________________
%િ99%E9%96%જ્ઞાનધારા 99%E9%%B9%
ચોપડી સુધી ભણ્યો, પછી તો દુકાને બેસતો થયો. જમકુબાને ઘરમાં મદદ કરાવે. નાના ભાઈઓને રમાડે વિગેરે પ્રવૃત્તિ કરતા. એક વખત મુંબઈથી મહેમાન આવ્યા ને મુંબઈનો હલવો લાવ્યા.
જમકુબાએ બધા બાળકોને બેસાડી બધાનો ભાગ કરી દરેકને આપી દીધો. રતિલાલનો ભાગ રતિલાલને આપ્યો. બધા ખુશ હતા. પોતાનો ભાગ ખાઈ ગયા પણ રતિલાલે પોતાનો ભાગ હાથમાં છુપાવી રાખ્યો ને પછી બહાર જઈ એક ગરીબ છોકરાના મોઢામાં એક ટુકડો મૂક્યો. ગરીબ બાળક ખુશ થઈ ગયો. તેની ખુશી જોઈ બીજો ટુકડો પણ આપી દીધો. આ હતી નાના બાળકની ઉદારતા. “દૈવીવૃત્તિ" તારું તો તારું જ છે, પણ મારું પણ તારું જ છે. આવી ઉદારવૃત્તિનાં દર્શન બાળમાનસમાં થતાં હતાં. આ બાળક સર્વ ભાઈથી જુદો જ તરી આવતો હતો.
નવ વર્ષની ઉમરે એકવાર બાળગોઠિયા સાથે રમતાં રમતાં આંબલીના ઝાડ પાસે પડી ગયા અને તરત જ બેશુદ્ધ બની ગયા. આ અવસરે તેઓશ્રીનો મિત્રદેવ પહોંચી ગયો અને તે રતિલાલને દેવોકમાં લઈ ગયો. દેવલોક દેખાડી પાછો મૃત્યુલોકમાં લાવીને ઘરે પહોંચાડી દીધા. મિત્રદેવ, સદૈવ તેઓશ્રીની સેવામાં હાજર રહેતો હતો. રતિલાલ ૧૦ વરસનો થયો ત્યારે વિ.સં. ૧૮૭૯ જેતપુરમાં તપસ્વીજી માણેકચંદ મહારાજે સંથારો કર્યો હતો. પૂરું કાઠિયાવાડ આ મહાન તપસ્વીજીના દર્શન કરવા ઉમટી પડ્યું હતું. ટ્રેન, બસ, ગાડીઓ, વિમાનો, કેરીઅર, ટ્રેક્ટર તથા ગાડાંઓ જેને જે વાહન મળે તેમાં આવતાં હતાં. તેમ પરબ વાવડીથી માધવજીભાઈ સાથે રતિલાલ પણ આવ્યો. તેમણે ભક્તિવિભોર બની સંથારાસ્થિત તપસ્વી ગુનાં દર્શન કર્યા ને બાળમાનસમાં બીજ રોપાઈ ગયું. નાનકડો રતિલાલ વિચારે છે કે આવા મહાન પુરુષના દર્શન પુન્ય વિના ન મળી શકે.
તપસ્વીજી માણેકચંદજી મ. એક એવા પરમ પુરુષ હતા - સિદ્ધ પુરુષ હતા કે જેમણે દીક્ષા લઈ પાણીનો ત્યાગ કર્યો હતો. મેવા-મીઠાઈ ને મુખવાસનો તો જિંદગીભર ત્યાગ કર્યો હતો. ઉપવાસના પારણામાં નવી આયંબિલ કરતા ને છાશમાં બાજરાનો લોટ ડોઈને પી જતા ને આયંબિલ કરતા. ગૌચરી પાણીમાં જરા પણ દોષનું સેવન તપસ્વીજીએ કર્યું નહીં. ઉત્તમ ચારિત્રના આરાધક બની તપસ્યા કરી, આત્મવિશુદ્ધિ વડે અનેક લબ્ધિઓ અને તપસ્યા દ્વારા અનેક સિદ્ધિઓ મેળવી હતી. અંતિમ અવસ્થામાં સંથારો કરી તપોજીવનને કલગી ચડાવી દીધી હતી. આવા સિદ્ધપુરુષનાં દર્શન અર્થે મોટી લાઈન હતી. રતિલાલ મા સાથે ઊભો
- ૩
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર E%E%E%E6 8 હતો, પણ દૂરથી રતિલાલ તથા તપસ્વીની આંખો મળી અને રતિલાલજીના હૃદયમાં પંદન થવા લાગ્યા. બાળમાનસ સમજ શકતું નથી. લોહચુંબકની જેમ આકર્ષણ થાય છે. તે કહે છે "મા, મને પૂ. મહાજશ્રીનાં નજીકથી દર્શન કરવાં છે', ત્યાં ત્યો બૂમ સાંભળી જલાદી દર્શ કરી આગળ વધો. બીજાને દર્શન કરવાનો લાભ આપો. જ્યારે નજીક જવાનું ન મળ્યું ત્યારે આંખમાં આંસુ આવી ગયાં. ત્યારે મા સમજાવે છે કે, દૂરથી પણ દર્શન થયાં તે આપણા સદ્ભાગ્ય છે, પણ મા મને કંઈક થાય છે. | પહેલી વાર દર્શનથી આવી અનન્ય અનુભૂતિ તેને જ થાય જેને ભવોભવથી કાંઈક સંબંધ હોય. સાધુને પાણીમાં દોષ લાગે છે. ચાહે ગરમ પાણી હોય રાખનું ધોણ પાણી હોય. આ પ્રકારના અચેત પાણીમાં સાધુને દોષ લાગે છે. સાધુની નિશ્રા રહે છે, માટે પાણીનો ત્યાગ જિંદગીભર કરેલ.
રતિલાલ માને પૂછે છે, ‘મા એ તપસ્વી સિદ્ધ છે ને ?' “હા બેટા ! તેના મોંઢા ઉપર તપનું તેજ છે. તે મહાપ્રતાપી પુરુષ છે.' નાના રતિલાલજીનું મન વિચારે ચડ્યું. આંખ બંધ થાય ને તપસ્વીજીની દિવ્ય મુખાકૃતિ દેખાય ને દિવ્ય દષ્ટિ અનુભવાય. આંખ ખોલે ત્યાં તેજકિરણનાં દર્શન થાય. વારંવાર જેતપુરની અનુભૂતિનો અનુભવ થાય છે ને મીઠી સ્મૃતિમાં ગરકાવ થઈ જાય છે. તપસ્વીજી મહારાજની અંતિમ ઘડીએ તેઓશ્રીના મુખકમલમાંથી દિવ્ય ધ્વનિ નીકળ્યો કે, “મારા પછી ૨૦ વર્ષે મારા જેવો મહાન તપસ્વી થશે, જે તપસ્વીના નામથી જગતવિખ્યાત થશે.” ગુરુની આ છેલ્લી વાણી હતી. પછી તો આકાશમાં દેવ દુર્દુભી થઈ. લોકો જોવા ને સાંભળવા ખુલ્લી જગ્યામાં દોડ્યા ને આ બાજુ તપસ્વીરાજે દેહ છોડી દીધો.
સિદ્ધપુરુષની દિવ્યવાણી ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. પૂ. તસ્વપીજી મ.સા.ના સંથારામાં પણ નિયતિનો કોઈ ભાગ હતો. જેમ બાપ પોતાની મૂડી કોઈ દીકરાને દઈને વિદાય થવા ઇચ્છે છે તેમ સાધક પોતાની સિદ્ધિઓ પણ યોગ્ય વ્યક્તિને આપી જવા ઇચ્છે છે.
ગોવાળ ગાયોના ધણમાં પણ પોતાની ગાયોને ઓળખી જાય છે. સ્ત્રી હજારો માણસોના ટોળામાં પણ પોતાના પતિને ઓળખી જાય છે તેમ સંથારાનાં દર્શન કરવા હજારો લોકો આવ્યા તેમાં તપસ્વીરાજ ઓળખી ગયા કે મારા જેવો કો'ક થશે. માટે જ દિવ્યવાણી પ્રગટ થઈ.
તપસ્વીરાજનાં દર્શન કરી રતિલાલના આત્મામાં એક ચિનગારી પ્રગટી ગઈ. દીપકથી દીપક પ્રગટે તેમ તપસ્વીરાજનો જીવનદીપ બુઝાતો હતો ત્યાં નવો દીપક