SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 અનુભવની એરણે ચઢેલ જાગૃત જીવ જાણે છે ! સર્જનકાર પોતે જ પોતાના સર્જનને અસહ્ય સ્થિતિમાં મૂકવાની, તાવવા, તારવવા અને સ્થાપવાની ત્રેવડ ધરાવે છે અને સ્વયં પોતે જ ટકોરા મારીમારી સર્જનની ઉત્તમતા પ્રમાણે છે. રચનાના અંતિમ આંતરામાં સર્જક અને સર્જન એમ ઉભય પક્ષે આનંદ વ્યક્ત થતો અનુભવાય છે. પ્રથમ પંક્તિ - હરિએ હળવેથી લીધા અમને હાથમાં રિયા નીરખીને ઘાટ !” સર્જનના આનંદ-સંતોષને પ્રથમ સ્થાને મૂકી, સર્જક્તા સંતોષને દ્વિતીય સ્થાને મૂકી, સર્જનની પુનઃ સંતોષકારક વાણીને પ્રયોજે છે : “જીવને ટાઢક વળી તળિયા લગી !" એમ કહી વેઠલ વેદનાને અનુલક્ષી જીવને બીજા પુરુષ એકવચન તરીકે સંબોધી “કીધા તે અથમાં ઉચાટ !' જેવી જબરી હૈયાધારણ પણ પૂરી પાડે છે. અત્રે ભક્તકવિ નરસિંહ મહેતાનું અનાયાસ સ્મરણ થઈ આવે : ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવા” જીવ-શિવ સિક્કાની બે બાજુઓ. એકનો સંતોષ બીજાનો, એકનું હોવું બીજાનું હોવું. આમ જગતમાં પ્રાપ્તકર્મ કોઈ પણ ઉચાટ વગર પૂર્ણ કરી, પૂર્ણત્વને પ્રાપ્ત કરવા-કરાવવાની હૈયાધારણ-આશા એટલે પ્રસ્તુત રચના ! 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S હૃદય વીંધાઈ મધપૂડો થઈ ને આહ નિર્ઝરતું; હવે બાકી રહ્યું છે શું કે નજરો તીર ખેંચે છે ? ન ગાઉં કેમ હું ભજનોની સાથે ગઝલો પણ ગાફિલ ? અહીં ખેંચે છે મીરાંબાઈ તો ત્યાં મીર ખેંચે છે. - મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ' (સરોદ) મીણબત્તી અને ઘીનો દીવો. માનવજીવન અતિશય સંકુલ છે. માનવજીવનમાં બૌધિક અને ચેતસિક અવસ્થા એ મહત્ત્વનું પરિબળ છે. ઉચ્ચતર ચૈતસિક અવસ્થા બીજી ચૈતસિક અવસ્થાને સતતપણે આકર્ષિત છે કરતી રહે છે. સર્જક જીવનનું પ્રદાન આના હિસાબે જ સંભવે છે. સાહિત્યિક મધ્યકાળની ભક્તિસંપ્રદાયની પરંપરા કબીર, નાનક, નરસિંહ, મીરા, દયારામ ઇત્યાદિથી શરૂ થઈ છે, સાગર ત્રિપાઠી સુધી લંબાઈ છે એવું વિદ્વાનોએ નોંધ્યું છે. સાગરનો રચનાકાળ ઈ.સ. ૧૯૦૦થી ૧૯૩૧ નોંધાયો છે. મનુભાઈ ત્રિવેદીના સમગ્ર સાહિત્ય પર વિહંગાવલોન કરતાં એવી પ્રતીતિ થાય છે કે, પ્રસ્તુત ભક્તિપરંપરા મનુભાઈ ત્રિવેદી (૧૯૧૪-૧૯૭૪) સુધી લંબાયેલ છે. આમ, મનુભાઈ ત્રિવેદી એ પરંપરાના ગઝલકાર તો છે જ, સાથોસાથ પદ, ભજન ઇત્યાદિના સર્જક તરીકે ભક્તિ-સંપ્રદાયના અંતિમ પ્રતિનિધિ કવિ ગણી શકાય. મનુભાઈ ત્રિવેદી ગઝલો ‘ગાફિલ' માણાવદરીના નામે લખતા તો પદ, ભજન ‘સરોદ'ના ઉપનામે લખતા. કવિશ્રીનો જન્મ ૨૭ જુલાઈ, ૧૯૧૪ના રોજ માણાવદરમાં પિતાશ્રી રાવબહાદુર ત્રિભુવનદાસ ત્રિવેદી અને માતા પ્રેમવરબેનને ત્યાં થયેલો. તેમના પિતાશ્રી તે સમયના કાઠિયાવાડનું નાનકડું રજવાડું માણાવદર સ્ટેટના નવાબના દીવાન હતા અને માતા પ્રેમકુંવરબેન ધર્મપરાયણ, કુટુંબવત્સલ, પરગજુ સ્વભાવનાં હતાં. તેમનો પ્રાથમિકથી લઈ કૉલેજ તથા L.C.B. સુધીનો અભ્યાસ અનુક્રમે માણાવદર, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદમાં લીધેલો. લૉ ગ્રેજ્યુએટ થયા બાદ થોડો વખત વકીલાત કરેલી જેમાં તેમના સ્વભાવ અનુસાર વકીલાતને બદલે સમાધાન કરાવવા લાગેલા. તે પછી તેઓશ્રી ન્યાયાધીશ તરીકે આજીવન રહ્યા, જેમના જીવનના અનકે રોચક પ્રસંગો તેમની જીવનદૃષ્ટિને ઉજાગર કરે છે. તેમના જીવનકાળ દરમિયાન માત્ર ત્રણ સંગ્રહો પ્રાપ્ત થયેલા જેમાં એક મીર ખેંચે છે હૃદયમાં ઊતરી ઊંડાણમાં થી નીર ખેંચે છે; નજર નમણી જીવનના મૂળની તાસીર ખેંચે છે. નવાઈ શી અગર હું એમના જેવો જ લાગું છું ! અરીસો આયખાનો રૂપની તસવીર ખેંચે છે. નથી ગમતું મને ખેંચાવું કોઈથી જીવનમાં પણ - કદી તદબીર ખેંચે છે, કદી તકદીર ખેંચે છે. મને પણ થાય છે, ઊડું કિરણની પાંખ હેરીને; પરંતુ છું જનમકે દી, મને જંજીર ખેંછે છે. વિરહની વેદનામાં એમ તડપે છે મિલન આશા, ગગન જાણે ચમકતી ચાંદનીનાં ચીર ખેંચે છે. ૧૦૩ - ૧૦૪
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy