SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 18181818181818181818181818M ŞI GERI 91818181818181818181818181818 કરશે. બસ મને રજા આપો ગુરુ પાસે જવાની !' માધવજીભાઈ ! સ્ટ્રીક થઈ ગયા. ‘રતિલાલ તું શું સમજે છે ? દીક્ષા એ શું ખાવાના ખેલ છે ? બિલકુલ દીક્ષાનું નામ નહીં લેવાય. ઘરમાં રહો, દુકાને બેસીને ધંધો કરો. મારા બેટાને ધંધો કરવો નથી. બસ બેઠા-બેઠા ખાવા મળે માટે દીક્ષા લેવી છે. જા સામે ઊભો ન રહે. દુકાને જા, હાલતો થા !' ૧૪ વરસના રતિલાલની આંખમાંથી દડ-દડ આંસુ પડવા લાગ્યાં. નિરાશ થઈ ગયો. મૌન થઈ ગયો પણ મન વિચારે ચડ્યું. ‘રજા નહીં આપે તો ભાગી જઈશ, પણ મારે આ ઘરની ચાર દિવાલો વચ્ચે તો નથી જ રહેવું.' કોઈ એક દિવસ મોકો જોઈ રતિલાલ ઘરેથી ભાગી જાય છે ને પ્રાણનાં ચરણોમાં પહોંચી જાય છે. બસ, હવે તેને શાંતિ થઈ. આ બાજુ માએ બે-ચાર કલાક રાહ જોઈ. રતિલાલ ન આવ્યો એટલે માધવજીભાઈને વાત કરી. રતિલાલ ક્યાં છે? ચાર કલાક થયા ઘરમાં નથી. માધવજીભાઈ ને જમકુબા તથા ભાઈ-બહેનોના જીવ ઉચક થઈ ગયા. ચારે બાજુ બધાં ગોતવા નીકળી પડયા. તપાસ કરતાં ખબર પડી કે કોઈએ કહ્યું કે તને બસ-સ્ટેન્ડ પર જોયો હતો, તો કોઈ કહે બસમાં ચડતાં જોયો હતો. માધવજીભાઈ સમજી ગયા, તે ભાગી ગયો છે ને પ્રાણગુરુ પાસે પહોંચી ગયો હશે. જમકુબા કહે, હવે તો પોલીસને ત્યાં મોકલો. તેનાથી જ આવશે. આપણું માનશે નહીં. માધવજીભાઈએ પોલીસ મોકલી. જ્યાં ગુરુપ્રાણ હતા ત્યાં ગયા. ગુરુપ્રણ પોલીસને જુએ છે ને આખી વાત સમજી જાય છે. ગુપ્રાણ ક્યારેય કોઈનાથી ડરતા ન હતા કે કોઈનાથી ડગતા ન હતા. તેમણે પોલીસને કહ્યું, આ રહ્યો બાળક જેને તમો શોધી રહ્યા છો. તેને અમે બોલાવ્યો નથી. તેને અહીંથી જવું નથી. છતાં તેની ઈચ્છા હોય તો લઈ જાઓ. તમારો અધિકાર છે પણ તેની ઇચ્છા ન હોય ને લઈ જાઓ તે તમારો અધિકાર નથી. રતિલાલને ઘરે જવું નથી. મા આવે છે ને પરાણે ઘરે લઈ જાય છે. બાળક પર બધાં કડક થઈ ગયા છે. ગુસ્સો કરે છે, કષ્ટ આપે છે, પણ રતિલાલ હવે પાછો પડે તેવો નથી. તેણે તો દઢ નિર્ણય કર્યો છે કે દીક્ષા જ લેવી છે. છેવટે મા-બાપ થાકે છે ને ભણવાની રજા આપે છે. કોઈ એક દિવસ ગુરુસાનિધ્યે રહેતા અને અભ્યાસ કરતાં તાવ આવવા લાગ્યો. ઉપચારો વ્યર્થ થાય છે. સંઘ થાકી ગયો. સંઘે નક્કી કર્યું. વૈરાગીને ઘરે મોકલી દેવો જોઈએ. ગુરુપ્રાણ સહમત થઈ ગયા. રતિલાલને ઘરે જવું નથી પણ ગુરઆજ્ઞા થતાં તે % E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ ઘરે ગયો. માધવજીભાઈ તો ગુસ્સામાં જ હતા. તેમણે રતિલાલને જોયો ને કહી દીધું. કેમ તને ત્યાં ન સાચવ્યો ? કેમ ઘરે આવ્યો ?' પણ મા તો મમતાની મૂર્તિ. તે રતિલાલને ભેટી પડી અને બીમાર રતિલાલની પ્રેમથી સારવાર કરવા લાગી. દવા, આહાર અને માનો પ્રેમ બધું અનુકૂળ મળવાથી રતિલાલની તબિયત સુધરવા લાગી. શરીરમાં તાકાત આવવા લાગી. ધીરે ધીરે રતિલાલ નોર્મલ થવા લાગ્યો. થોડુંક સારું થયું અને ફરી મન ગુસાનિધ્યમાં જવા ઉતાવળું થઈ ગયું. આંખો બંધ કરે ને ગુરની આકૃતિ દેખાય. રતિલાલ ગુરુના પ્રેમબંધમાં બંધાય ગયો છે તેથી - "જ્યાં જ્યાં નજર મારી પડે, યાદી ભરી છે આપની'. રતિલાલને દરેક પદાર્થમાં ગરું દેખાય છે. હવે ગુરુ પાસે જવા મન તલપાપડ થઈ રહ્યું છે. તેના કાનમાં ગુરુના શબ્દો જ ગુંજતા હતા. તેનું હૃદય ગુરુમિલન માટે ધડકતું હતું. તેના મનમાં તો ગુરનું જ સ્મરણ હતું, તેથી માનો પ્રેમ તેને અસર કરતો નથી. જમકુબા ઘણું સમજાવે છે પણ જેને એકવાર સંસારનું સ્વરૂપ સમજાય ગયું છે તેને હવે માના શબ્દો અસર કરતા નથી. રતિલાલને દીક્ષા માટે મા ના પાડે છે તેથી જ અટકાવે છે, તિરસ્કારે છે, હડધૂત કરે છે, પણ જેનો આત્મા જાગી ગયો છે તેને કોઈ રોકી શકતું નથી. મહિનાઓ વ્યતીત થઈ ગયા, છતાં મા-બાપ ઢીલા પડતા નથી. ત્યારે રતિલાલ સમજાવે છે કે તમે તમારા મોહ ખાતર મારી જિંદગી શા માટે બગાડો છો? તમને હું એક જ દીકરો ક્યાં છું? હું એકનો એક દીકરો હોઉં તો તમારે વિચાર કરવો ઘટે, પણ મારા સિવાય તમારે તો દીકરાઓ છે. માટે મને રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપો. જંબુકુમાર એક જ હતા છતાં તેનાં મા-બાપે રોક્યા નહીં, તો આપ મને રજા આપો.' ભલે, તારે તારે દીક્ષા લેવી હોય તો લેજે પણ થોડાં વરસ ધર્મનો અભ્યાસ કર. ગુરુ પાસે રહી અભ્યાસ કરવો જરૂરી છે. ત્યાં થેડા જ સમયમાં સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ સાધુસમુદાય સાથે વિહાર કરી વાવડી ગામમાં પધાર્યા. પૂ. ગુરુદેવનો પ્રભાવ એવો હતો કે લોકો કામ-ધંધો છોડી ઘરકામ છોડી ગુરુને સાંભળવા આવતા હતા. નાનું ગામ હોવા છતાં હૉલ ચિક્કાર ભરાઈ જતો હતો. નાનો રતિલાલ પણ ગુરુ પાસે પહોંચી ગયો ને ચરણમાં મસ્તક ઝુકાવી દીધું. ચરણસ્પર્શ થતાં જ દિવ્ય શાંતિનો અનુભવ થવા લાગ્યો. હવે ચરણ પરથી મસ્તક ઉઠાવવાનું મન થતું નથી. આંખોમાંથી હર્ષનાં આંસુઓ વહેવા લાગે છે અને એ આંસુની ધારથી ગુરુચરણનું પ્રક્ષાલન થઈ રહ્યું છે. ગપ્રાણની આંખોમાંથી પ્રેમ વરસી ૮
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy