SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 3333333333333333 પ્રેક્ષાધ્યાનનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ-પ્રેક્ષાધ્યાનમાં શરીર વિજ્ઞાનની જાણકારી દ્વારા શરીરમાં થતા રાસાયણિક ફેરોને ધ્યાન દ્વારા પરિવર્તિત કરવામાં આવે છે. શારીરિક વિકાસ ઃ શરીરવિજ્ઞાન અનુસાર આપણા શરીરમાં અગિયાર તંત્ર છે - અસ્થિતંત્ર, માંસપેશીતંત્ર, ત્વચાતંત્ર, શ્વસનતંત્ર, પાચનતંત્ર, ઉત્ખનતંત્ર, નાડીતંત્ર, ગ્રંથિતંત્ર, પ્રજનનતંત્ર, રક્તપરિસરણ તંત્ર ... આ બધું ૧. મળીને થાય છે એક શરીર. બધાં તંત્રો ભેગાં મળીને કાર્ય કરે તો સારો શારીરિક વિકાસ થાય છે. પ્રાણધારા સંતુલન : આપણા શરીરમાં ૭૨,૦૦૦ નાડીઓ છે, જેના દ્વારા પ્રાણશક્તિ, પ્રેરણાઓ અને અન્ય ઊર્જા પ્રવાહ વિદ્યુત તરંગોની જેમ વહેતાં વહેતાં શરીરના કોષો અને અંગોને સ્વસ્થ તથા તાલબદ્ધ રાખે છે. આ ૭૨,૦૦૦ નાડીઓમાં ૩ મુખ્ય છે જેને ઇડા, પિંગલા ને સુષુમણા કહે છે. પિંગલા એટલે સૂર્ય અને ઈંડા એટલે ચંદ્ર નાડી પણ કહેવાય છે. વિજ્ઞાન એને સિમ્પથેટીક અને પેરાસિમ્પથેટીક કહે છે. એના સંતુલનથી વ્યક્તિ શાંત, વિનમ્ર રહે છે પણ જો એક જ નાડી વધારે પ્રવાહિત થાય ત્યારે હિંસાના ભાવો જન્મ લે છે અને અસંતુલિત વ્યક્તિનું નિર્માણ થાય છે. જીવનવિજ્ઞાન આ બંને પ્રાણધારાના સંતુલનનો પ્રયાસ કર છે, જૈવિક સંતુલન : આપણા મસ્તિષ્કનો ડાબો હિસ્સો, ગણિત ભાષા, તર્ક વગેરે શીખવવામાં ઉપયોગી છે, જ્યારે જમણો હિસ્સો અધ્યાત્મ, આંતરિક વિકાસ માટે જવાબદાર છે. આજે બૌદ્ધિકતા એટલે કે ડાબા મગજનો વિકાસ ખૂબ થયો છે. જ્યારે જમણું મગજ લગભગ સુષુપ્ત છે. ઇન્દ્રિયો પોતાના વિષયનું વર્તમાનકાળમાં જ ગ્રહણ કરે છે પણ મન ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલા વિષયોનું ૩ કાળમાં ચિંતન કરી શકે છે. સારું ચિંતન અને મનન સારા માનસિક વિકાસનો પુરાવો છે. જીવનવિજ્ઞાન આ બંને વચ્ચેની સમુતલતા જાળવવાનું કામ કરે છે. ક્ષમતાનું જાગરણ ઃ જૈનદર્શન અનુસાર મનુષ્યમાં અનંત જ્ઞાન અનંત શક્તિ છે. આજનું વિજ્ઞાન પણ હવે એ જ ભાષા બોલવા લાગ્યું છે. ડૉ. લોપનાવે સુપર લર્નિંગની પ્રણાલી આપણને આપી. એનો સિદ્ધાંત છે કે આપણા મગજમાં શીખવાની અનંત શક્તિ છે અને એને વિકસિત કરી २२१ ૨. 3. ૪. [ગુરુ-ગ્રંથ મહિમા શકાય છે. એમણે એક પ્રયોગ કર્યો, જે બાળક પાંચ, છ શબ્દો યાદ નહોતો કરી શકતો એને સુપર ર્નિંગથી હજારો શબ્દો યાદ કરી દેવડાવવામાં આવ્યા. આપણા મગજની ક્ષમતાનો માંડ બે ટકા ઉપયોગ થાય છે. જો પાંચ ટકા ઉપયોગ થાય તો મહાન બની શકીએ. મગજની ક્ષમતાનો ઉપયોગ ૧૦ ટકા માનવીને જીનિયસ બનાવે છે. વિજ્ઞાનનો અર્થ છે નિયમોની શોધ. જીવનવિજ્ઞાનનું પણ લક્ષ્ય છે જીવનનાં વિભિન્ન પાસાંઓનું અધ્યયન કરી નિયમોની શોધ કરવી જેનાથી જીવનનો સંપૂર્ણ વિકાસ થાય. આચાર્યશ્રી મહાપ્રજ્ઞના અનુસાર જીવનવિજ્ઞાનનાં મુખ્ય સાત અંગ છે - શરીર, શ્વાસ, પ્રાણ, મન, ભાવ, કર્મ અને ચિત્ત. સ્વસ્થ જીવન માટે આ સાતે અંગોનો સમ્યગ્ વિકાસ જરૂરી છે જે પ્રેક્ષાધ્યાન દ્વારા થઈ શકે છે. જીવનનું પહેલું એકમ છે શરીર – શરીરની વ્યાખ્યા છે - મુરુવાનમવ સાધનમ્ જ્ઞ: । જે સુખ-દુ:ખનો અનુભવ કરાવે તે શરીર. આજે વિજ્ઞાને શરીર ઉપર ખૂબ સંશોધન કરીને અનેક રહસ્યો ઉજાગર કર્યાં છે. છ્તાં અનંત રહસ્યો જાણવાનાં બાકી છે. આપણા શરીરમાં એવાં કેન્દ્રો છે જ્યાં ચેતના સઘન રૂપથી કેન્દ્રિત છે. પ્રેક્ષાધ્યાનમાં એને ‘ચૈતન્ય કેન્દ્ર' કહેવાય છે. એના ઉપર ધ્યાનના પ્રયોગ કરવાથી શરીરના પ્રશિક્ષણ સાથે સાથે સ્વભાવ અને વૃત્તિઓમાં પણ પરિવર્તન લાવી શકાય છે. જીવનવિજ્ઞાનમાં શરીરને પ્રશિક્ષિત કરવા માટે આસન, યૌગિક ક્રિયા, કાર્યોત્સર્ગ, શરીર પ્રેક્ષા અને અનુ પ્રેક્ષા જેવા પ્રયોગો કરવામાં આવે છે. જીવનનું બીજું એકમ છે શ્વાસ - વ્યક્તિ ખાધા વગર થોડો સમય રહી શકે છે પણ શ્વાસ લીધા વગર એક ક્ષણ પણ ન રહી શકે. આપણા બધાં જ કાર્યો મગજ ઉપર નિર્ભર છે. જેવો મગજનો આદેશ એ પ્રમાણે કાર્ય, પરંતુ મગજના સંચાલનમાં ઘાસનો બહુ મોટો ફાળો છે. મગજના બે ભાગ છે - ડાબું અને જમણું. જમણા નસકોરાથી લીધેલ શ્વાસ ડાબા મગજને સક્રિય કરે છે અને ડાબા નસ્કોરાથી લીધેલ શ્વાસ જમણા મગજને સક્રિય કરે છે. આ બંનેની વચ્ચે સંતુલન અત્યંત આવશ્યક છે. અન્યથા હીનભાવના, ઉત્કૃખલતા વગેરે પેદા થાય છે. શ્વાસને પ્રશિક્ષિત કરવા માટે સમવૃત્તિ શ્વાસ પ્રેક્ષા કરવામાં આવે છે. જીવનનું ત્રીજું એકમ છે પ્રાણ - પ્રાણની પરિભાષા છે - ઝીવની રાવિતઃ २२७
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy