SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા સેંકડો મૂર્તિઓ, આયાગપટ્ટો વગેરે મળ્યા. આ સ્થળ પર એક સ્તંભ કોઈએ સ્થાપિત કર્યો અને એને કંકાળી દેવી તરીકે પૂજવા લાગ્યા. કંકાળીટીલા (જૈન સ્તૂપનું સ્થળ)માંથી એક મહાવીરસ્વામીની પ્રતિમાનું પબાસન મળ્યું છે, જેનેએક મહિનાના ઉપવાસ બાદ વિજયશ્રી નામની સ્ત્રીએ પ્રતિસ્થાપિત કરાવી હતી. આ પ્રમાણે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે પણ તપસ્યા બાદ કંઈક ધાર્મિક કાર્ય કરવાનો રિવાજ પ્રચલિત હતો. બાહુબલીની તપસ્યા ઘણી જ તીવ્ર હતી. શરીર પર વૃક્ષની વેલો વીંટળાઈ ગઈ હતી. તેઓ જ્યાં કાઉસગ્ગ તપ કરતા હતા તે સ્થળે ઉધઈના રાફ્સાઓ થઈ ગયા હતા. સાધનામગ્ન બાહુબલીની પ્રતિમા ઘણે સ્થળે છે પરંતુ એમાં સર્વોપરી સ્થાન શ્રવણબેલગોડાની ૫૭ ફૂટ ઊંચી, પત્થરના પહાડને કોતરીને વીર માર્તંડ ચામુંડરાય દ્વારા ઈ.સ. ૯૮૩માં નિર્માણ પામેલ પ્રતિમા ભાગવે છે. તે ઉપરાંત બાહુબલીને બાહ્મી અને સુંદરી માન-અભિમાન ત્યજવા માટેની વિનંતી કરવા આવેલ પ્રતિમા એલોરાની ગુફાની છે. દક્ષિણ-ભારતમાં કાર્કલ અને વેલુરમાં ઈ.સ. ૧૫થી ૧૬મી સદીની આવેલી છે જે પણ ઘણી પ્રભાવશાળી છે. તપસ્યાના સંદર્ભે શ્રવણબેલગોલાની સામેની ચંદ્રગિરિ પર્વતની ગુફામાં અનશન કરેલ મહાપુરુષાની યાદીમાં ભદ્રબાહુસ્વામી અને ‘ચંદ્રગુપ્ત બસદી’માં ચંદ્રગુપ્તમૌર્યે કરેલ તપસ્યાને શીલ્પોમાં અંકિત કરેલી જોવા મળે છે. ચામુંડરાયે પણ અહીં જ સંલેખના વ્રત લીધું હતું. આમ શીલ્પો અને ચિત્રો પરથી પ્રભુ મહાવીરના સમય પછી પડેલા ૧૨ વર્ષીય દુષ્કાળમાં જૈન સંઘ સ્થળાંતર કરીને દક્ષિણમાં આવ્યો અને બાર વર્ષથી વધુ સમય સુધી રહ્યો. કેટલાયે ગ્રંથોનું સર્જન થયું. સાધુઓને તપ, તપસ્યા અને આવાસ માટે ગુફાઓ બની એ સર્વ આજે પણ જૈન સંઘની તપસ્યાની મહત્તા બતાવે છે. ૧૨૮ ******************e જૈન આગમના તેજસ્વી તપસ્વી રત્નો - ડૉ. કેતકી યોગેશ શાહ (મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘ગુણસ્થાનક’ પર Ph.d. કર્યું છે. હાલમાં ધાર્મિક ૧૮મી શ્રેણીનો અભ્યાસ તેમ જ દશવૈકાલિક કંટસ્થ કરી રહ્યાંછે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં ભાગ લે છે.) જૈન દર્શનમાં તપનું અનોખું અને આગવું માહાત્મ્ય દર્શાવાયું છે. તેની એક ક્રિયામાં, અનુષ્ઠામાં, સાધનામાં, આરાધનામાં તપનું માહાત્મ્ય દર્શાવાયું છે. મોક્ષમાર્ગના ચાર પાયા - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ (ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૮/ ૨, ઠાણાંગ સૂત્ર) તો ચાર પ્રકારના ધર્મ-દાન, શીલ, તપ, ભાવ તો પાંચ આચારજ્ઞાનચાર, દર્શાનાચાર, ચારિત્રચાર, તપાચાર, વીર્યાચાર - (ઠાણાંગ સૂત્ર) જે દરેકમાં તપનો સમાવેશ થાય છે. દશવૈકાલિક સૂત્રના પહેલા અધ્યાયમાં પહેલી ગાથા : धम्मो मंगलं मुकिकर्ड, अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्स धमम्मे सया मणो ॥ - આ ગાથા અહિંસા, સંયમ અને તપના સૌંદર્યને પરખાવતી, તેના મહિમાને બતાવતી, લોકોત્તર સૌંદર્યથી ભરેલી છે. જો ભગવાન મહાવીરના ધર્મનો આત્મા અહિંસા છે, શ્વાસોશ્વાસ સંયમ છે તો તપ તેનો દેહ છે. નવ પદમાં નવમું પદ ‘નો તવા’ એ પણ તપ આરાધનાનું છે. તીર્થંકર નામ કર્મ બાંધવાનાં વીસ સ્થાનકોમાં પણ ‘બાર પ્રકારનાં તપની નિર્જરા કરવી’ એ એક કારણ છે (જ્ઞાતા ધર્મકથા સૂત્ર - અધ્યયન-૮) વહેલા મોક્ષે જવાનાં ૨૩ કારણોમાં બીજો બોલ ‘ઉગ્ર તપશ્ચર્યા કરવી'નો છે. પરમ કલ્યાણના ૪૦ બોલમાં તપ સંબંધિત બે બોલ છે : એક ‘નિયાણારહિત તપશ્ચર્યા કરવી’ (ભગવતી સૂત્ર શતક-૩, ઉદ્દેશક-૧) અને બીજો ‘ઉગ્ર તપશ્ચર્યા કરવી' (અનુત્તરોવવાઈ, વર્ગ-૩, અધ્યયન-૧). જીવ-અજીવ આદિ નવા તત્ત્વમાં નિર્જરા તત્ત્વની બીજી ઓળખ ‘તપ’ છે. (ઠાણાંગ સૂત્ર), દશ યતિ ધર્મમાં પણ તપનું સ્થાન છે. (સમવાયાંગ સૂત્ર, જ્ઞાતા ધર્મકથા સૂત્ર) જૈન ધર્મમાં તપનો મહિમા અને ગૌરવગાન ગવાયાં છે. ૧૨૯.
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy