SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ <p>D શ્રુતસંપદા અને જૈન ધર્મ Dep® 2 એ વારસાને આપણે શ્રુતસંપદાના નામે ઓળખીએ છીએ. શ્રુત એટલે અહીં સાહિત્યના સંદર્ભમાં લેવાનું છે. શ્રુતસંપદા એટલે સાહિત્યરૂપ સંપત્તિ. આ સંપત્તિ જૈન સાહિત્યના નામે ઓળખાય છે. જૈન ધર્મમાં શ્રુતસંપદાનું અનન્ય મહત્ત્વ છે. તેથી જૈન ધર્મ શ્રુતસંપદાથી સમૃદ્ધ છે. એની સમૃદ્ધિનું કારણ એ છે કે એનો સમાવેશ શ્રુતજ્ઞાનની અંતર્ગત થાય છે. શ્રુતજ્ઞાનના ૧૪ ભેદમાં પહેલો જ ભેદ અક્ષરશ્રુતનો છે અને અક્ષરશ્રુત સાહિત્યના નિર્માણમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. જૈન દર્શનમાં પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાનનું મહત્ત્વ અદકેરું છે. કેવળજ્ઞાનની ગેરહાજરીમાં શ્રુતજ્ઞાન જ સાચાં તત્ત્વોની ઓળખાણ કરાવે છે. માટે એ નષ્ટ ન પામે એના માટે ગ્રંથો-પુસ્તકો કે હસ્તપ્રતો લખવાની પ્રેરણા ગુરુભગવંતો દ્વારા કરવામાં આવતી જેને કારણે જૈન સાહિત્ય સમૃદ્ધ છે. જૈન સાહિત્ય સ્થૂળ અક્ષરદેહથી જ વિશાળ અને વ્યાપક નથી, પરંતુ જ્ઞાન-વિજ્ઞાન, ધર્મ-દર્શન, ભૂગોળ-ખગોળ, ગણિત-ઈતિહાસ વગેરે વિવિધ વિષયોથી સભર છે. અધ્યાત્મ અને અનુભૂતિનો અક્ષય ખજાનો છે. તેથી એની સૂચિ અત્યંત વિશાળ છે. દરેક પ્રકારની જુદીજુદી યોગ્યતાવાળા આત્માઓ જુદાજુદા પ્રકારનો અભ્યાસ કરી શકે તે માટે વિપુલ સાહિત્ય પૂર્વના મહાપુરુષોએ રચ્યું છે. એમાં ભાષાવૈવિધ્ય છે જ, પરંતુ વિષયવૈવિધ્ય પણ છે. જૈન સાહિત્ય મુખ્યત્વે પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, અપભ્રંશ, હિન્દી, રાજસ્થાની, બંગલા, તેલુગુ, ઓડિયા, કન્નડ, તામિલ, ગુજરાતી, મારુ ગુજરાતી વગેરે ભાષાઓમાં લખાયેલું છે, પણ આ બધું સાહિત્ય મુખ્યત્વે મોટા પ્રમાણમાં હસ્તપ્રતોમાં સચવાયેલું છે. હસ્તપ્રત એટલે હાથે બનાવેલા કાગળ પર હાથે બનાવેલી સહીમાં હાથે બનેલી કલમ બોળીને અક્ષરો લખવા તે. હસ્તપ્રત અથવા તો તાડપત્ર કે ભોજપત્રને લખવાયોગ્ય બનાવીને એના પર હાથથી લખવું તે. મુદ્રણકળાને કારણે આજે તાડપત્રો પર લખવાની કળા ભુલાઈ ગઈ છે. આજથી ૫૦ વર્ષ પહેલાં ગુજરાત તેમ જ મારવાડમાં પરંપરાગત લહિયાઓ હતા જે સુંદર લિપિ તેમ જ સામેના આદર્શ જેવો જ આદર્શ નકલ લખતા, પરંતુ મુદ્રણકળાયુગમાં તેમની પાસે પુસ્તકો લખાવનાર ઘટતા ગયા જેથી આજીવિકાર્થે તેમને પણ આ કળા છોડવી પડી. ૬૫ WO DI_ અને જૈન ધર્મ DHD હસ્તપ્રતો સૈકાઓમાં જીવે છે જ્યારે છપાયેલા ગ્રંથો દશકાઓમાં અર્થાત્ હસ્તપ્રત માટે જે કાગળ બનાવવામાં આવતા તે ૫૦૦થી ૧૦૦૦ વર્ષ ટકતા. કાશ્મીરી કાગળ રેશમથી બનતા હોવાથી સૌથી વધારે ટકતા હતા. સાંગાનેરી કાગળ ૭૦૦થી ૯૦૦ વર્ષ ટકે. ખાદી કાગળ ૧૦૦થી ૧૫૦ વર્ષ ટકે, જ્યારે મશીનથી બનેલા કાગળ ઓછા ટકે છે. છાપેલા પુસ્તક ઝડપથી તૈયાર થાય, પણ કાગળમાં કેમિકલ અને શાહી પણ કેમિકલ હોવાથી વધારેમાં વધારે ૧૦૦ વર્ષમાં પુસ્તક ખલાસ થઈ જાય, પરંતુ તાડપત્ર પર લખાયેલ પુસ્તકનું આયુષ્ય હજારો વર્ષથી પણ વધુ છે. ઈ.સ. બીજી સદીના તાડપત્રના પુસ્તક આજે પણ સુરક્ષિત છે. ઈ.સ. પાંચમા સૈકાની બનેલી કાગળની હસ્તપ્રતો આજે પણ મળે છે. એ વાત ધ્યાનમાં આવતા ‘શ્રુતગંગા’ પ્રોજેક્ટ દ્વારા પુનઃ લહિયાઓની ટીમ તેમ જ હસ્તલેખનનું કાર્ય શરૂ થયું છે, જે એક પ્રશંસનીય પગલું છે. ‘જ્ઞાનનું પ્રતીક શ્રુતજ્ઞાન છે, તેનો સ્રોત છે હસ્તપ્રત. સરકારી આંકડો એમ બતાવે છે કે આ વિશ્વમાં કોઈ એક ધર્મ પાસે જો સહુથી વધારે હસ્તપ્રત હોય તો તે જૈન ધર્મ પાસે છે.' – મુનિ શ્રી વૈરાગ્યરતિવિજયજીગણ. અનેક એવૉર્ડવિજેતા યુનિવર્સિટી ઑફ પુણેનાં પ્રાધ્યાપિકા ડૉ. નલિની જોષીએ પણ દાવા સાથે કહ્યું છે કે જેટલી ભાષામાં જૈનાએ લખ્યું છે એટલું કોઈ દર્શનવાળાએ નથી લખ્યું. એક સંશોધન અનુસાર પાંચ કરોડ હસ્તપ્રત હતી તેમાંથી ૪૫ કરોડ નષ્ટ થઈ ગઈ. જે છે તેમાંથી ૨૦ લાખ જૈન સાહિત્યની છે. પૂર્વાચાર્યોં હસ્તપ્રતનું મહત્ત્વ સારી રીતે જાણતા હતા તેથી પુસ્તક લખવા-લખાવવાની પ્રેરણા કરતા હતા તેથી પણ જૈન સાહિત્ય સર્વાધિક હતું. શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણે એક કરોડ ગ્રંથનું લેખન કરાવ્યું હતું તેમાં પૂજ્ય હરિભદ્રસૂરિશ્વરજીએ ૧૪૪૪ પ્રાયશ્ચિત્તરૂપે સ્વહસ્તે લખેલા ગ્રંથો ઉમેર્યા. બીજા અનેકોના પણ ગ્રંથો ઉમેરાઈને જૈન સાહિત્ય સમૃદ્ધ બન્યું હતું, પણ મુસ્લિમ બાદશાહોના સમયમાં છ-છ મહિના સુધી સૈન્યના રસોડામાં ઈંધણ તરીકે ધર્મગ્રંથો (હસ્તપ્રતરૂપે હતા) બાળવામાં આવ્યા, જેને કારણે માંડ અંદાજિત ૧૫ હજાર ગ્રંથો બચ્યા. જે બચ્યા એના આધારે પણ સાહિત્ય સર્જનની પ્રક્રિયા ચાલુ જ રહી જેને કારણે જૈન સાહિત્ય આજે પણ વિશાળ શ્રેણીમાં મળે છે. અન્ય ક્ષેત્રમાં પહોંચેલું જૈન સાહિત્ય (૧) અમેરિકા - અમેરિકાની યુનિવર્સિટીની એક લાઇબ્રેરીમાં એક લાખ જૈન 55
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy