SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 6% E6%eળ જ્ઞાનધારા©©©©©©©©©e વિવેકપૂર્ણ વ્યવહારના દીપકમાં પછી અન્ય પરિબળો પ્રોત્સાહનનું તેલ પૂરીને વ્યક્તિને ધર્મત્મા બનાવી શકે છે. જૈન દર્શનકારો ધર્મગ્રંથ કોને કહે છે ? તેને જેમાંથી જીવોને આત્મકલ્યાણનો માર્ગ મળે. આત્મકલ્યાણ એટલે સંસર પરિભ્રમણથી કાયમની મુક્તિ અને મોક્ષના શાશ્વત સુખની પ્રાપ્તિ. આ ધર્મગ્રંથનો ઉદભવ કેવી રીતે થયો ? દરેક ચોવીશીમાં તીર્થકર ભગવંતો ગણધરભગવંતોને ત્રિપદીની દેશના આપે. તીવ્ર પ્રજ્ઞાવાળા ગણધર ભગવંત દ્વાદશાંગીની રચના કરે. પૂર્વધરો તેમાંથી આગમોનો મહાસાગર સર્જે અને ગીતાર્થ ગુરુ ભગવંતો તેના આધારે સૃષ્ટિના તમામ સુજ્ઞ જીવોને મોક્ષ માર્ગનાં દ્વારા ખોલી આપવા, નદી રૂપે, સરોવર રૂપે, ઝરણા રૂપે અથવા તત્ત્વજ્ઞાનના ટીપાં રૂપે અસંખ્ય ધર્મશાસ્ત્રોનું સર્જન કરે. મોટે ભાગે અત્રે બિરાજમાન ભાગ્યશાળીઓ અથવા ધર્મરાગી તમામ જીવોને ધર્મગ્રંથના ઉપરના નદી વગેરે રૂપે મળેલા પરિબળથી આત્મકલ્યાણના માર્ગનું જ્ઞાન થાય છે એમ કહેવું અતિશયોક્તિ નથી. વસ્તુત: ધર્મ અને આધ્યાત્મિકતા તો સાહિત્યના મૂળમાં તેની બે પ્રેરક શક્તિઓનું કામ કરે છે. આથી જૈન લેખકોની અને કવિઓની કૃતિઓને ધાર્મિક માનીને અથવા સાંપ્રદાયિક કહીને તેના પ્રત્યેની ઉપેક્ષા તે ભાયતીય ચિન્તનના તથા તેની અમૂલ્ય સમ્મદા પ્રત્યે ઘોર અન્યાય કરનાર છે. આનંદધન, વિનયવિજય, કુમુદચંત, જિનરાજ્યસૂરિ, જ્ઞાનાનન્દ, ઋષભદાસ, કનકકીર્તિ, જિનહર્ષ, ધર્મવર્ધન, આનન્દવર્ધન, કિશનદાસ આદિ કવિ તથા લેખક સામ્પ્રદાયિક ધર્મના ઊંડાણમાં જઈને ત્યાગ, શાંતિ, નિર્વેદ અને શમથી જ્યારે પોતાની અભિવ્યક્તિમાં પ્રાણોનો સંચાર કરે છે તો તે હિંસાથી દૂર, સુખ, સૌહાર્દ, એકતા, ત્યાગ અને આનંદની ભાવલહેરોમાંથી માનવતાને અગવાહન કરાવનાર સાહિત્ય આપણામાં સવાંગસુંદર પોતાની જાતે જ ઉપસ્થિત થાય છે. આપણી પાસે હજારો વર્ષોથી પૂર્વાચાર્યોએ રચેલાં જ્ઞાનનાં લાખો પુસ્તકો વિદ્યમાન છે, તે આજ સુધી સચવાઈ રહ્યાં છે, તે પણ આપણું મહાન સૌભાગ્ય છે. પૂર્વકાળની અપેક્ષાએ તે પ્રમાણમાં ઓછોં હશે તો પણ આ યુગના આપણા ૧૨૩૬) #SWe@SSWSee ગુરુ-ગ્રંથ મહિમા BE%E%%6Wee%88 જેવા આત્માઓ માટે તો તે પણ વિપુલ પ્રમાણમાં છે તેમ કહી શકાય. | વિશ્વનું કલ્યાણ કરનાર એ અણમોલ ધન છે. સદ્ભાગ્યે સારી રીતે અધ્યયન કરી શકે તેવા શક્તિસંપન્ન તેજસ્વી સુયોગ્ય આત્માઓ પણ આજે જૈન સંઘમાં વિદ્યમાન છે. જૈન શાસ્ત્રો સર્વવ્યાપી છે, સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આવરી લેનારાં છે. આ દુનિયામાં એવો કોઈ પણ વિષય નથી કે જે શાસ્ત્રમાં સૂચકરૂપે ન હોય. પન્નવણાસ્ત્રમાં આવે છે કે જેટલા પણ શ્રુતકેવલી છે તે છતી હોવા છતાં આ જગતના સર્વ દ્રવ્ય-કાળ-ભાવના માત્ર જાણકાર જ નહીં, પણ પ્રત્યક્ષ જનાર છે તેવું કહ્યું, તેનો ખુલાસો આપતાં જણાવ્યું કે, મૃતથી જાણેલું જ્ઞાન પ્રત્યક્ષ જેવું સચોટ હોય છે, તેથી અમે તેને પ્રત્યક્ષ જ કહીએ છીએ. વિચાર કરો, શ્રુતજ્ઞાનમાં પણ કેવી વેધકતા હશે ! ગણધરો માટે જે સર્વસ્વ મૂડીરૂપ ગણિપટિક બને તે શ્રુતમાં કચાશ ક્યાંથી હોય ! તેમાં સમસ્ત અનુશાસન માટે ના નીતિ-નિયમો, માર્ગદર્શન, સાધન-સામગ્રી બધું જ સમાય. તેથી શાસ્ત્ર એ જ અમારી જીવનદષ્ટિ છે. તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્યને તીર્થકર સમાન કહ્યા. તીર્થંકરની જવાબદારી તે આચાર્યની જવાબદારી કહી. તીર્થંકરની હાજરીમાં ગણધરો સૂત્રની વાચના આપે, તેમ ઉપાધ્યાય સુત્રજ્ઞાન પ્રદાન કરે. તીર્થકરો સ્વયં દેશનનામાં અર્થમય તત્ત્વનો પ્રબોધ કરે, તેમ આચાર્યો અર્થનો જ ઉપદેશ આપે. આ શક્તિ ભાવાચાર્યમાં અવશ્ય હોય. શાસ્ત્રમાં ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે. નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય અને ભાવાચાર્ય. ભાવાચાર્ય તીર્થંકર તુલ્ય છે; કારણ કે તે અર્થમય દ્વાદશાંગીના ધારક છે. અર્થજ્ઞાન સર્વોપરી છે, વિષય રૂપે સનાતનશાશ્વત છે, પ્રત્યેક તીર્થંકરોના શાસનમાં સૂવરૂપે બદલાતી દ્વાદશાંગી ધૃવ અર્થનું જ્ઞાન કરાવવા માધ્યમ છે. પ્રાય: સૂવજ્ઞાન પામીને જ અર્થજ્ઞા તરફ જઈ શકાય છે. સૂત્ર અર્થમય શાસ્ત્ર સમાન આ જગતમાં પરમ સત્યને પામવાનું બીજું કોઈ સાધન થી. સમગ્ર કલ્યાણકારી તત્ત્વ કે કલ્યાણનો માર્ગ દિશાસૂચનરૂપે તેમાં જ સમાયેલો છે. તેના અવલંબન વિના સાચી દિશા બતાવનાર કોઈ નથી. પ્રત્યેક શાસ્ત્રવચન તારકશક્તિ ધરાવે છે. અરે ! સમગ્ર દ્વાદશાંગી નહીં, દશાંગીનું એક વચન પણ તીર્થ છે. આ જ દ્વાદશાંગીના પ્રારંભિક સ્વરૂપ નવકાર ૨૩)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy