SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કરીના અને સંચમ જીવન અને જૈન ધર્મ તેઓની માન્યતા ખોટી નથી, પણ પૂર્ણપણે સત્ય પણ નથી. પર્વતની ચોટી જો વ્યવહાર છે તો પર્વતની તળેટીનો નીચેનો ભાગ નિશ્ચય છે. જેણે માત્ર ચોટીને જોઈ તેણે સંપૂર્ણ પર્વત જોયો નથી અને જેણે તળેટીનો નીચેનો ભાગ જોયો તેણે પણ અધૂરા પવર્તને જ જોયો છે. સંપૂર્ણ પર્વત તા તેણે જ જોયો છે જેણે ચોટી અને તળેટીનો નીચેનો ભાગ બંને જોયાં હોય. જૈન દર્શન તે પર્વત સમાન છે, જેને ચોટીવ્યવહાર અને તળેટીનો નીચેનો ભાગ નિશ્ચય છે. બંનેને આત્મસાત કરનારાને જ જૈન દર્શન શું છે તે સમજાય છે. સ્પષ્ટ ત્યારે આ પર્વતને પૂર્ણપણે જોવાનું એક સાધન છે સંયમજીવન. આ વાત તો છે કે પ્રભુ દ્વારા મળેલ ઉત્તમોત્તમ મિષ્ટાન્ન એટલે કે સંયમજીવન... પ્રભુ દ્વારા મળેલ સર્વશ્રેષ્ઠ ભેટ એટલે કે સંયમજીવન. આ મિષ્ટાન્ન અને આ ભેટ પ્રભુએ સર્વ જીવોને સમાન આપી છે. જેમ પ્રકૃતિ તો ભૂમિ પર સમાન જ વર્ષા કરે છે, કોઈ ઝીલી લે તો ઉપજાવ બની જાય અને ન ઝીલે તો બંજર રહી જાય તેમ જ આ સંયમવર્ષા ભગવાને બધા પર કરી, કાઈએ ઝીલી તો મુક્ત થયા અને બાકીનાના હાથમાં તો બેડીઓ જ બંધાણી. સંયમજીવન... આખરે સંયમજીવન છે શું ? ઘણા એવું માને છે કે સહનશક્તિ એ સંયમ છે ! સહનશક્તિ જો સંયમ હોત તો દરેક પ્રાણી તે સંયમી કહેવાત, કારણકે દરેક પ્રાણી કંઈક ને કંઈક સહન તો કરે જ છે. મજૂર થાક, ગરીબી અને લાચારી સહન કરે છે. અમીર સત્તા, સંપત્તિ તથા બીમારીને સહન કરે છે. પશુ ક્રૂરતા સહન કરે છે ત્યારે વૃક્ષ તાપ અને વર્ષા બંને સહન કરે છે. આ રીતે તો બધા જ સંયમી કહેવાશે, પરંતુ ના. સંયમ શબ્દ બોલતા જ એક ખુમારીભર્યો ભાવ તેમાંથી વહે છે. સહનશક્તિને સંયમયાં રૂપાંતરિત કરનારું એક તત્ત્વ છે તે સહજતા. સંયમી સંયમથી સુશોભિત છે ત્યારે સંયમ સહજતાથી. એક સંયમીના જીવનમાં જે કાંઈ બને છે તે બનાવને તે સહજતાથી સહન કરે છે, આકુળતા કે વ્યાકુળતાનો અંશમાત્ર ન હોય ત્યારે તે સંયમ કહેવાય. દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું...દુઃખ તથા ક્રોધની પરમસીમા અનુભવી રહી છે. તે ક્રોધમાં સમસ્ત સભાને શ્રાપિત કરી દેવાના નિર્ણયે પહોંચી છે, ત્યારે અર્જુન કહે છે, “હે દ્રૌપદી, તમારો સંયમ નહીં ગુમાવો.’’ ક્રોધથી ભડભડતી દ્રૌપદી કહે છે, “સંયમ ! આ પરિસ્થિતિમાં સંયમ કઈ રીતે રાખવો ? તમામ ભાઈઓએ મને દાવ પર લગાડી ત્યારે ક્યાં ગયો હતો તેમનો સંયમ ?’’ ત્યારે જ અચાનક શ્રીકૃષ્ણનું મુખડું યાદ આવે છે અને શ્રાપને સ્થગિત કરી દે છે, પરંતુ અંદરનો ક્રોધ અને વેદના શાત નથી થયાં. કોઈનું પણ મુખ જોવા તે તૈયાર નથી. કોઈની વાત સાંભળવા તે સજ્જ નથી. શ્રીકૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ આવ્યા. અત્યાર સુધી દ્રૌપદીએ કોઈને પોતાના કક્ષમાં આવવા નથી દીધા. ભીમ પોતે ૪૫ —અને જૈન ધર્મ કરીને પણ તેનો દરવાજો તોડી શકતો નથી. કારણ... દ્રૌપદીની સંકલ્પશક્તિ... શ્રીકૃષ્ણ એટલે કે સત્ય, શ્રીકૃષ્ણ એટલે કે જ્ઞાન, શ્રીકૃષ્ણ એટલે સંયમ. શ્રીકૃષ્ણ નહીં પરંતુ સ્વયં જ્ઞાન, સત્ય તથા સંયમદ્વાર સામે આવી ઊભું હતું અને ત્યારે દ્વારને ખૂલવું પડ્યું. ભીતર દુઃખના સાગરને પીને દ્રૌપદી બેઠી હતી. શ્રીકૃષ્ણ ત્યારે દ્રૌપદીને હિતશિક્ષા આપે છે, ‘દ્રૌપદી, દુર્યોધનને ક્ષમા કરી દે. જો તું ક્ષમા નહીં આપે તો તું પ્રતિશોધમાં અટવાઈને રહી જઈશ, ન્યાય નહીં કરી શકે. એક વાર પોતાના દુઃખથી ઉપર ઊઠી વિચાર કર કે જે વ્યક્તિએ આર્યવર્તની સામ્રાજ્ઞી સાથે આ વ્યવહાર કર્યો છે, તો રાજ્યની સામાન્ય નારીના શું હાલ કરશે ? પોતાના દુઃખમાં સંસારનું દુઃખ જો, પરંતુ પોતાના વ્યક્તિગત દુઃખનો ત્યાગ કર અને મુક્ત થઈ જા.’’ આ શબ્દો સાંભળતાં જ દ્રૌપદીના હૃદયમાં જ્ઞાન અને સત્યની સ્થાપના થઈ અને તેથી જ સહજતાપૂર્વક દુર્યોધનને ક્ષમા કરી દે છે. આનું નામ છે સંયમ. ઘુતસભામાં જ્યારે શ્રાપ સ્થગિત કરવામાં આવ્યો તે સહનશીલતાનું દર્શન કહેવાય, પરંતુ દુર્યોધનને જ્યારે દ્રૌપદીએ હૃદયના સહજભાવો સાથે ક્ષમા આપી ત્યારે આ સંસારને સંયમનું દર્શન થયું. અર્થાત્ કોઈ પણ ક્રિયા જે આકુળતા અને વ્યાકુળતારહિત છે તે છે સંયમ અને સંયમનો પળેપળે અનુભવ કરાવતું જીવન એટલે કે સંયમજીવન, પછી એવું જીવન શ્રમણ જીવે કે શ્રમણોપાસક. સંયમજીવન, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી સુશોભિત નથી, પરંતુ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ સંયમથી સુશોભિત છે. ઇરિયા સમિતિ માત્ર જતનાથી જોવું અને જતનાથી ચાલવું એટલું જ નથી, કારણકે જતનાથી ગતિ તો એક રૉબર્ટ પણ કરી શકે. એક રૉબર્ટની પ્રોગ્રામિંગ કરી દેવા પર તે માનવ કરતાં પણ વધારે જતના પાળી શકશે, પરંતુ આ જતના સહજ નથી. જ્યારે કોઈ પણ પ્રોગ્રામિંગ વગર – ઉપયોગપૂર્વક સહજ જતના પળાઈ જતી હોય તો તે સહજ સંયમજીવનની ઇરિયા સમિતિ. જતના જ્યારે વિકલ્પપૂર્વક થતી હોય ત્યારે તે માત્ર એક ક્રિયા છે, પરંતુ જ્યારે તે સહજરૂપે થતી હોય ત્યારે જ તે ઇરિયા સમિતિ છે. પાંચેપાંચ ઇન્દ્રિયોનું દમન એ વહેવારસંયમ હોઈ શકે, પરંતુ નિશ્ચયસંયમ ઇન્દ્રિયોનું સહજપણે શમન છે. માટે પ્રથમ તો વહેવાર સંયમસાધન બને છે જે નિશ્ચયસંયમના સાધ્ય સુધી પહોંચાડે છે. કોઈ એકની પણ ગેરહાજરી સંયમને શ્વાસરહિત બનાવી દે છે. સાથેસાથે એવું પણ સ્પષ્ટપણે સમજાય છે કે સંયમજીવન એ અનેક રહસ્યમય ઘટનાઓને સમજવા માટેનું એક સાધન છે. આ પ્રકૃતિ હરક્ષણ અનેક રહસ્યને કાનમાં કહી જાય છે, પરંતુ સાધક પોતાનાં સુખ-દુઃખના અવાજને સાંભળતો બંધ થાય ત્યારે જ આ પ્રકૃતિનો અવાજ સાંભળી શકે છે, અન્યથા નહીં. ગોચરી અનુકૂળ મળી ૪૬
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy