SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ # G E%E%e0ઉં તપ તત્ત્વ વિચાર ## 9989%E0%a ક્ષીરાશ્રવલબ્ધિધારક, કેટલાક મધની જેમ સર્વદોષોપશામક વચનો બોલનારા મધ્વાવ- લબ્ધિધારક, કેટલા ક ઘીની જેમ પરસ્પર સ્નિગ્ધતા-સ્નેહ ઉત્પન્ન કરે તેવા વચનો બોલનાર સખ્રિસાશ્રયલબ્ધિધારક, કેટલાક પોતે લાવેલી ભિક્ષા સ્વયં વાપરે નહિ અથવા જે ઘરેથી ભિક્ષા લીધી હોય તે દાતા સ્વયં જમે નહીં ત્યાં સુધી લાખો વ્યક્તિઓ ભોજન કરે, છતાં ખૂટે નહીં તેવી અક્ષીણ મહાનલબ્ધિ ધારક, કેટલાક મન:પર્યવજ્ઞાનના ધારક, વૈકિયલબ્ધિ ધારક, કેટલાક મન પર્યવજ્ઞાનના ધારક, વૈકિલબ્ધિ ધારક, ગમનસંપન ચારણલબ્ધિધારક, વિદ્યાધર, આકાશગામિની વિદ્યાના ધારક એમ અનેક વિવિધ પ્રકારની લબ્ધિઓના ધારક હતા. 6% E6%%eણ જ્ઞાનધારા©©©©©©©©©©e આગમ મુખ્યત્વે અંગ-ઉપાંગ, મૂળસત્ર, છેદસૂત્ર, આવશ્યક, પ્રકીર્ણક આદિ વિભાગમાં વહેંચાયેલા છે. આ બધા જ આગમો રત્નનિધિ છે. એમાં યત્ર-તત્ર તપનું વર્ણન પ્રાપ્ત થાય છે. એમાંથી બધા આગમોના તપનું વર્ણન કરવું મુશ્કેલ છે. એમાંથી પ્રથમ ઉપાંગસૂત્ર ઔપપાપિકનું વર્ણન અહીં પ્રસ્તુત છે. આ આગમમાં શરૂઆતમાં નગરીનું વર્ણન કરી કોણિક રાજાની રાજવ્યવસ્થા, ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાનના પદાર્પણ સમયે મહોત્સવ જેવો આનંદ-ઉત્સવ વગેરેથી સિદ્ધ થાય કે તે આત્મા રાજા સમાન છે એણે સિદ્ધક્ષેત્રરૂપ નગરમાં જવાનું છે. એ માટે કેવળજ્ઞાન - કેવળદર્શન જરૂરી છે. એનું આગમન થતાં મહોત્સવ જેવો આનંદ થાય છે. પછી પોતાના નગર-સિદ્ધ ક્ષેત્રમાં એ મોક્ષગતિનો રાજમાર્ગ છે જેનું અહીં વિવેચન પ્રસ્તુત છે. ઔપપાતિક સૂત્રમાં તપનું વર્ણન :- ઔપચારિક સૂત્રમાં મહાવીર ભગવાનના શિષ્યો શ્રમણોના તપનું સજીવ ચિત્રણ થયું છે. તપસાધનાનું તેજ છે. ઓજ છે અને શક્તિ છે. તપશૂન્ય સાધના નિષ્ણાણ છે. સાધનાનો ભવ્ય મહેલ તપના મજબૂત પાયા ઉપર દીર્ઘકાળ ટકી શકે છે એ સિદ્ધ કરવા ખુદ મહાવીર ભગવાને પણ ઉગ્ર તપસ્યા કરી આપણને આદર્શ પૂરો પાડયો છે. તપ આત્મશુદ્ધિ માટે કરવાનું છે, નહીં કે દેહદમન માટે. આત્મશુદ્ધિ માટે આત્મવિકારો -કર્મમળને તપાવવાના છે. જેમ અણુભઠ્ઠીમાં સોનું તપીને શુદ્ધ થાય છે એમ તપરૂપ ભઠ્ઠીમાં આત્મશુદ્ધિ થાય છે. આ સૂત્રમાં પણ ભગવાન મહાવીરના શિષ્યોની દિનચર્યાના માધ્યમથી તપનું વર્ણન છે. એ તપને કારણે કેવી કેવી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, એનું વર્ણન પણ છે. આ શ્રમણો મન-વચન-કાયબલ સંપન્ન, શ્રદ્ધા-જ્ઞાનચારિત્રબલ સંપન્ન તો હતા જ, સાથે સાથે કેટલીય લબ્ધિઓ હતી જેમ કે કેટલાકના મળ, મૂત્ર, મેલ, સ્પર્શ, નખ; કેશ આદિ સર્વ ઔષધિરૂપ બને એવા સર્વોષધિલબ્ધિના ધારક હતા. કેટલાક શ્રમણો કોટકબુદ્ધિના ધારક-શ્રુતજ્ઞાનને જીવન પર્યંત સુરક્ષિત રાખનાર, કેટલાક બીજબુદ્ધિના ધારક=અલ્પ શબ્દોથી વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત કરનાર પટબુદ્ધિધારક = ત્રાર્થના વિશિષ્ટ અર્થને પામનાર, કેટલાક એક પદથી અનેક પદનું જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે તેવા તેવી પદાનુસારી લબ્ધિના ધારક હતા. કેટલાક એક ઈન્દ્રિય પાસેથી બીજી ઇન્દ્રિયોનું કામ કરાવી શકે તેવી સંભિન્ન શ્રોત લબ્ધિધારક, કેટલાક દૂધની જેમ કાનને પ્રિય અને મનોહર લાગે તેવા વચનો બોલનાર ૧૫૪) આ શ્રમણોમાંથી કેટલાક કનકાવલી તપ, એકાલવી, રત્નાવલી, લઘુસિંહ નિષ્ક્રીડિત તપ, મહાસિંહ નિષ્ક્રીડિત, ભદ્ર પડિમા, સર્વત્તોભદ્ર પડિયા, વર્ધમાન આયંબિલ તપ આદિ વિવિધ તપના કરનાર હતા. ટૂંકમાં ૧૨ પ્રકારના તપ કરનાર હતા. એ ૧૨ તપનું વિશદ ભેદ-પ્રભેદ સહિત વર્ણન આ સૂત્રમાં કરાયું છે. ૧૨ તપ પ્રસિદ્ધ છે તેથી અહીં માત્ર એમનો નામનિર્દેશ જ કરું છું. અહીં પ્રશ્નોત્તરરૂપે તેનું વર્ણન છે. “જિં તં વાદથી શરૂઆત થઈ છે. તે તપ છ પ્રકારના બાહ્ય છે અને છ પ્રકારના અભ્યતર છે. છે બાહ્ય ત૫ (૧) અનશન (૨) ઉણોદરી (3) ભિક્ષાચર્યા (વૃત્તિસંક્ષેપ) (૪) રસ પરિત્યાગ (૫) કાયકલેશ અને (૬) પ્રસલીનતા. છ અત્યંતર : (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવૃત્ય (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યત્સર્ગ. પૂર્વે જે રત્નાવલી, કનકાવલી આદિ તપનો ઉલ્લેખ છે એ તપનું વિસ્તૃત વર્ણન સૂત્રરૂપે ‘અંતગડદશા સૂત્રમાં મળે છે. અંતગંડદશા = અંતગંડદશાંગ નામે પણ ઓળખાય છે. આ આઠમું અંગસૂત્ર છે જેમાં ધર્મકથાનુયોગ છે. આ સૂત્રમાં ભોગમાંથી યોગ તરફ જનારા ૯૦ અંતકૃત જીવોના ચરિત્રનું વર્ણન છે. અનંતકાળથી સંસારમાં રખડતા રખડતા જેમણે સંસારનો અંત કર્યો છે તે અંતકૃત જીવો છે. આ સૂત્ર તપપ્રધાન છે. અનંતા ભવના પાપકર્મો તપ વિના ખપાવી શકાતા નથી. તે પૂર્વસંચિત કર્મો બળીને ભસ્મીભૂત ન થાય ત્યાં સુધી જીવાત્મા મુક્તાત્મા સિદ્ધ પરમાત્મા બની શકતો જ નથી. તેથી સંયમ લઈને ૧૫૫)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy