SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કરી ભાવના-અનુપ્રેક્ષા ચિંતન અને જૈન ધર્મ ઈલે છે. તેજસ્ શરીરાદિ પુદ્દગલ ગુરુલઘુ છે. ગુરુત્વવાળી વસ્તુ હંમેશાં નીચે જાય, તેથી પુદ્દગલના સંગે જીવનું નીચે ગમન થાય છે. જેમ કર્મબળ વધારે અને પુદ્દગલનો સંગ વિશેષ જેથી આ જીવ નીચેના સ્થાનમાં જન્મ લે છે અને સ્વભાવની નિર્મળતા તેમ જીવનું ઊર્ધ્વગમન થાય છે. જ્યારે સંપૂર્ણ કર્મ નિલેપ થાય છે, ત્યારે કેવળ ચિત્ત્વભાવથી લોકને અગ્ર ભાગે સ્થિર થાય છે. લોકને અગ્ર ભાગે સ્થિર થવાની અભિલાષા હોય, તો કર્મના મેલને દૂર કરવા અને ચિત્તના નિર્મળ સ્વભાવને પ્રગટ કરવા ધર્મનું આચરણ કરી આત્મિક ગુણોને પ્રગટ કરવા જોઈએ. ૧૧) બોધિદુર્લભ ભાવના : એકેન્દ્રિયમાં ભ્રમણ કરતાં જીવ અપાર દુઃખ, વેદના, પરિશ્રમ સહન કરતાં અશુભ કર્મો ઓછાં થયાં ત્યારે ઊંચા સ્થાન પર આવ્યો, એટલે એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયવાળો થયો, ત્યાં સંખ્યાત કાળ સુધી પરિભ્રમણ કરીને તેઇન્દ્રિય અને ચઉરેન્દ્રિયમાં જન્મ્યો. અહીંયાં દુઃખ ભોગવતાંભોગવતાં સંખ્યાત કાળ સુધી ભમ્યો, પછી પંચેન્દ્રિયમાં પ્રવેશ કર્યો. ત્યાં નારકી, તિર્યંચ, જ્યાં દુઃખ છે ત્યાં સુખ વગરનો ઘણો સમય પસાર કર્યો અને વારંવાર બે યોનિમાં જ ભવભ્રમણ કર્યું. એ પછી દુઃખિત અને સંકીર્ણ યોનિમાં ભવભ્રમણ કરતાં અને દુઃખ ભોગવતાં અશુભ કર્મો જ્યારે ભોગવાઈ ગયાં, ત્યારે શુભ કર્મોનો ઉદય થયો અને સુકૃતનો યોગ મળતાં પુણ્યનો સંચય થયો, પછી અતિપુણ્યના યોગથી ચિંતામણિ રત્ન કરતાં પણ વધારે કીમતી અને મહામહેનતથી મળી શકે તેવો મનુષ્યનો અવતાર આ જીવને પ્રાપ્ત થયો. મનુષ્યભવમાં પણ ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ પુણ્ય વિના આર્યદેશ અને ઉત્તમ ગુણના સંસ્કારવાળા કુળમાં જન્મ મળતો નથી, એટલે કે વિશિષ્ટ પુણ્ય હોય, તો જ ધર્મના વાતાવરણવાળા દેશ અને કુળમાં જન્મ મળે છે. જ્યારે વધારે પુણ્ય જાગ્રત થાય છે ત્યારે સુંદર શરીર, ઇન્દ્રિયોની પરિપૂર્ણ શક્તિ, શરીરના આરોગ્યની સાથે મનની સ્વસ્થતા અને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય છે, પણ સર્વાધિક પુણ્ય વિના આર્યદેશ અને ઉત્તમ ગુણના સંસ્કારવાળા કુળમાં જન્મ મળતો નથી, પણ સર્વાધિક પુણ્ય વિના ઉપર કહેલી ઉત્તરોત્તર સંપત્તિ મળી શકતી નથી. આવો દુર્લભ માનવભવ મળ્યા પછી આરાધના કરી સંસાર તરવાની આ ભાવના પુષ્ટિ કરે છે. ૧૨) ધર્મ ભાવના : બોધિરત્નની પ્રાપ્તિ થતાં ધર્મની સીમામાં પ્રવેશ થાય છે, માટે બોધિદુર્લભ ભાવના પછી ધર્મ ભાવના દર્શાવવામાં આવે છે. જે ધર્મ સફળ, સિદ્ધ, દિવ્યસિદ્ધિ અને ૧૯ —અને જૈન ધર્મી આત્મશુદ્ધિને આપનાર છે, તે ધર્મનું શું સ્વરૂપ છે તેનો વિચાર કરવો જોઈએ. તે વિચાર કોઈ પણ જાતનો પક્ષપાત રાખીને કે ઉપરછલ્લી બુદ્ધિથી કરવાનો નથી, પણ નિષ્પક્ષપાત રીતે તાત્ત્વિક બુદ્ધિથી ધર્મનો વિચાર કરવાનો છે. આ ધર્મના ભેદો જોઇએ. જે આત્માને પરભાવમાં જવા ન દે અને પોતાના સ્વભાવમાં રાખે તે ધર્મ. ધર્મના બે પ્રકાર છે ઃ શ્રુત ધર્મ અને ચારિત્ર્ય ધર્મ. શ્રુત ધર્મના બે પ્રકાર છે - જ્ઞાન ધર્મ અને દર્શન ધર્મ, જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય એ ત્રણ ભેદને રત્નત્રયી એ કહેવામાં આવે છે. રત્નત્રયી મોક્ષના ઉપાય તરીકે પ્રસિદ્ધ છે. મોક્ષનો જે માર્ગ તે જ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે. આવા ધર્મના સેવનથી જે ફળની સિદ્ધિ થાય છે, તે ફળ તો કામધેનુ ગાય, કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્નની પ્રાપ્તિથી મળી શકતું નથી. કલ્પવૃક્ષથી જે ફળ મળે, તે ફળ થોડો સમય પણ પૂર્ણ સિદ્ધિ આપી શકતું નથી, જ્યારે ધર્મના આચરણથી મળતું મોક્ષરૂપી ફળ ચિરકાળ ટકે એવું સ્થાયી અને સંપૂર્ણ સુખને આપનાર છે. આ રીતે શતાવધાની શ્રી રત્નચંદ્રજી મહારાજ બારમી ભાવનાના વિસ્તૃત ચિંતનના ઉપસંહારમાં ‘ભાવના શતક’માં કહે છે કે, જે કૃત્ય દુર્ગતિરૂપ કૂવામાં લઈ જાય જે અથવા એ કૂવામાં પડી રહેલાં પ્રાણીઓને દુઃખમાંથી બચવા કે બહાર આવવા માટે ધર્મ સિવાય બીજું કોઈ આલંબન નથી. પૈસા, સત્તા, રાજ્ય, કુટુંબ કે બીજી કોઈ પણ વસ્તુ સતિમાં લઈ જનાર નથી, દુર્ગતિમાંથી ઉગારી સદ્ગતિમાં અને મુક્તિમાં લઈ જનાર માત્ર ધર્મ જ છે, માટે જ્યાં સુધી સમય અને સંયોગો અનુકૂળ છે ત્યાં સુધી તું ધર્મના માટે તમામ પ્રયત્ન કર. સમય હાથમાંથી ક્યારે સરી જશે એનો ખયાલ નહીં આવે. પછી ગમે તેટલો પશ્ચાત્તાપ કરીશ તોપણ વીતી ગયેલો સમય ફરી મળવાનો નથી. ભવિષ્યનો વિચાર કરીને પ્રમાદ કર્યા વગર, સમયને બગાડચા વિના, શુભ પુરુષાર્થ કર, પછી પશ્ચત્તાપ અને પસ્તાવો કરવો ન પડે એવું જીવનનું આયોજન કર. આ રીતે આ સઘળી ભાવનાઓ પૂર્વે માનવીએ મન, વચન અને કાયાની શુદ્ધિ કરવી જોઈએ. જો આવી શુદ્ધિ સાથે પોતાના જીવનમાં ભાવનાઓનું અવગાહન અને આચરણ કરે તો જરૂર કષાયો પર વિજય મેળવીને મુક્તિ પંથનો પથિક બની શકે. (લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી ભાવચંદ્રજી મહારાજસાહેબના સુશિષ્ય ડૉ. મુનિરાજ શ્રી ચિંતનમુનિએ ‘બાર ભાવના’ પર શોધપ્રબંધ લખી Ph.D.ની ડિગ્રી મેળવી છે. ભાવના શતક પર તેમનો ‘ભાવે ધર્મ આરાધીએ' ગ્રંથ પ્રગટ થયો છે). ૨૦
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy