SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ # Bીક નિશ્ચય-વ્યવહાર અને જૈન ધર્મ છે એક કે આત્મસાધના છે. પરમવિશુદ્ધ કેવળજ્ઞાનયુક્ત આત્મા અત્યંત નિર્મળ અને પારદર્શક થઈ જવાથી તે આત્મદ્રવ્યમાં ત્રણે લોકના, ત્રણે કાળના ભાવો સહજ રીતે પ્રતિબિંબિત થાય છે. તેને આત્મા જાણે છે અને જુએ છે. તેથી કહેવાય છે કે કેવળજ્ઞાની ત્રણે લોકની અને ત્રણે કાળની વાત જાણે-દેખે છે. વાસ્તવમાં આત્માની શુદ્ધ સ્થિતિ તે જ કેવળજ્ઞાન છે, પરંતુ વ્યવહારમાં ત્રણ લોક અને ત્રણ કાળની વાતો જેનાથી જણાય તે કેવળજ્ઞાન છે. શાસ્ત્રકારોએ આ બંને દૃષ્ટિકોણને, બંને અપેક્ષાઓને સમજાવવા બે પ્રકારના નયનું કથન કર્યું છે. વસ્તુની કે આત્માની વાસ્તવિકતાનું દર્શન કરાવે તે નિશ્ચયનય અને વ્યવહારજગતની અપેક્ષાએ વસ્તુનું દર્શન કરાવે તે વ્યવહારનય, નિશ્ચયનયના દૃષ્ટિકોણને પામવું આપણું ચરમ અને પરમ લક્ષ્ય છે. તે જ નિશ્ચયધર્મ છે અને તે લક્ષ્યને સન્મુખ રાખીને, લસિદ્ધિ માટેની તમામ પ્રવૃત્તિઓ વ્યવહારધર્મ છે. આત્માની શુદ્ધ સ્થિતિને અશુદ્ધ બનાવનાર રાગ-દ્વેષાદિ, મલિન ભાવોનો નાશ કરવા તે જ સાધકની સાધના છે. તેના માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે, જીવને આ વાસ્તવિકતાનો યથાર્થ બોધ જ થવો અનિવાર્ય છે. અનાદિકાળતી જીવ શરીર અને શરીરજન્ય સંયોગોને જ પોતાનું સ્વરૂપ માનીને જીવી રહ્યો છે. તેને અરૂપી, ચૈતન્યઘન આત્મતત્વનો અનુભવ નથી તેથી શરીરમાં જ તેને મારાપણાનો અનુભવ થઈ રહ્યો છે. દેહ તે હું છે, આ દેહાધ્યાસ તેની ભ્રાંતિ છે, તેની મૂઢતા છે, તેની મૂળની ભૂલ છે. આ મૂળની ભૂલથી જ અનંતસંસારનું સર્જન થયું છે. દેહ હું છે તેથી દેહથી સંબંધિત સ્વજનોને પોતાના માને છે. આ રીતે પોતાના સંબંધોને વધારતા રાગ-દ્વેષાત્મક ભાવોને વધારે છે અને પરિણામે તેનું ભવભ્રમણ વધી રહ્યું છે. આ ભવભ્રમણમાં જીવ આધિવ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત થઈ રહ્યો છે. શાસ્ત્રકારો આ ભ્રાંતિને દર્શન મોહનીય કર્મ કહે છે. જ્યાં સુધી આ ભ્રાંતિ તૂટે નહીં ત્યાં સુધી જીવની આ દુઃખમય પરિસ્થિતિનો અંત આવતો નથી. દર્શન મોહનીય કર્મના પરિણામે થતાં રાગ-દ્વેષ, આસક્તિ આદિ ભાવો, દુરાચરણ વગેરેને શાસ્ત્રકારો ચારિત્ર મોહનીય કર્મ કહે છે. ચારિત્ર મોહનીય કર્મનું મૂળભૂત કારણ દર્શન મોહનીય છે. જીવને પોતાની રાગ-દ્વેષાત્મક મલિન સ્થિતિને દૂર કરવી હોય તો સહુ પ્રથમ તેને પોતાના ભ્રાંતિરૂપ દર્શન મોહનીય કર્મનો ક્ષય કરવો પડશે. છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી જ્યારે જીવને સત્ય સમજાઈ જાય છે કે, “હું શુદ્ધ આત્મા છું, શરીર તે હું નથી'. આ સત્યનો બોધ થતાં જ તેને સહજ રીતે દેહરાગ તેમ જ સ્વજનોનો રાગ કે દ્વેષ ક્રમશઃ છૂટતો જાય છે. રાગ-દ્વેષાદિ વિભાવોનો ત્યાગ કરવો, તેના લશે વ્રત-તપ-જ૫ આદિ અનુષ્ઠાનો કરવાં, સાધુધર્મ કે શ્રાવકધર્મનું પાલન કરવું વગેરે ઉપાયો ચારિત્ર મોહનીય કર્મને દૂર કરવા માટે છે. દર્શન મોહનીય કર્મના નાશ માટેનો પુરુષાર્થ અર્થાત્ હું શુદ્ધ આત્મા છું. કેવળજ્ઞાન મારો સ્વભાવ છે. આ શુદ્ધ પ્રતીતિ તે નિશ્ચયધર્મ છે અને તે લક્ષ્યસિદ્ધિ માટે શરીર દ્વારા થતી પ્રત્યેક આરાધનાઓ વ્યવહારધર્મ છે. મહાવ્રત કે અણુવ્રતનું પાલન, તપ-જપ વગેરે વ્યવહારધર્મ છે. આધ્યાત્મિક વિકાસ કે આત્મશુદ્ધિ નિશ્ચયધર્મથી થાય છે. વ્યવહારધર્મ તેમાં સહાયક બની શકે છે. સાધક જ્યાં સુધી શરીરધારી છે ત્યાં સુધી તેને શરીરજન્ય દરેક ક્રિયાઓ કરવી પડે છે. તે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરે ત્યારે પણ પ્રારંભમાં તે દેહ દ્વારા શુભ ક્રિયાઓ કરશે, અર્થાત્ તે પાપપ્રવૃત્તિઓનો ત્યાગ કરીને વ્યવહારધર્મનું પાલન કરે છે. ત્યાર પછી તેને સત્યનો બોધ થતાં તે નિશ્ચયધર્મની સ્પર્શના કરે છે. નિશ્ચયનય અને વ્યવહારનય બંને પરસ્પર વિરોધી નથી, પરંતુ બંને નય ભિન્નભિન્ન દૃષ્ટિકોણ કે અપેક્ષા છે. બંને નયના સ્વીકારથી જ વાસ્તવિક્તાનો બોધ થાય છે, પરંતુ કોઈ પણ એક જ અપેક્ષાને સ્વીકારી બીજી અપેક્ષાનો વિરોધ કરવો તે યથાસંગત નથી. હું શુદ્ધ આત્મા છું. દેહજન્ય ક્રિયાઓથી આત્મશુદ્ધિ થતી નથી તેવું એકાંતે સ્વીકારીને કોઈ વ્યવહારધર્મનો નિષેધ કરે તો તે યોગ્ય નથી, કારણકે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી યૌગિક પ્રવૃત્તિને જીવ છોડી શકતો નથી. જો તે વ્યવહારધર્મનો નિષેધ કરીને અશુભ ક્રિયાઓ કે પાપાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ જશે અથવા નિશ્ચયનય ગ્રહે માત્ર શબ્દની માય | લોએ સવ્યવહારને, સાધન રહિત થાયઆત્મસિદ્ધિ ગાથા-૨૯. તે જ રીતે કદાચ કોઈ નિશ્ચયધર્મને ગૌણ બનાવી કેવળ વ્યવહારધર્મને જ પ્રધાનતા આપે તો તે પણ યોગ્ય નથી, કારણકે લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા-૨૮. - વાસ્તવિકતાના સ્વીકાર વિના ત્રણે કાળમાં સત્યની પ્રાપ્તિ થતી નથી. ૩૪ * - ૩૩ -
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy