SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ છેક ભાવના-અનુપ્રેક્ષા ચિંતન અને જૈન ધર્મ છે એક મુનિરાજ શ્રી રત્નચંદ્રજી મહારાજ સર્વપ્રથમ લક્ષ્મીની અનિયતા બતાવે છે. ૧) અનિત્ય ભાવના : લીંબડી અજરામર સંપ્રદાયના આગમદિવાકર પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્ર મહારાજના સુશિષ્ય શતાવધાની, ભારતભૂષણ પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજે ‘ભાવના શતક'ની રચના કરી. બાર ભાવનામાં પહેલી અનિત્ય ભાવના છે. અનિત્ય ભાવના વિશે સ્વરચિત આઠ શ્લોકો રચ્યા છે. પ્રથમ લક્ષ્મીની અનિત્યતા બતાવી છે. વેગપૂર્વક ચાલતા પવનની સામે દીપક મૂકવાથી જેમ દીપશિખા અસ્થિર બને છે, તેવી જ રીતે લક્ષ્મી પણ અસ્થિર-ચંચળ અને ચપળ છે. ગમે ત્યારે એ લક્ષ્મી માનવીને છોડીને ચાલી જશે અથવા માનવી એને છોડીને ચાલ્યો જશે. એ પણ આ જ જન્મમાં, બીજા જન્મમાં નહીં. શરીરની અનિત્યતા, રોગોની પ્રચુરતા અને આયુષ્યની ક્ષણભંગુરતાને પરિણામે આ શરીર અનિત્ય, નાશવંત અને ક્ષણભંગુર છે, છતાં પણ પ્રત્યેક માણસ આ શરીર પર કેટલો બધો મોહ રાખે છે ! ચિત્ત, વિત્ત, જીવન, યૌવન, સંસાર - બધું જ ચલાયમાન છે, તો પછી પ્રશ્ન થશે નિશ્ચલ, અડગ અને અસ્થિર શું ? તો જવાબ છે કે માત્ર ધર્મ જ નિશ્ચલ અને સ્થિર છે. એનું શરણ જ સાચું છે. ધર્મ, ન્યાય, નીતિ, પ્રામાણિકતાને છોડીને જે લક્ષ્મી સંપાદન કરી તે લક્ષ્મી તને મૃત્યુના મુખમાંથી છોડાવી નહીં શકે. ૨. અશરણભાવના : જે સ્ત્રીને તું તારા પ્રાણથી પણ વધારે ચાહે છે,એને પ્રસન્ન રાખવા તું યોગ્યઅયોગ્ય કાર્યો કરે છે, એ વિષયમાં પુષ્પ-પાયને જોતો નથી. જ્યાં સુધી તારા તરફથી સુખ મળતું રહેશે, ત્યાં સુધી તારી પત્ની તને પ્રેમ કરશે, તે પણ અંદરથી નહીં, પણ બહારથી વહાલ કરશે, પણ જ્યારે મોતનો સમય આવશે ત્યારે બૅન્કના લૉકરની ચાવીની ભાળ પૂછશે, સોના-ચાંદી અંગે સવાલ કરશે, પણ તને મૃત્યુના પંજામાંથી છોડાવી નહીં શકે. આ ભાવનાને સ્પષ્ટ કરવા હરણના બચ્ચાનું અનાથીમુનિનું સુંદર દૃષ્ટાંત મૂક્યું છે. અને છેલ્લે જણાવ્યું છે કે, કલ્યાણમિત્ર ધર્મ જ એકમાત્ર શરણદાતા છે. ૩) સંસાર ભાવના : ધર્મનું શરણું અંગીકાર ન કરનાર જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. આ માટે ત્રીજી સંસાર ભાવના બતાવવામાં આવી છે. પાપાચરણના પ્રભાવે માનવીએ અનંતકાળથી જન્મ, વૃદ્ધત્વ અને મૃત્યુનાં દુઃખો વારંવાર સહન કર્યા છે, તે એટલી હદ સુધીનું કે ચૌદ ૧૩ - ક00 _ અને જૈન ધર્મ છે જ રાજલોકના અસંખ્યાતા પ્રદેશ છે, તેમાંના દરેક પ્રદેશ અનંતાનંતવાર જન્મ-મરણ કર્યો, અનંતા પુદ્ગલ પરાવર્તન કર્યા, છતાં હજી સુધી સંસાર સીમિત થયો નથી. આવો જીવાત્મા જ્યારે નરકમાં ગયો, ત્યારે ત્યાંની અતિશય ઠંડી અને અતિશય ગરમીની જે વેદના એક સમયમાં સહન કરી, એ પીડાની કોઈ માણસ ગણતરી કરવા બેસે તો તે પોતાની જીભથી તો ગણી શકે નહીં, પણ કોઈને એક લાખ જીવ દૈવયોગે પ્રાપ્ત થઈ જાય અને એ બધી જીભોથી તેનું વર્ણન કરવા બેસે, તોપણ પાર પામી શકે નહીં. એટલી અપરંપાર વેદના એક સમયમાં ભોગવી, તો પછી આ જીવે પલ્યોપમ અને સાગરોપમ સુધી કેવી રીતે સહન કરી હશે ? આટલું દુઃખ ભોગવ્યું, પણ છતાં હજી સુધી દુઃખનો પાર આવ્યો નથી. શુભ કર્મના ઉદયથી આ જીવ ક્યારે રાજકુળમાં ઉત્પન્ન થઈને મહારાજા બન્યો, તો વળી કવચિત્ દેવતાઓના અધિપતિ ઇન્દ્ર પણ થયો. કાલાન્તરે શુભ કર્મનો ઉદય પૂર્ણ થતાં અને અશુભ કર્મના પ્રભાવથી નીચ કુળમાં ઉત્પન્ન થઈને અધમ જાતિમાં જન્મ્યો. ક્યારેક મનુષ્યયોનિમાં તો ક્યારેક ડુક્કર જેવી તિર્યંચ યોનિમાં પેદા થયો. આવી વિચિત્રતાની સાથે જીવ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે, છતાં પણ હજી સુધી ભવભ્રમણથી નિવૃત્તિ મળી શકી નથી. આ સંસારના સંબંધોનું માયાવીપણું તો જુઓ ! હમણાં તને જે પુત્ર પિતા કહીને બોલાવે છે, એ જ તારો પુત્ર પૂર્વભવમાં ઘણી વખત તારો પિતા થયો છે. હમણાં જે તને પતિ કહીને સંબોધે છે, તે જ સ્ત્રી એક વખત તારી માતા હતી અને હમણાં જે પુત્રીનો તે પિતા થયો છે, પૂર્વભવમાં એક વખત એ તારી વનિતા હતી. આમ ભવભ્રમણ કરતાં જે નવાનવા સંબંધો બાંધ્યા તે એક પછી એક યાદ કરવામાં આવે, તો અતિવિસ્મય થાય ! કેવાકેવા વિચિત્ર સંબંધો કર્યા છે. અરે ! બીજા ભવની તો શું વાત કરવી, એક ભવમાં પણ એક જીવે અઢાર સંબંધો જોડ્યા, તે દર્શાવતી કુબેરદત્ત અને કુબેરદત્તાની કથા જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ૪) એકત્વ ભાવના એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે છે, ત્યારે એ ગર્વભેર છાતી પર હાથ રાખીને કહે છે કે, આ બંગલો તો મારો પોતાનો છે. આ રમણીય બગીચો મેં મારા માટે ઘણી મહેનત કરીને બનાવેલો છે. આ અશ્વશાળા મારા અશ્વોને બાંધવા માટેની છે. આ બળવાન હાથી મારી સવારી માટે છે. આ બધા તો મારા નોકર છે. પોતાની ભૌતિક વસ્તુઓ વિશે અહંકાર સેવવાની એને આદત પડી જાય છે. એને માટે ૧૪.
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy