SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા ધર્મ અને અધ્યામને વર્તમાન જીવનમાં સક્રિય કરાવનાર ગુરુ (જૈન ધર્મના અભ્યાસુ કચ્છ ઈતિહાસ પરિષદના સક્રિય કાર્યકર અને પત્રકાર) - કાનજી મહેશ્વરી ‘‘જ્ઞાન દર્શન ચારિત્ર પંચે, પહોંચાડતા ગુરુવરા, ઉપકારી ગુરુ ચરણમાં ભાવે, ભાવે કરું હું વંદના ॥ ગુરુ પરમાત્મા સ્વરૂપ, નિર્મલ અખંડ ચેતાના સંવાહક છે. અધ્યાત્મના ક્ષેત્રમાં ગુરુનું વિશેષ પ્રદાન રહ્યું છે. બહારની ભાગદોડમાં જ્યારે માણસ નિષ્ફળ જાય ત્યારે જ ગુરુ તેનો આધાર બને છે. નિરાશામાંથી ઊભો કરનાર ગુરુ જ હોય છે ને ! અને અધ્યાત્મ, ધર્મને વાટે ગતિ કરાવે એ જ ગરુ કહેવાય છે. સાંસારિક સુખો-કષાયોનું શમન કરાવી, પરમાત્માની ભક્તિ દ્વારા આપણાં કર્મોનો ક્ષય કરાવે, સત્યનો ઉપાસક બનાવે અને અંતરનાં દ્વાર ઉઘાડે તે ગુરુના ઉપકાર ચરણોમાં નતમસ્તકે નમન કરું છું. માણસ પોતાના જીવનને સમજી, જીવનના લક્ષ્યને અનુરૂપ પુરુષાર્થી કેમ બને ? એવા ચિંતન સાથે જીવનનો ધ્યેય બનાવનાર મહામાનવ ગુરુ છે. સંસારની દરેક પ્રવૃત્તિ કરતા હોવ છતાં નિર્મોહી, જલ-કમલવત્ ઉપશમભાવ આત્માના લક્ષ્યની પ્રાપ્તિમાં સહાયક બને છે. આગળ જતાં શિષ્યને નરમાંથી નારાયણ, જણથી જિન બનાવનાર ગુરુ છે. ગુરુ સાધના પથના પ્રેરણાસ્રોત છે. નિર્દભ કે સ્વાર્થીવૃત્તિ વિનાના, બીજા કોઈની તરફથી પ્રાપ્ત થતાં કટો સહન કરનારા, અપકાર ઉપર ઉપકાર આપનાર તે છે ગુરુ ! કર્મો અને કલેશોથી ભરપૂર આ વર્તમાન મનુષ્ય જન્મમાં અધિકારી શિષ્ય/શ્રાવકનાં કર્મ અને કલેશો નાશ પામે તેવા પરમાર્થી પ્રયત્નો કરનાર ગુરુ મહારાજસાહેબ ખરેખર ધન્ય છે... ધન્ય છે. २०८ આગમશાસ્ત્રોનું સરળ શૈલીમાં અધ્યયન કરાવનાર ગુરુ મ.સા. છે. આવા ધર્મ અને અધ્યાત્મના મરમને પોતાના સ્વાનુભવથી પ્રાપ્ત કરેલ સમ્યજ્ઞાનથી જિજ્ઞાસુ-આત્માર્થી, ભવ્યત્માઓનો જીવનરથ મોક્ષદ્વારે ગતિ કરી શકે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુરુ-ગ્રંથ મહિમા અધ્યાત્મનું જગત એક રહસ્યપૂર્ણ ઘટનાઓથી ભરેલું છે. સામાન્ય ઘટનાને આપણે જે રીતે જોઈ-મૂલવીએ છીએ તેવું ધર્મ કે અધ્યાત્મના જગતમાં નથી. ગુરુ એ અધ્યાત્મના જગતનું એક અનોખું પાત્ર છે. જેને આપણે શિક્ષક કે ટીચર કહીએ છીએ તે ‘ગુરુ’ નથી. જેને આપણે શિક્ષણ સમજીએ છીએ, તે ‘વિદ્યા’ નથી. ગુરુ અંધકારના પડળને ચીરી શિષ્યના જીવનમાં પ્રકાશને પાથરે છે. વિદ્યા વ્યક્તિને તમામ બંધનોથી મુક્ત કરી વિરાટ બનાવે છે. ગુરુકૃપાથી પહેલી જ વાર વ્યક્તિની આંખ ખૂલે છે અને ગુરુકુપાના કારણે જીવન અને જગત સામે જોવાની એક પારદર્શી દિષ્ટ મળે છે. ગુરુ પરની અપાર ‘આસ્થા' જ શિષ્યના જીવનમાં ક્રાન્તિનો સૂત્રપાત કરે છે. સંપૂર્ણ શ્રદ્ધા કે સમર્પણભાવ ન હોય તેવી વ્યક્તિ ગુરુકૃપાથી વંચિત રહે છે. શ્રદ્ધાવાન કે ગુરુને સમર્પિત વ્યક્તિનું મન જેમ જેમ સરળ; નિષ્કપટ થતું જાય છે તેમ તેમ આંતરિક પીડા જાણે કે વધતી જાય છે, સાધને નિ:સહાયતાની લાગણી થતી જાય છે અને ત્યારે પ્રાર્થનાનો અવિરત પ્રવાહ તેના હૃદયમાંથી વહેવા માડે છે. જે જ્ઞાન મેળવ્યા પછી જીવનમાં કાંઈ મેળવવાનું બાકી ન રહે તે જ્ઞાન મેળવવા માટે જિજ્ઞાસુ પ્રાર્થના કરે છે. અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ, પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લાઈ જા, તું-‘હીણો હું છું' તો, તુજ દરશનના દાન દઈ જા. ‘હે પ્રભુ ! તું મને અનિત્યમાંથી નિત્ય તરફ દોરી જા. હૃદયમાં રહેલાં અંધકાર-અજ્ઞાનને જ્ઞાનરૂપી પ્રકાશથી દૂર કર. હું હીન છું હે પ્રભુ !' રાગદ્વેષરૂપી મૃત્યુમાંથી મને અમૃત સ્વરૂપ તારાં દર્શનનાં દાન દઈ જા. ગુરુના સાનિધ્યમાં સત્સંગનું મહત્ત્વ જૈન સંસ્કૃતિમાં અનેરું છે. અરે, સાધુગુરુનું દર્શન પણ મંગલ અને પુણ્ય સ્વરૂપ છે, કારણકે ગુરુ ભગવંતોનો સાનિધ્યસત્સંગ તાત્કાલિક ફળ આપે છે. મોહનિંદ્રામાંથી ઢંઢોળીને જાગૃત કરવાનું કામ સત્સંગ-સમાગમ કરી શકે છે. કુસંગથી જિંદગી નષ્ટ, ભ્રષ્ટ, પ્રદૂષિત થઈ બરબાદીને નોતરે છે. કુસંગ જીવનને ઝેર બનાવે છે, જ્યારે સત્સંગ સદાચરણનું અમૃત બક્ષે છે. જીવનમાં ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન કરનાર ગુરુ-સત્સંગ મોટું પરિબળ છે. ૨૦૯
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy