SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ %e0%e0% e696% ગુરુ-ગ્રંથ મહિમા #@#$%e0%e0%a આ આત્મસિદ્ધિને ગંગાજીની ઉપમા આપવામાં આવી છે. તેથી કહ્યું છે.. હે... પતતિ જન પાવની, સુર સરિતા સની અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ; જન્મ જન્માંતરો, જાતા જોગીએ આત્મ અનુભવવડે આજ દીધો .... હે પતિત જન.. આત્મસિદ્ધિ અધમ - ઉદ્ધારિણી છે, પતિતને, પાપીને પાવન કરનારી તો છે જ પણ એનાથી આગળ વધી શુભદ્રઅશુભથી પર થઈ શુદ્ધ ભાવોમાં સ્થિરતા કરાવવા માટેનું અમોઘ બળ પૂરું પાડે છે. વીતરાગની વાણી આ પાપી જીવને ત્યારે જ પાવન કરે છે જ્યારે એ વાણી સાંભળીને આચરણમાં ઉતારાય. આ મહાન શાસ્ત્રને કેવળ સ્વાધ્યાય નહીં પણ એના હાર્દને પામવું હોય તો એને અંતરમાં ઉતારવું પડશે. તેના માટે પ્રબળ પુરુષાર્થ જોઈએ, સ્વની જાગૃતિ જોઈએ, એના માટે સદ્ ગુરૂનું શરણું જોઈએ. ધર્મ અને અધ્યાત્મને આપણા વર્તમાન જીવનમાં આત્મસિદ્ધિ શાસ્ત્રના ચિંતન-મનન અને દોહન દ્વારા જરૂર સક્રિય કરી શકીએ. GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB બની શકે તે હેતુથી આ જ તત્ત્વોને શ્રીમદ રાજચંદ્ર સરળ ગુજરાતી ભાષામાં રચના કરીને સમજાવ્યા છે. મોક્ષ વિશે ૧૨૩મી ગાથામાં કહે છે - મોક્ષ કહ્યો - નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.” અર્થાત્ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તે જ મોક્ષ છે અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે. આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધતા થાય તે જ મોક્ષમાર્ગો જે પરમાત્મા મહાવીરે કીધું છે, એ જ ભાવના અહીં પ્રગટ થાય છે. અંતમાં કહ્યું છે કે જેને સકળ જગત્ એઠવત્ અથવા સ્વપ્ન સમાન લાગે છે તેને જ્ઞાનીની દશા પ્રગટ થઈ એમ કહેવાય છે. તે દશા સિવાયની દશાવાળાએ જીવને અજ્ઞાન કે વાચા જ્ઞાન કીધું છે. આગળ કહે છે કે જે જીવ પૂર્વે કહેલ પાંચ પદનું આરાધન કરશે તે જીવ નિઃશંકપણે છઠ્ઠા પદના માધ્યમથી પાંચમા પદને પામશે. જે જ્ઞાનીની દશા દેહસહિત હોવા છતાં દેહાતીત છે તે જ્ઞાનીના ચરણમાં શિષ્યએ અત્યંત ભાવપૂર્વક વંદન કર્યા છે તથા સરનો અહો અહો ઉપકાર માન્યો છે. આવી રીતે ૧૪૨ દોહરામાં તત્ત્વજ્ઞાનનું, આત્મતત્વના શ્રેયાર્થ સ્વરૂપનું યથાર્થ નિરૂપણ સરળ અને મધુર ભાષામાં કરેલું છે. આત્મસિદ્ધ શાસ્ત્રની રચનાના આત્મપ્રતીતિ, આત્મઅનુભવ અને આત્માનંદ એ ત્રણેનો સુભગ સમન્વય થયો છે. મુમુક્ષુના હૃદયની એ અમૃતવેલ છે. | વિ. સ. ૧૯૫૨ના આસો વદ એકમના દિવસે પૃથ્વી ઉપર આ અમૃત એટલે કે જીવંત સંજીવની બક્ષનાર શાસ્ત્ર ઉતરી આવ્યું. આ પદ્યગ્રંથી રચના કૃપાળુદેવ દ્વારા તેમના પરમ તત્વપ્રેમી આત્માર્થી સોભાગભાઈ માટે કરવામાં આવી હતી. સોભાગભાઈ માટેનું આ મોતી મુમુક્ષુઓને માટે મુક્તિનો મહાસાગર બનાવી ગયું. તીર્થંકર પરમાત્મા પાસેથી મળેલો માર્ગ આત્મસિદ્ધિ દ્વારા પ્રગટ થયો. આજથી એકસો વર્ષ પૂર્વે આત્મસિદ્ધિ શાસ્ત્રની જેટલી આવશ્યકતા હતી એનાથી વિશેષ એકસો ગણી આવશ્યકતા આજે છે. એક એક ગાથા આજના સમયને લક્ષનારી છે. આત્માર્થીના લક્ષણ - આજે ધર્મને યોગ્ય માર્ગે લઈ જવા માટે એક અદ્ભુત સાધન છે. દ્રવ્યની ઝાકઝમાળ, પ્રસિદ્ધિના પડઘમ, પ્રશંસાના પોકાર, બાહ્યપણાનો બહોળો પ્રચાર - આ સમયે આત્મસિદ્ધિ શાસ્ત્ર એ આવતી કાલને ઉજાળનારી દીવાદાંડી બની રહેશે. ૨૪૬ ગુર માટે શિષ્ય પરમ કરૂણાનું પાત્ર હોય, શિષ્ય માટે ગુરુ પરમ શ્રદ્ધાનું પાત્ર હોય ૨૪)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy