SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 6% E6eળ જ્ઞાનધારા©©©©©©©©©©e તેથી જ કહ્યું : “છા નિરોધરતઃ' અર્થાત્ સાંસારિક સુખની સમસ્ત ભાન્ત વાસનાઓ, કામનાઓ, ઇચ્છાઓનો નિરોધ કરવો તપ છે, ઇચ્છા નિરોધ તે મહાતપ છે. જેનાથી જૈન દર્શનનાં ત્રણ મહા સિદ્ધાંત ફલિત થાય છે. અહિંસા, અપરિગ્રહ તથા અનેકાન્ત. જીવનનિર્વાહના પ્રત્યેક પદાર્થ હિંસા એવં આરંભ-સમારંભ દ્વારા જ બને છે. ત્રસ તથા સ્થાવર અનેક જીવોની હિંસા થાય. તેમાંય આજના યુગમાં વપરાતા પદાર્થો મહાહિંસાની ઉત્પત્તિ છે. વસ્ત્રો-કોમૅટિક દ્રવ્યો જેવાં કે શેમ્પ, સાબુ, પરફ્યુમ, અનેક પ્રકારનાં ક્રીમ, લોશન વગેરે અનેક પદાર્થોમાં પંચેન્દ્રિય પશુની ચરબી-હાડકાંનો વપરાય થાય છે. આ વસ્તુઓના પરીક્ષણ માટે પણ કેટલાક પ્રાણીઓને ઘાતક રીતે મારવામાં આવે છે. એટલું જ નહીં, ખાવા-પીવાનાં દ્રવ્યો, ફાસ્ટફડ કે ઠંડા પીણાં વગેરેમાં પણ ખૂબ હિંસા થાય છે. - જ્યારે ભોગ વૃત્તિનો ત્યાગ થાય, તેમાં સંયમ કેળવાય, દ્રવ્યોની મર્યાદા કરાય ત્યારે હિંસાથી થતા પાપ રોકાઈ જાય છે. માનવ અલ્પ હિંસાથી જીવવાનું પસંદ કરે છે, જેથી સહજ અહિંસા ભાવના પ્રાદુર્ભાવ થાય છે. - જીવનની જરૂરિયાતો ઘટતાં, ધનની આવશ્યકતા ઓછી થશે. પરિગ્રહ સંજ્ઞા તથા આસક્તિ તૂટશે. આસક્તિ એ જ પરિગ્રહ છે. કહ્યું છે - મુછી પરદો પુત્ત. દશ. અ. ૬, ગાથા-૨૦ વસ્તુ પ્રત્યે રહેલા મમત્વ ભાવને પરિગ્રહ કહે છે. પરિગ્રહનો અર્થ છે - “ચારે બાજુથી ગ્રહણ કરવાની વૃત્તિ." શરીર, પરિવાર, ધન-વૈભવ, માલ-મિલકત આદિને પોતાનાં માની તેના પર મમત્વ-આસક્તિ-મૂર્ધાભાવ રાખવો તે પરિગ્રહ છે. આ પરિગ્રહ સંજ્ઞાના કારણે પરસ્પર વૈમનસ્ય, ઝેર-વેર, કલહ-કંકાસ થાય છે, જેના મૂળમાં ધનની તુણા, સત્તાનો લોભ; સર્વ ભોગવી લેવાની વૃત્તિ, ભ્રષ્ટાચાર, અનીતિ, અન્યાય વગેરે અનેક અવરોધો ઊભા થાય. જ્યારે ભેદ-વિજ્ઞાનની કલા અને આત્મજ્ઞાનનો પ્રકાશ લાધે છે, ત્યારે આસક્તિઓ સર્વનાશ પામે છે અને અપરિગ્રહની ભાવના ઉગી નીકળે છે. અહિંસા, અપરિગ્રહ સધાતાં મન શાંત, સ્થિર, શિતલ થતાં, ધીરજ, સમતા, સબુરી કેળવાય છે. સંતોષ, ઉદારતા, વિશાળતા જેવા ગુણો ખીલે છે અને તેમાંથી અનેકાન્ત ફલિત થાય છે. વૃત્તિ સંક્ષેપથી થતો બીજો લાભ તે આત્મિક લાભ છે. આનાથી સંવર થાય ૪૬) % E 6 %Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ છે. આજ સુધી આવતા આશ્રવને રોકી નિર્જરા થાય છે. "पुब्बकदकम्मसहुणं तु णिज्जरा" પૂર્વબદ્ધ કર્મોનું ઝરવું તે નિર્જરા. જે પ્રક્રિયાથી કર્મ જીર્ણ થઈ જાય અને આત્મ સ્વરૂપે પ્રગટ થાય તે અનુષ્ઠાન તપ છે. નિર્જરા થવાથી બંને બાજુ લાભ. દ્રવ્યથી પગલોનું ઝરવું, ભાવથી કષાયાદિ ક્ષીણ થવાથી જીવનાં પરિણામો શુદ્ધ થાય છે. વળી આ સાધકની દષ્ટિ બદલાઈ જાય છે. “કર્મ વિપાથી થવાવાળા ભાવ તે મારો સ્વભાવ નથી, હું તો એક શાયક ભાવ સ્વરૂપ છું." આ પ્રકારના ચિંતનથી વિપુલ માત્રામાં કર્મ-નિર્જરા થાય છે. - ઘરે ઘરે જઈ ભિક્ષા લેવી, કોઈ ગૃહસ્થીને ત્યાં પાત્ર માંડવું તે સહજ કે સરળ વાત નથી. પોતાનું માન મૂકવું પડે છે. વળી વિહાર કરતાં, અજાણ્યા પ્રદેશમાં મુનિને ગૌચરી માટે કેટલા અપમાન સહન કરવા પડે ! કોઈ ગાળો આપે, તિરસ્કાર કરે, એટલું જ નહીં અનેક વાર ઉપવાસ કરવા પડે. માટે જ ગૌચરી કે ભિક્ષાચર્યાને તપની શ્રેણીમાં મૂકવામાં આવી છે. ખાવું છથાં તપ તે આનું નામ...!! તપની એક વ્યાખ્યા છે તપવું તે તપ. ઠંડી હોય કે ગરમી. બધી જ ઋતુમાં મુનિ દૂર-સુદૂર ગૌચરી જાય. ઠંડી-ગરમી સહન કરે. વળી અનાદિ કાળથી વળગેલી વૃત્તિનો સંક્ષેપ કરવા માટે કેટલી અંતર-સાધના જરૂરી છે ? વૃત્તિ એ એવી જબરી ચીજ છે કે સાધકને વૃત્તિની મર્યાદા કરતાં વૃત્તિને સાધતાં નાકે દમ આવી જાય. વૃત્તિને સમાવી, ફોસવાલી, દંડ-શિક્ષા આપી-આપીને શમાવી હોય, છતાં ક્યારેક નિમિત્ત મળતાં ફરી પાછી ઉછળે. સાધકને એવી થપાટ મારે કે સાધક ક્યાંય ફેંકાઈ જાય. શાસ્ત્રોમાં આવા અનેક દષ્ટાંતો છે કે મહાન સાધકોની સાધના ધૂળમાં રગદોળાઈ ગઈ હોય. ફરી એકડે એકથી સાધના શરૂ કરવી પડે. તેથી જ એક ભવની સાધનાથી બહુધા મુક્તિ સંભવતી નથી. પ્રાય: દરેક સાધકને અનેક ભવો સુધી આકરી તપશ્ચર્યા તથા સમ્યક પ્રકારે અંતર-સાધના કરવી પડે છે, ત્યારે જ અનાદિની વૈભાવિક વૃત્તિઓ ભેસાઈને આત્મદર્પણ સ્વચ્છ થાય છે. દર્શન-વિશુદ્ધિ સાથે ચારિત્રના પજવા નિર્મળ થતા જાય છે. કર્મોની ભેખડોને તોડી નાખે છે. અનંત કર્મની નિર્જરા થઈ, એક નિર્મળપાવન આત્મજ્ઞાન, દર્શન, ચારિત્રની પવિત્ર નિર્જરણી વહેતી થાય છે. આમ જીવાત્મા
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy