, તે જ તેનો પાયો છે. કોઈ શક્તિ તેને પરાસ્ત કરી શકશે નહીં. છાની રીતે પ્રકાશિત કરતા ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો જૈન આગમો મુજબ જ વાત કરતા હતા, પરંતુ હવે ખુલ્લેઆમ જૈનધર્મના સિદ્ધાંતો, નમસ્કાર મંત્ર (શાશ્વતો મંત્ર) ને જૈની આગમોને સ્વીકારે છે. અબજો વર્ષ પહેલાં શું હતું, હાલ શું છે ને હવે શું થશે તે બધું જૈનદર્શનમાં આવી જાય છે. તેથી તમામ દેશની સરકારો પણ જૈનીઝમ થિયરીને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. કંઈક છે નહિ, બધું જ છે, તેવું બોલાતું થયું છે. બીજા માટે જીવતા જૈન જીવો અહિંસાના પૂજારી ગણાય છે. “આપી જાણે’ તેવા ટાઈટલથી નવાજાયા છે. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ વૈષ્ણવ વણિક હતા. આજાનબાહુના અધિકારીઓ આજ કારણે રાષ્ટ્રપિતાનું બિરુદ પામ્યા હતા. - ૩૪ જૈનદર્શનમાં કેળવણી વિચાર ભૂતકાળમાં ડોકિયું કરીએ તો પ્રભુ આદિનાથના ભૂપતિ ખેડૂતો જૈનધર્મ જ પાળતા ને જૈની કહેવાતા. ભગવાનની જ કેળવણી પામેલા. ઉત્તરોત્તર રાજાશાહીના પ્રધાનિક પદ જૈન વણિકોને જ સોંપાતું. વર્તમાન સરકારના અનેક ઉચ્ચ સ્થાનોએ જૈનોને બુદ્ધિદાયક ખાતાઓ જ સોંપાય છે. ધર્મમાં પણ જૈન ધર્મ મહાન ગણાય છે. એક કે અનેક વ્યાપારમાં સાહસિક જૈનોનું ઘણું જ પ્રદાન છે. અરે... કમાવામાં તો શ્રેષ્ઠ પણ દાની તરીકે પણ જૈનો જ પ્રખ્યાત છે. ઐતિહાસિક અમર પાત્રોમાં પણ દાનવીરો ને શૂરવીર જૈનોનું આદાન-પ્રદાન છે. અન્ય ધર્મ કરતાં જૈનોનો ધર્મ ત્યાગનો ને સીધો મોક્ષ પામવાનો માર્ગ બતાવનારો છે. કારણ માત્ર વણિકોને જ પ્રાધાન્ય નથી. કારણ તમામ તીર્થંકરો ક્ષત્રિય જ હતા. હાલ દીક્ષા ગ્રહણ કરતા સાધુ-સાધ્વીઓમાં પણ અજૈનો છે. અરે... વેપારીવર્ગ તેના વાર્ષિક ચોપડે પણ શ્રી ગણેશાય નમઃ બાદ અભયકુમારની બુદ્ધિ (જૈનની) હોજો લખે છે. કહે છે કે લક્ષ્મીદેવી પણ જૈનોની આરાધનાએ વધારે વરસે છે. સંક્ષિપ્તમાં લખીએ કે વિસ્તારથી પણ એ મહત્ત્વનું છે કે જૈનધર્મમાં મળતું શિક્ષણ ને કેળવણી એક અજોડતાને વરેલી છે કે જે કોઈ જૈનધર્મની કેળવણી અને ધર્મ સ્વીકારે તેનો બેડો પાર થયા વિના રહેતો નથી. પંચમકાળ કઠિન છે” સૌ જાણે છે. પળેપળ મુશ્કેલી ને કાંટાળી જણાય છે. આવક સામે જાવક વધારે છે. સત્ય સામે અસત્ય વધારે જોર કરી રહ્યું છે. હિંસાની તો એ જ હારમાળા જોવાય છે. ધર્મ કે કર્મની કોઈને બીક નથી કે કોઈને પડી નથી. અરે... યુવાનોને ફાસ્ટ જિંદગીમાં મોતનો પણ ભય નથી. ખોટું, ખુરશી ને ખડકધારી ને જ બધા સ્પર્શતા જણાય છે. તો આ તકે એટલું તો જરૂર કહેવાશે.... - ૩૫ -
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy