SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ eteteleletelele181818181818k Sllo 121 letettelettetettelettels સાંનિધ્ય... સિદ્ધત્વના શિખરે પહોંચવા... વિવિધ પ્રકારની સાધનામાં જોડાઈ ગયા. જ્ઞાનના મહાસાગરમાં ખોવાઈ જવા માટે જ દીક્ષાના બીજા જ વર્ષથી બાર વર્ષનું મૌન લઈ લીધું. દીક્ષાના બીજા જ વર્ષતી ૧૯ વર્ષ સુધી પાણીનો ત્યાગ કર્યો, કેમકે, એમના આત્મચેતાને જાગૃત કરવાવાળા હતા તપસ્વી પુ. શ્રી માણેકચંદ્ર મ.સા. જેમણે સાધુને આ પાણી કપે અને આ ન કલ્પના વિવાદથી દૂર રહેવા પાણીનો જ ત્યાગ કર્યો હતો અને તપસ્વી ગુરૂના ચરણસ્પર્શ કરવાવાળા મુનિ રતિલાલજી મ.સા.એ પણ દીક્ષાના બીજા વર્ષથી જ પાણીનો ત્યાગ કરી દીધો. ગ્રેવીસ વર્ષ સુધી માત્ર છાશની પરાશ જ વાપરી. એક નહીં...બે નહીં... પાંચ નહીં... પૂરાં ઓગણીસ વર્ષ વર્ષીતપના આરાધના કરી. ૯૯૯ સળંગ આયંબિલ તપની આરાધના કરી અને છઠ્ઠ, અટ્ટમ, અઠ્ઠાઈ તો અગણિત કર્યા હતા. મુનિ રતિલાલજી તપસાધના - તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા.ના ભવિષ્ય કથનને... એ સિદ્ધપુરૂષની વાણીને સાબિત કરતી હતી. જ્ઞાન સાધના, મૌન સાધના, ‘વ’ સાધના સાથે આવી કઠિન અને ઉત્કૃષ્ટ સાધના દ્વારા એ તપના સમ્રાટ... તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબ તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યા. તપસમ્રાટ... એક વિરલ વ્યક્તિત્વ... તપ દ્વારા અનંતા કર્મોની નિર્જરા કરી... સિદ્ધત્વની મંઝિલ તરફ પ્રયાણ કરતાં કરતાં તા. ૮-૨-૯૮ના રોજ અવની પરથી વિદાય લઈ ગયા. એક સિદ્ધપુરુષની વિદાયથી કેટલાંય જીવનમાં શૂન્યાવકાશ છવાઈ ગયો, પણ એમનું પ્રેરણાત્મક જીવન આજે સદી પછી પણ પ્રેરણા આપે છે એન એમના ગુણો સ્મૃતિરૂપે લોકોનાં હૃદયમાં જીવંત છે, એમની સમાધિ સાત હનુમાન કુવાડવા, રાજકોટ પાસે કરવામાં આવી. એ સ્થાન...તપસમ્રાટ તીર્થધામ... આજે ખરા અર્થમાં તીર્થધામ બની ગયું છે. આજે પણ લોકો ત્યાં ભાવથી, શ્રદ્ધાથી દર્શન કરવા જાય છે અને સંકલ્પનો સ્વીકાર કરે છે. તપસમાટ પૂજ્ય ગુરુદેવ...દેવ હતા...દેવાધિદેવ હતા. એમના પાવન ચરણોમાં...ભાવવંદના કરી ધન્ય બનીએ. - ૨૮ GSSSSSWeet તપ તત્ત્વ વિચાર Beggettestatestee તપસમ્રાટના તપોમય જીવનને હૃદયાંજલિ • પૂ. ડૉ. તરુલતાજી મહાસતીજી તપસમ્રાટ પૂજ્ય ગુરૂદેવનું જન્મ શતાબ્દી વર્ષ..." આજથી સો વર્ષ પહેલાંના એ સત્તથી છલકતા સમયમાં શ્રી ગુરુએ આ ધરાને પાવન કરી એ વંદનીય વિભૂતિના શા શા વર્ણન કરું...? તેઓશ્રીનું જીવન એટલે સમાજ માટે ગુણરત્નોથી ભરેલો બહુ મૂલ્ય ખજાનો... પ્રશ્ન ઉદ્ભવે કે તેઓશ્રીની જ્ઞાનશક્તિ અદ્ભુત હતી, છતાં તેઓએ તપોમય જીવનશૈલી કેમ પસંદ કરી ? તેનો ઉત્તર સંક્ષેપમાં કહું તો તેઓ આત્મવિશુદ્ધિના માર્ગના રાહી હતા અને એ વિશુદ્ધિ તપસાધના દ્વારા સંભવી શકે. જો કે, આગમજ્ઞાન અને તપસાધના એક સાથે શરૂ થઈ. દીક્ષા પછી અનવરત ૧૯ વર્ષ સુધી વર્ષીતપ. પાણીનો ત્યાગ સાથે મૌન. જ્ઞાનોપસના પણ કેવી! સમાજનો સંપર્ક તદ્દન નહીંવત, અને બધાની મુખમોડી દીવાલ સન્મુખ બેસી શાસ્ત્રપઠન કરવું, કોણ આવે-જાય છે? એ તરફ બિલકુલ દુર્લક્ષ. જીવનપદ્ધતિનો આવો માહોલ ઊભો કરી ૧૯ આગમો કંઠસ્થ કર્યા. શ્વેતાંબર-દિગંબર માન્યતાનાં શાસ્ત્રો ઉપરાંત અન્ય દર્શનગ્રંથોનો અભ્યાસ તથા સાહિત્ય વિગેરેમાં ચંચુપાત પણ ખરો... એમનો પોતાને જ્ઞાની કહેવડાવી મોટાં-મોટાં વ્યાખ્યાનો આપી આણઓહો, વાહ-વાહ નો'થી ખપતી. યશકીર્તિ મેળવવા આજે જેમ જીવજાનથી અનેકો લાગી પડે છે તેનાથી વિપરીત તેઓ આ આસક્તિથી કે આવી સ્પૃહાથી અળગા જ રહ્યા. તેઓશ્રીને માન-અપમાન સમાન હતાં. સુખ શું અને દુઃખ શું ? તેનો વિચાર ન હતો. સમાજને સ્થિર કરવા તથા ભવ્ય આત્માઓને સન્માર્ગે ચડાવવાનો અતિ પરિશ્રમ કર્યો અને તેમાં સફળ રહ્યા. આત્મવિશુદ્ધિના લક્ષપૂર્વક તપોમય જીવન જીવી ગયા, તપોધની કહેવામાં તપસમ્રાબ થઈ રાજ કર્યું. પૂજ્ય તપસમ્રાટ ગુરુદેવનું શતાબ્દી વર્ષ જાહેર થયું અને તુરંત અમોને ભાવ જાગ્યા કે પૂજ્ય ગુરુદેવનો આપણા સહુ ઉપર અનંત ઉપકાર જે આપણે વેદી રહ્યા છીએ. તો એ નિમિત્તે આપણે શું કરી શકીએ ? ૨૯)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy