SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ GSSSSSSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB (૧) દારિક વર્ગણા (૨) વૈક્રિય વર્ગણા (૩) આહારક વર્ગણા (૪) તેજસ વર્ગણા (૫) ભાષા વર્ગણા (૬) મનોવર્ગણા (૭) શ્વાસોશ્વાસ વર્ગણા (૮) કાર્મણ વર્ગણા. બધા શરીરની વર્ગણા જુદી જુદી છે અને જીવ સંબંધ આ જડ શરીર સાથે ચીરકાળનો હોવાને કારણે છોડવો મુશ્કેલ છે. જે બાળક માનું દૂધ બે વરસનો થાય છતાં છોડે નહીં તો મા દૂધ છોડાવવા માટે સ્તન પર કડવાણી લગાવે છે જેથી બાળકનું મોઢું કડવું થાય ને દૂધ છોડી દે છે તેમ શરીરનો મોહ છોડવા તપસ્યા આવશ્યક અંગ છે. દેહ અને આત્માનો સંબંધ સંયોગ સંબંધ છે, છતાં બંનેના સ્વભાવ જુદા જુદા છે તો પણ મિત્રવત્ રહે છે. આ દેહ પર હોવા છતાં તેને પોતાનો માનવો એ જ અજ્ઞાનતા છે અને એ જ મિથ્યાત્વ છે. પારકાને પોતાના ગણી, તેની પાસેથી સાધનાનો માર્ગ લેવો એ જ સાધકોની સાધના છે. યોગસાધકો યોગસાધના કરી ઘણી-ઘણી સિદ્ધિઓ મેળવે છે. યોગસાધકો વિવિધ પ્રકારની યોગસાધના કરે છે, પરંતુ યોગશાસ્ત્રમાં બે પ્રકારના યોગ બતાવ્યા છે. (૧) રાજ યોગ (૨) હઠયોગ. હઠયેગીઓ વિવિધ પ્રકારનાં આસનો દ્વારા સિદ્ધિ મેળવે છે, જેમ કે પદ્માસન, મયૂરાસન, શિરશાસન, ગૌદુહાસન, ભુજંગાસન, શબાસન ઉકડું આસન વિગેરે. ૮૪ પ્રકારનાં આસનો કહ્યા છે. આ પ્રકારના આસનારૂઢ સાધક લાંબો સમય સ્થિરાસને રહે તથા પોતાના મનને તેમાં સ્થિર કરી ઉપયોગને અંતર્મુખ કરી સ્વ તરફ વળે તો અનંત-અનંત કર્મ નિર્જરા થાય છે. ભગવાન મહાવીરને ગૌદુહ આસને કેળજ્ઞનાન થયું હતું. આદ્ય તીર્થકરોને પવાસને તથા ખગ્રાસને કેવળજ્ઞાન થયેલ છે, પણ પોતાના ઉપયોગને આત્મામાં જોડી દેવું અતિ જરૂરી છે. મનને આસનોમાં જોડવું એટલે કાયકલેશ તપ છે, પરંતુ ઘણા સાધકો સિદ્ધિ માટે પણ યોગસાધના કરે છે, જેમ કે પંચગ્નિ તપ કરવું, જેમાં ચૈત્ર-વૈશાખના સખત તાપમાં મધ્યાન્હ ૧૨ વાગે તાપમાં ખુલ્લા શરીરે બેસી, ચારે બાજુ પ્રચંડ આગ લગાવી ઉપર સૂર્ય તપતો હોય, ચારે બાજુ અગ્નિનો તાપ હોય અને એ સખત ગરમી સહન કરવી એને પણ કાયકલેશ તપ કહેવાય છે. આવો તપ કમઠે કર્યો હતો અને તે મૃત્યુ પામી મેઘમાળી દેવ થયો. આ રીતે કોઈ યોગ સાધક ઝાડની જાડી ડાળી ઉપર ઊંધો લટકે છે અને બે પગે જ પર) % E 6 %Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ ડાળ પકડી રાખે છે ને હાથ-માથું નીચે લટકતું રાખે છે અને દિવસો સુધી આમ લટકતો રહે છે જેને ગુજરાતી ભાષામાં વડવાંગડા જેવું તપ કહેવાય છે. આને પણ કાયાકલેશ તપ કહેવાય છે. કોઈ લાકડાનો વેર ખાઈ દિવસો કાઢે છે. આ બધાં કાયાકલેશ તપ કહેવાય છે. હઠયોગીઓ સિદ્ધિ મેળવી જગપ્રસિદ્ધ બનવા આ તપ કરે છે. આવી સિદ્ધિઓથી અનેક ચમત્કારો સર્જે છે. એના ચમત્કારોથી ચમત થઈ તેની પાસે માનવ-મહેરામણ ઊભરાય છે અને લોકો તેને માને, પૂજે, વંદે અને ભગવાન માની પૂજા કરે છે. આ ભૌતિક ઉપલબ્ધિ છે, ત્યારે જૈન શાસ્ત્રમાં કહેલ કાયકલેશ તપમાં તપસ્વીનું લક્ષબિંદુ એકાંત મોક્ષ હોય છે અને તે માટે કર્મ નિર્જરા તેનું મુખ્ય અંગ છે. કાયકલેશ ત૫ : એ બાહ્યતપ છે, પણ એમાં ભૌતિક સુખની કોઈ આકાંક્ષા સાધકને નથી. આત્માને કર્મ ઝંઝીરથી મુક્ત કરવા આ પ્રકારનો તપ કરવામાં આવે છે, જેમાં કેશલુંચન કરવું એ પણ તપ છે. માથાના વાળ હાથેથી ખેંચી કાઢવા એ તપ છે. આ સમયે જેટલી સમતા રહે તેટલી નિર્જરા થાય છે. સાધક આ સમયે અંતરભાવોને ચકાશે છે તથા શરીરનો મોહ કેટલો છે? તેનું પણ નિરીક્ષણ કરે છે. આતાપના તપ : ગરમીમાં ખુલ્લા મેદાનમાં પતરું તપાવી, એક અધોવસ્ત્ર પહેરી બપોરના ૧૨ વાગે ખુલ્લા શરીરે તે પતરા પર ચત્તો સુઈ જાય ને ધ્યાનસ્થ બની જાય. ઠંડીના દિવસોમાં નદીની રેતીમાં વહેલી સવારે ખુલ્લા શરીરે બેસી ધ્યાનારૂઢ થઈ જવું. આ એક આતાપના તપ છે, પરંતુ આ બધાં તપમાં દેહાશક્તિ છોડવાનું ધ્યેય હોય છે. શરીર તપાવી જ્ઞાતા દટાભાવ કેળવવાનો છે. જૈન ધર્મ રાજયોગનો ધર્મ છે. જૈન ધર્મ ભાવશુદ્ધિ તથા વિચારશુદ્ધિને વિશેષ મહત્ત્વ આપે છે. માટે જ કહ્યું છે કે - ‘‘ભાવે ભાવના ભાવીએ, ભાવ દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન.” શરીરને તપસ્યા દ્વારા તપાવવાનું છે ને મનને પણ શરીર લક્ષમાંથી કાઢી આત્મલક્ષી બનાવવા તરફ ખાસ ધ્યાન દોર્યું છે. જૈન ધર્મ મોક્ષસાધક ધર્મ છે. તેની કોઈ પણ સાધના મોક્ષલક્ષી હોય છે, જેમાં કર્મ નિર્જરાનો હેતુ સરતો હોય તે પ્રકારના તપનું વિધાન શાસ્ત્રમાં છે. જ્ઞાન દ્વારા દેહને પર જાણી તેનાથી મુક્ત થવા - પ૩)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy