SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 55995 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES SSS S « આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 અને ચારિત્રશુદ્ધિના ઉપાયોનું નિદર્શન કરી ચરણકરણાનુયોગને પ્રાધાન્ય આપ્યું છે તેમ જ ગજસુકુમારની સક્ઝાય, પ્રભંજના, ઢંઢણષિ વગેરેની સક્ઝાયો, બડી સાધુવંદનામાં કથાનુયોગનો સમાવેશ થાય છે. વર્તમાન ચોવીસી, વિહરમાન વીસી, અતીત ચોવીસી વગેરે સ્તવનોમાં જિનભક્તિથી નિજશક્તિને પ્રગટ કરવાનો માર્ગ પ્રગટ થાય છે. આ રીતે શ્રીમજીનું સાહિત્ય વિવિધતાથી ભરેલું હોવા છતાં તેમની પ્રત્યેક કૃતિનો વળાંક અધ્યાત્મિક વિકાસ અને તેના ઉપાયો તરફ જ વળે છે. આ તેમની રુચિ અને તે ક્ષેત્રમાં થઈ રહેલા પુરુષાર્થનું પ્રતીક છે. અધ્યાત્મ સાધનાના પ્રથમ અને અંતિમ ચરણરૂપ ધ્યાનસાધના તેમનો પ્રિય વિષય હતો. તેમણે માત્ર દશ વર્ષની સંયમ પર્યાયમાં એટલે કે વીસ વર્ષની ભરયુવાનીમાં શ્રી શુભચંદ્રાચાર્ય કૃત જ્ઞાનાર્ણવ ગ્રંથના ભાવાનુવાદરૂપ ધ્યાનદીપિકા ચતુષ્પદી - ચોપાઈની રચના કરીને પોતાની આધ્યાત્મિક રુચિ અને સાહિત્યિક શક્તિનો પરચિય કરાવ્યો છે. આ કૃતિમાં વૈરાગ્યભાવની પરિપકવતા માટે દયાનની પૂર્વભૂમિકારૂપે ‘બાર ભાવના'નું નિરૂપણ કર્યા પછી ચાર યાનનું વર્ણન છે. ગણિથી સ્વયં એક ઉચ્ચ કક્ષાના સાધક હતા. આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિરૂપ લક્ષ્ય સતત તેમની સામે જ હતું. પરમાત્માના સિદ્ધાંતોને અનુભવની એરણ પર ચઢાવવા અને ત્યાર પછી અનુભવપૂર્વકની જિનવાણી જનકલ્યાણ માટે પ્રગટ કરવી, તેવા દૃઢ સંકલ્પ સાથે તેઓ સંયમી જીવનના પ્રારંભથી જ પુરપાર્યશીલ હતા. જનસમાજ વ્યક્તિની બાહ્ય પ્રવૃત્તિઓને જ જોઈ શકે છે, તેથી તેમના જીવનચરિત્રમાં તીર્થોદ્ધાર, દિયોદ્ધાર, વિચરણ ક્ષેત્ર કે સાહિત્યરચના વગેરે પ્રવૃત્તિઓનો ઉલ્લેખ ઉપલબ્ધ છે, પરંતુ સાહિત્યરચના તેમના અધ્યાત્મભાવોનું નિદર્શન કરે છે. સાહિત્યરચના તે વ્યક્તિના ભાવોનું પ્રતિબિંબ છે. તેઓએ પોતાના જીવનકાળમાં ક્યારેય સમજથી દૂર રહીને અરણ્યવાસ કે એકાંત સાધના કરી નથી. તેમ છતાં તેઓ શાસનસેવાની પ્રવૃત્તિઓની વચ્ચે પણ નિવૃત્તિની અનુભૂતિ કરી આત્મભાવની મસ્તી માણતા હતા તેવું સ્પષ્ટપણે નિહાળી શકાય છે. દ્રવ્યપ્રકાશમાં તેમણે અધ્યાત્મનો મહિમા મુક્તમને ગાયો છે. અધ્યાત્મ ભાવ કો પ્રભાવ કહો કહા તાહિક જા કો મહિમા જ્ઞાન જગત મેં ગાયો હૈ, યા હિ કો સ્વભાવ લહૈ આપા પર ભેદ ગહૈ, શ્રીમદ્ દેવચંદ્રજીની રચનામાં આત્મચિંતન ડૉ. સાધ્વી આરતી અધ્યાત્મગગન શિરોમણિ, ખરતરગચ્છ દિવાકર શ્રીમદ્ દેવચંદ્રજી મ.સા. ઉચ્ચ કોટિના સાધક હતા. તેઓ અધ્યાત્મ વિકાસ માટે સતત પુરપાર્યશીલ, આત્માર્થી સંત હતા. તેમના ૬૬ વર્ષના જીવનકાળમાં ૧૦ વર્ષ ગૃહસ્થાશ્રમનાં અને સંયમ પર્યાયનાં પ્રથમ દશ વર્ષ છોડીને શેષ ૪૬ વર્ષ પયંત તેઓએ જૈન સાહિત્યની અનુપમ સેવા બજાવી છે. તેમની લેખિની અખલિતપણે જૈન ધર્મના તત્વપ્રતિપાદનમાં જ નિરંતર વહી છે. જૈન દર્શનના ગહનતમ સિદ્ધાંતોને પોતાની વિશિષ્ટ શક્તિથી ગદ્ય અને પદ્યરૂપે સરળ બનાવવાનો તેમનો પ્રયત્ન ખરેખર સરાહનીય છે. શ્રીમદ્ દેવચંદ્રજીનું સાહિત્ય દ્રવ્યાનુયોગ પ્રચુર છે. દ્રવ્યપ્રકાશ, આગમસાર, નયચક્રસાર, વિચારસાર વગેરે કૃતિઓ તેનું ઉદાહરણ છે. ધ્યાનદીપિકા ચતુષ્પદી, આગમસાર, અધ્યાત્મગીતા, ભક્તિસભર સ્તવનો વગેરે કૃતિઓમાં તેમણે ચારિત્ર
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy