SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB तओ उत्तरगुणे कुज्जा, राइभाएसु चउसु बि ।। पढमं पोरिसि सज्झायं बीयं झाणं झियायई । तइयाए निद् मोक्खं तु चउत्थी भुज्जो वि सज्झायं ।।* વિચક્ષણ ભિક્ષુએ દિવસના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં સ્વાધ્યાય વગેરે ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પહોરમાં સ્વાધ્યાય કરવો. બીજામાં ધ્યાન કરવું. ત્રીજામાં ભિક્ષાચરી અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરવો. - વિદ્વાન ભિક્ષુએ રાત્રિના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં ઊંઘ અને ચોથામાં ફરી સ્વાધ્યાય. સ્વાધ્યાય માટે સત્ સાહિત્યના અધ્યયનની પસંદગી : સ્વાધ્યાયમાં સત્ સાહિત્યની શું ઉપયોગિતા છે ? સામાન્ય: સત્ સાહિત્યનું અધ્યયન વ્યક્તિની જીવનદષ્ટિ અને જીવનની દિશાને બદલી નાખે છે. સ્વાધ્યાય એક એવું માધ્યમ છે જે જીવનમાં એક સાચા મિત્રની જેમ હંમેશાં સાથ આપે છે અને માર્ગદર્શન કરે છે. વર્તમાન સમયમાં લોકોમાં વાંચનની રુચિ વિકસિત થઈ છે, પરંતુ વાંચનનું વિષયવસ્તુ યોગ્ય નથી. વર્તમાન સમયમાં પત્ર-પત્રિકાઓને વિશેષ રૂપથી પસંદ કરવામાં આવે છે, જે વાસનાઓથી ભરેલી હોય છે. વર્તમાનમાં જનસંચારના માધ્યમ તરીકે પત્ર-પત્રિકાઓ, આકાશવાણી અને દૂરદર્શન મુખ્ય છે. ચેનલો દ્વારા અભદ્ર સિરિયલોના પ્રસારણથી નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું છે. ઉપરાંત અપહરણ, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, હત્યા, અનૈતિક સંબંધો ઉભષ આ બધા સમાચાર પ્રદર્શિત થાય છે. જેને જોવામાં અને વાંચવામાં આપણે અધિક રસ લઈએ છીએ. જેને જોવાથી જીવનની દષ્ટિ અને મન વિકૃત થઈ ગયાં છે. માધ્યમો દ્વારા મહાન વ્યક્તિઓનાં જીવનચરિત્રો અને વૃત્તાંતોની સામાન્ય રૂપથી ઉપેક્ષા થતી જોવા મળે છે.. આથી, સમાજમાં નૈતિક મૂલ્યો જાળવવા હશે, માનવે સન્માર્ગ ઉપર આવવું હશે તો સત્ સાહિત્ય આવશ્યક છે જેનું પ્રસારણ થવું જોઈએ, જેથી લોકોમાં તેના તરફ અભિરુચિ જાગૃત થાય તે માટે સત્ સાહિત્યની પસંદગી પણ કરવી જોઈએ. % E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ સત્ સાહિત્યની પસંદગી સત્ સાહિત્ય વ્યક્તિના વિકાસમાં અને મૂલ્યનિષ્ઠામાં સહાયક થાય છે. સત્ સાહિત્યમાં ઉપદેશાત્મક ગ્રંથો અને ગાથાઓનું પોતાનું વિશેષ મહત્ત્વ છે, જે સંક્ષેપમાં પણ ઘણું બધું કહી જાય છે. વ્યક્તિએ નિયમિત રૂપે સત્ સાહિત્યનું વાંચન કરવું જોઈએ. તે માટે વૈરાગ્ય અને ઉપશમને પોષક હોય તેવા, બુદ્ધિને સ્થિર કરી શાંતરસ ઉત્પન્ન કરવાવાળા તેમ જ વીતરાગતાનું અને મુનિ ભગવંતોનું માહાતમ્ય વર્ણવ્યું હોય તેવા અને મોક્ષ માર્ગમાં સ્થિરતા બક્ષે તેવા ગ્રંથોની પસંદગી કરી જોઈએ, જેનાં ચિંતન અને મનનથી જીવનની દિશા બદલી શકાય છે, તેથી જ કહ્યું છે કે - “જ્ઞાન વિના સંસારમાં, જ્ઞાન પરમ સુખહેતુ; જ્ઞાન વિના જગજીવડો, ન લહે તત્વ સંકેત.” આમ, તપમાં સ્વાધ્યાય તપ શ્રેષ્ઠ છે જે કુમાર્ગે ચાલતા જીવને સન્માર્ગે લઈ જાય છે તેથી જીવનમાં સ્વાધ્યાયનું અમૃત પાન સ્વયં કરવું અને બીજાને કરાવવું. પાદટીપ - સંદર્ભસૂચિ ૧. ઉત્તરાધ્યનન સૂત્ર અધ્યયને - ૩૦-૩૦. ૨. તત્વાર્થ ૯.૨૦ ૩. સમણભુત પૃ. ૧૫૦, ગાથા ૩૭ ૪. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન - ૩૨.૨-૩ ૫. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન - ૩૦.૩૪ ૬. ઉત્તરાધ્યયન સૂવ અધ્યયન-૨૯ સૂત્ર-૨૪ પૃ. ૨૫૧-૨૫૩ ૭. ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન - ૨૬.૧૧-૧૨, ૧૭-૧૮.
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy