________________
#શિવાજી – અને જૈન ધર્મ ) અતિચારમાં સુંદર વર્ણન છે. જો વિશ્વને વિશ્વશાંતિ તરફ લઈ જવું હોય તો પ્રભુ મહાવીરનું અર્થશાસ્ત્ર અપનાવવું જરૂરી છે. Technologyનો ઉપયોગ માણસની રોજગારીને ભોગે નહીં, અર્થ ઉપાર્જન નીતિ, નૈતિકતા અને પ્રામાણિકતાના ભોગે નહીં. દરેક કાર્યમાં સંયમ અને વિનમ્રતા, દરેક જણમાં સંતોષની પરાકાષ્ઠા. જે થઈ રહ્યું છે તે મારા કર્મનું ફળ છે. બીજાં દર્શનમાં કહેવાય છે કે, “રામ રાખે તેને કોણ ચાખે? હોની કો કોઈ ટાલ નહીં શકતા, પાંચમની છઠ્ઠ નથી થવાની’ આ પ્રમાણે ઉલ્લેખ છે, પરંતુ પર્યાય વારંવાર બદલાય છે. દરેક જણ બીજાની સાથે સરખામણીની આદતો છોડે, નબળા વર્ગ માટે કરુણાનો ભાવ જન્માવે.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્ Forget part, live in present & plan future.
આપણે સૌ આપણાં ખૂબ જ જ્ઞાની સાધુ-સાધ્વીના માર્ગદર્શન હેઠળ પ્રભુ મહાવીરે કહેલા અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં આગળ વધીએ તો વિશ્વશાંતિ આ યુગમાં શક્ય છે.
$$$ીd અર્થશાસ્ત્ર અને જૈન ધર્મ મા છેક આપ્યું કે નવી અર્થનીતિમાં ભાવના જાગૃત થવી જોઈએ અને પદાર્થ આપણા માટે ત્રાણ (ખેંચાણ) નથી, પરંતુ અશરણ અનુપ્રેક્ષા છે. અર્થવ્યવસ્થા એવી રીતે ગોઠવવી કે અસમાનતા અને અપરાધનો વિચ્છેદ થઈ જાય. આ અર્થવ્યવસ્થાનું બેરોમીટર છે.
ડૉ. માર્શલ તેમના કથનમાં જણાવે છે કે, જરૂરિયાત અપૂરણીયતાનું પ્રતિપાદન છે, જેમાં ઇચ્છાઓ ક્યાંય પૂર્ણ થતી નથી. તેમાંથી લોભનો જન્મ થાય છે. વસ્તુ અને પદાર્થનો ઉપયોગ થોડુંક સુખ આપે છે, પરંતુ ઉપભોગ ન કરવાથી ખૂબ દુઃખ થાય છે. ધર્મની દૃષ્ટિ કેળવવાથી નિયામક તત્વ એટલે કે સંયમ (Contral)નું અદકેરું મહત્ત્વ છે. આવશ્યકતા વધવાથી Demand વધે છે, આર્થિક સ્થિતિ સુદૃઢ થાય છે, પરંતુ તેના ફળસ્વરૂપે ઘણી વાર કલેશ, અસંતોષ, વર્ગસંઘર્ષ અને સ્વાર્થવૃત્તિને વેગ મળે છે.
ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની વચ્ચે પ્રકૃતિનું અંતર છે. મનુષ્યને આત્મગ્લાનિનો અનુભવ થાય છે. ધન આવશ્યકતા પૂર્તિનું સાધન છે, સાધ્ય નથી. ધન મનુષ્ય માટે છે, મનુષ્ય ધન માટે નથી. અહીંયાં આપણે સિદ્ધ મહાવીરની વાત નથી કરતા, સાધક મહાવીરની વાત કરી રહ્યા છીએ. આદિ તીર્થકર શ્રી ઋષભદેવે યોગાનુકૂળ માર્ગદર્શન આપ્યું હતું અને હસી, મસી અને કૃષિનું સુંદર માર્ગદર્શન આપેલ હતું.
વૈજ્ઞાનિક અને મહાવીર બન્ને ચિંતક છે, પરંતુ વૈજ્ઞાનિકનું ચિંતન તાત્કાલિક છે અને મહાવીરનું ચિંતન વૈકાલિક છે. ભગવાન મહાવીર પાસે બે વ્યક્તિ આવી - (૧) સમ્રાટ શ્રેણિક અને (૨) પુણિયો શ્રાવક. તેમણે કહ્યું કે, પુણિયા શ્રાવકનું સુખ સમ્રાટ શ્રેણિક ક્યારેય મેળવી નહીં શકે. આપણી પાસે ત્રણ પ્રશ્નો છે – (૧) શાન્તિ અપેક્ષિત છે કે નહીં? (૨) સ્વતંત્રતા પ્રિય છે કે નહીં ? (૩) પવિત્રતા અને આનંદ જોઈએ છે કે નહીં ?
આ સાથે ૧૫ કર્માદાનમાં જણાવ્યા પ્રમાણે પર્યાવરણ પણ અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર સાથે જોડાયેલ છે. જો આપણો દષ્ટિકોણ એકાન્ત છે તો તે દરેક સમસ્યાનું મૂળ છે. જો આપણે આપણો દૃષ્ટિકોણ નહીં બદલીએ તો ત્યાં સુધી સમસ્યાનું સમાધાન નથી. જૈન દર્શન કે બધાં દર્શનનું મૂળ સમ્યક દર્શન છે અને બધાં પાપોનું મૂળ મિથ્યા દર્શન છે. આપણાં બધાં વ્રતોના અતિચારમાં શ્રાવકે શું કરવું કે ન કરવું તે તેના
- ૧૯૧
સંદર્ભ : ભગવાન મહાવીરનું અર્થશાસ્ત્ર :
લેખક : આચાર્ય મહાપ્રજ્ઞજી
(જૈન ધર્મના અભ્યાસુ યોગશભાઈ ઘાટકોપર આગ્રા રોડ સંઘના પૂર્વપ્રમુખ, વિશ્વવાત્સલ્ય પ્રા. સંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપરના ઉપપ્રમુખ છે).