SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 એરણે ચઢાવે તો તે સો ટચના સુવર્ણની જેમ સ્વ-પરને માટે કલ્યાણકારી બની શકે તેમ જ છે. આ રીતે ગણિશ્રીના સાહિત્યનું સમગ્ર રીતે અવલોકન કરતાં પ્રતીત થાય છે કે તેમની સાહિત્યરચના માત્ર મનોરંજન માટે નથી. તેઓએ સ્વયં આત્મશુદ્ધિ માટે મનોમંથન કર્યું, તે માર્ગે પુરુષાર્થ કર્યો, આંશિક અનુભૂતિના સ્તરે પહોંચ્યા, ત્યાર પછી અનુભવવાણી પ્રગટ કરી છે. તેમની પ્રત્યેક કૃતિ ગદ્યરૂપે હોય કે પદ્યરૂપે હોય, પરંતુ તેમાં આત્મચિંતન, આત્માનુભૂતિ અને અખંડ આત્મસ્થિતિ માટેનો પરમ પુરુષાર્થ સહજરૂપે અને સ્પષ્ટરૂપે પ્રગટ થાય છે. (ગોંડલ સંપ્રદાય પ્રાણ પરિવારના તપસમ્રાટ પૂ. ગુરુદેવશ્રી રતિલાલજી મ.સા. એવં પૂ. મુક્ત-લીલમ ગુરુણીનાં શિષ્યા વિરલ પ્રજ્ઞા પૂ. વીરમતીબાઈ મ.સ.નાં શિષ્યરત્ના પૂ. આરતીબાઈ મહાસતીજી પ્રાણ આગમ બત્રીશીનાં સહ-સંપાદિકા તથા જૈન વિશ્વકોશનાં પરામર્શદાતા છે. પૂજ્યશ્રીએ શ્રીમદ્ દેવચંદ્રજીના સાહિત્ય પર સંશોધન કરી Ph.D. કર્યું છે). મનિ રત્નાકરની રચના (રત્નાકર પચ્ચીશી)માં આત્મચિંતન a સાધ્વી ઊર્મિલા સર્વ સંસારીજનો માટે પાપ કરવા કે થઈ જવા એ સહજ છે, પરંતુ પાપ થયા પછી જાગૃત થઈ એ પાપોનો પશ્ચાત્તાપ થવો સહજ નથી. પાપ કર્યા પછી તેના સરવાળા અને ગુણાકાર કરનારાઓ જ વધારે હોય છે, પરંતુ બાદબાકી કે ભાગાકાર કરનાર તો મુનિ રત્નાકર જેવા વિરલ આત્માઓ હોય છે. શ્રુતસાગરના અતલ ઊંડાણમાં અવગાહન કરતા, વિશાળ પરિવારના ધારક, હતા તો એ જૈનાચાર્ય ! ત્યાગ અને તપ તો એમની જીવનનાવનાં હલેસાં જ હોય, છતાં મોહરાજાની થપાટ કોને નથી લાગતી ? મોહદશાએ ભાન ભુલાવ્યું. પૃથ્વીકાયના લેવર રત્ન, હીરા, માણેક, પન્નાની બહુમૂલ્યતા અને ચળકાટમાં ભરમાયા, લોભાયા, લલચાયા, એની પોટલી સાથે રાખી, સર્વ પરિગ્રહ વિરમણ મહાવ્રત વિસરાયું. પ્રથમ મહાવ્રતના પાલનના ઉપકરણમાં પંચમ મહાવ્રતના ખંડનનું અધિકરણ - ૭ -
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy