SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 333333333333333333333333 સંભાવના છે. આ વિચાર શું છે ? શા માટે ? ઉદ્ભવસ્થાન અને પરિણતી પણ વિચારવંત માટે વિચારવી ઘટે. આ વિચાર પ્રસ્તુતિ દરમિયાન જો આપણે કદાચ જૈનમતના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરીશું તો કદાચ વિચાર વિશે વિચાર વિશાળ ભાવક સુધી ન પહોંચવાની પૂરી સંભાવના છે તેથી લેખાંક માફક અત્રે પણ આપણે સમજી શકીએ, તેવી રોજબજરોના પરિચયમાં છીએ તેવી ભાષાનો, શબ્દોનો ઉપયોગ યોગ્ય માનું છું. ઉપરના પ્રારંભિક પ્રશ્નો વિચાર શું છે ? વિચાર શા માટે ? વિચારનું ઉદ્ભવસ્થાન ? અને વિચારની પરિણતી શી ? માંહેના પ્રથમ ત્રણનો જવાબ તો એકબીજા પર આધારિત લાગવા સંભવ છે. વિચારનું ઉદ્ભવસ્થાન ઇચ્છા, ઇચ્છા અનુભવાતા અભાવને - અપૂર્ણતાને - અભાવને દૂર કરવાનો પ્રારંભિક પ્રયાસ કે અનિવાર્યતા એટલે જ ઇચ્છા. ઇચ્છાથી જિજ્ઞાસા જન્મે અને તે પણ સ્વયંની સાથે તદાકારતા હોય – સ્વયં અનુભવાતો અભાવ નજર સામે હોય ત્યારે ! ત્યારે સામાન્ય રીતે ચિત્ત ક્ષોભ જણાય છે, જ્યારે ચિત્ત શાંત હોય. ચોવીસ કલાક ચિત્ત ક્ષોભને તો પાગલપન તરીકે જ ઓળખાય. આમ ચિત્તની શાંતિની સ્થિતિમાં અભાવ - અપૂર્ણતા અનુભવાય. આ અભાવ, અપૂર્ણતાને સામાન્ય ભાષામાં આમ સમજાવી શકાય કે ભૂખ્યા માણસને ભોજનનો વિચાર આવે, ભરપેટ જમેલાને તો ખોરાક પચાવવાના માર્ગનો જ વિચાર આવે. આમ અભાવ એ પણ ઇચ્છા જન્માવતું કારણ ગણી શકાય. - વિચાર શું છે ? તો તેનો જવાબ ઉપરના જવાબમાં થોડો-ઘણા અંશે આવી જાય છે તે અભાવ – ઇચ્છા – જિજ્ઞાસા - સ્વયંની પરિસીમિતતા, જરૂરિયાત ઇત્યાદિ. પરંતુ સ્વયં વિચારને અવલોકતા પ્રાપ્ત થાય છે કે ને અભાવ-ઇચ્છાથી શરૂ થતી માનસિક પ્રક્રિયા પણ છે. Thought is nothing but process of mind in particular direction, directing intellect to come some condussion studying possibilities, experiences and study itself, of its's own. ચિત્તાભ્યાસ, ચિત્તના અનુભવો અને નજર સામે રહેલી શક્યતાઓને કામે લગાડી મન દ્વારા થતું મનન એટલે વિચાર. વિચાર શા માટે?- નો જવાબ પણ હવે સ્પષ્ટ થઈ જવો જોઈએ કે જે અપૂર્ણતા, અભાવ અનુભવાય છે તેને દૂર કરવા માટેના પ્રયત્નોમાં સર્વપ્રથમ વિચાર થવો અનિવાર્ય છે. ૨૨૨ [ગુરુ-ગ્રંથ મહિમા વિચારની પરિણતિ ? પરિણામો તો આપણી સામે જ છે. આપણા પહેલા અનેકોએ વિચાર કર્યો વિવિધ વિચારો સંબંધે અને આપણને પ્રાપ્ત થયા અનેક મત, મતાન્તરો, શાસ્ત્રો, ઉપદેશો, ક્યારે નિતનવી પગદંડીઓ તો ભારતીય ચિંતન પ્રદેશને સંદર્ભે અનેકાનેક માર્ગો, પંથો, હાઇવેઝ ! આપણા માટે, આપણા વતી, આપણા પહેલાના એ વિચારવંતોનો આપણે માત્ર આભાર માની શકીએ અથવા આઈન્સ્ટાઈને કહ્યું તેમ રહસ્યનો નવો દરવાજો ખોલીએ અથવા તો ભારતીય જૈન મત ચિંતન મુજબ સ્વયંને પૂર્ણ રીતે જાણવા, પૂર્ણ બનાવવા આગળ વધીએ. કોઈ પણ તંત્ર આખર તો માનવ માટે, માનવ-ઉત્થાન માટે છે. આમ પ્રત્યેક તંત્રમાં માનવ અગત્યનું પરિબળ અને લક્ષ છે. માનવ મૂળેથી જ વિવેકશીલ અને વિકાસલક્ષી છે. સુચારુ તંત્રના સંવર્ધન અર્થે પણ પ્રચાર-પ્રસારની જરૂર પડે છે જે એ વિસરી ન શકાય. અને ઈષ્ટ તત્ત્વને લઈ જવા પણ નવો સમૂહ ઉમેરાવો અગત્યનું છે. માનવસંસ્કૃતિ પાસે બે જૂનામાં જૂનાં તંત્રો છે. એક ધર્મતંત્ર અને બીજું કલાતંત્ર. બન્નેનો આશય એક જ છે. બંને ઈષ્ટ સાથે એકાકાર થવાનાં સાધનો - માર્ગો જ છે, પરંતુ બંને વચ્ચે પાયાનો ફર્ક છે. એકમાં ‘રસ’નું સ્થાન નહીંવત્ અથવા તો કીર્તન, પૂરતું, બીજામાં રસને અનિવાર્ય ગણી, વહેંચીને માણવાની પદ્ધતિ છે. આમ માનવપ્રકૃતિને કલાતંત્ર પ્રત્યે, એના સુયોજિત સૌદર્યશાસ્ત્ર વિશે વિશેષ આકર્ષણ રહે છે. અત્રે પ્રગટ કરવાનો મુદ્દો એ છે કે ધર્મ આકરી પ્રક્રિયા તથા પ્રમાણમાં શુષ્ક લાગે તેવા ઉપદેશાત્મક જ્ઞાનમાર્ગ. તત્ત્વ પ્રતિ અગ્રસર થાય છે. તેથી વર્તમાન સમયની વિડંબણા એ છે કે માનવ સહજ રીતે ધર્માભિમુખ થતો નથી. આવું વલણ જો લાંબો સમયક ચાલે તો સાંસ્કૃતિક ધારા જોખમાઈ જાય. જેના ઉત્થાન માટે ધર્મતંત્ર છે તેવો માનવસમુદાય ધર્મથી અલગ થતો જાય. આજકાલ ધર્મને નિવૃત્તોની પ્રવૃત્તિ ગણવાની ચોક્કસ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે યુવાબળને ધર્મ પ્રત્યે અનુરાગ કેળવવો કરવો હોય તો કલામાર્ગના સ્વયંસિદ્ધ અમુક પાસાને અત્રે ધર્મક્ષેત્રે પવૃત્ત કરવા પડશે, જેથી રસ દ્વારા રસજ્ઞ બની – બનાવી માનવને સ્વથી સ્વત્વ અને સ્વત્વને સત્વ પ્રત્યે આસાનીથી વાળી શકાશે અને વર્તમાન કટોકટી હળવી તો અવશ્ય બનાવી શકાશે, સાંસ્કૃતિક ધરોહર આગામી પેઢીને સોંપવા પણ પેઢીને તૈયાર કરવાનું કર્તવ્ય પણ વર્તમાન પેઢીએ જ કરવાનું હોય છે. પ્રસ્તુત સંદર્ભે આચાર્યશ્રી ઇન્દ્રનન્દી નીતિશાસ્ત્રનો એક શ્લોક અત્રે ઉતારવો યોગ્ય લાગે છે. ૨૨૩
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy