SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 ગાથા - ૧૭૨ : ગુણવંતના ગુણ બોલઈ સદા, કઠણ વચન વિભાખઈ કદા. વવેક ધરઈ અંદ્રી દમ કરઈ, હિતકારી વાણી ઓચરઈ. ગાથા - ૧૭૩: એહેવા બોલ અનેરા જેઠ સુપરષ નર આદરતા તેહ, તે માનવ જગમાંહિ સાર, ગર્ભજ નરવો કહ્યો વિચાર. આ ત્રણ ગાથાની અંદર સુપુરુષ એટલે શ્રાવક કેવા બોલની આરાધના કરવાવાળા હેય તેનું સુંદર નિરૂપણ કર્યું છે. જે દીન-દરિદ્રના ઉદ્ધારક, પરઉપકારક, શુદ્ધ વ્યવહારી, ગોલમાલ ન કરનાર, સદાય નવકારમંત્ર કરનાર, ગુણીજનોના ગુણ પ્રગટ કરનાર, કર્કશ ભાષા ન બોલે, વિવેકપૂર્વક ઇંદ્રિયોને દમનાર, હિતકારી વચનો બોલનાર આવા અનેરા બોલની આરાધના કરવાવાળા પુરુષ શ્રેષ્ઠ છે. એમનું જીવન સારરૂપ છે અને એમનો જ માનવભવ સફળ થાય છે. ખૂબ મુશ્કેલીથી મળેલો મનુષ્યભવ વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખવા બાર વ્રતનું આચરણ કરવું જોઈએ જેથી ફરીફરી મનુષ્યભવની પ્રાપ્તિ થઈ શકે. ગાથા - ૧૬૨ : જીવતણી નવ્ય રીખ્યા કરઈ, અતીઅ વચન મુખથી ઉચરઈ, ચોરી કરઈ પરરમણી ધરઈ, પાપતણો ઘડચો તઈ ભરઈ. ગાથા - ૧૬૩ : પાર્ષિ પરિગ્રહ મેલિં બહુ, લેઈઝ અગડ વ્રત ખટક્યાં સહુ, ભખ્ય-અભચનો કરતો આહાર, હારઈ માનવનો અવતાર. ગાથા - ૧૬૪: હાશ વિનોદ બહુ ક્રીડા કરી, ચાલ્યો ઘટ બહુ પાર્ષિ ભરી, - સમતા અંગિ ન જાણઈ જેણ, ક્રોધ કરી ભવ ખોઈ સદા. ગાથા - ૧૬૫ : પોષધ વરત ન જાણઈ જેણ, ઊંચો હાથ ન કીધો તેણ, ન લહી તપ જપ કયરરીયા વાત, મૂરિખ ઘણાં ભવ ખોઇં જાત. આ ચાર ગાથામાંથી ચરણ કરણાનુયોગ દૃષ્ટિગોચર થાય છે. એમાં બાર વ્રતનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અહિંસા, સત્ય, અદત્ત વ્રત, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિશામર્યાદા, દ્રવ્યમર્યાદા, અનર્થાદંડ, સામાયિક, દશમું વ્રત, પૌષધ વ્રત અને અતિથિ સંવિભાગ (વહોરાવવું) વ્રતની પ્રરૂપણા આ ચાર ગાથામાં સરસ રીતે કરવામાં આવી છે. પરનંદ્યા કરતા ભવ ગયો સહિ ગુરુ સંગ કહીં નવ થયો, શ્રી જિનપૂજા ન કરી કદા, માનવનો ભવ ખોયો મુદા. આ ગાથા દ્વારા સાચા દેવ, ગુર ધર્મ અંગીકાર કરવાની ભાવના વ્યક્ત કરી છે. કેવળી પ્રરૂપિત ધર્મનું સેવન કરવા સામાયિક - પ્રતિક્રમણ - સ્વાધ્યાય કરવાને બદલે પરનિંદામાં અટવાઈ જાય તો ધર્મ કરી શકાય નહીં. પંચમહાવ્રતધારી, અહિંસાનું ૯૭ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S પૂર્ણપણે પાલન કરનાર ગુરને બદલે હિંસાદિ ક્રિયાકાંડ કરાવનાર, ગુરના સંગથી પણ નુકસાન થાય છે તેમ જ ૩૪ અતિશય, ૩૫ વાણી, - ૮ મહપ્રતિહાર્ય સહિત, ૧૮ દોષ રહિત, ૧૨ ગુણ સહિત કેવળજ્ઞાની એવા તીર્થંકર શ્રી જિનપ્રભુ સિવાય બીજા કોઈ પણ સરાગી દેવ કે ઈશ્વરને મનથી મરે નહિ, વચનથી ગુણકીર્તન કરે નહિ અને કાયાથી વંદન-નમસ્કાર કરે નહિ તો જ સાચી જિનપૂજા થઈ કહેવાય. આવી જિનપૂજા ન કરે તો મનુષ્યભવ બિલકુલ ખોવાઈ જાય છે. સફળ હુઓ તેહનો અવતાર, જેણઈ નરઈ કીધો તત્ત્વ વિચાર, સમક્તિ સીલ રયણ જેણઈ ધરયું, પાત્રિ દાન જેણઈ આદરયું. જેણે તત્ત્વનો વિચાર કરીને તેમાંથી હેય (છોડવા), ક્ષેય (જાણવા), ઉપાદેય (આદરવા) યોગ્ય તત્ત્વો જાણીને એ પ્રમાણે વર્તે છે, સમક્તિરત્ન પ્રાપ્ત કરે છે તથા જે સુપાત્ર દાન આપે છે તેનો દુર્લભ એવો માનવભવ સફળ થાય છે. અંતમાં કવિ જીવદયા એટલે કે અહિંસાનું માહામ્ય પ્રગટ કરે છે. અહિંસા એ સર્વધર્મનો સાર છે, છતાં અન્ય ધર્મોમાં તે મનુષ્ય કે બહબહુ તો સંજ્ઞી તિર્યંચ પંક્રિય (પશુ-પક્ષી) સુધી જ સીમિત છે. જ્યારે જૈન ધર્મની અહિંસા જીવમાત્ર માટે છે, તેથી સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોની જયણાનો ઉપદેશ આપ્યો છે. અહિંસા માનવજાતિના ઊર્ધ્વમુખી વિરાટ ચિંતનનું સર્વોત્તમ વિકાસબિંદુ છે. લૌકિક અને લોકોત્તર બંને પ્રકારનાં મંગલજીવનનો મૂળ આધાર અહિંસા જ છે. વ્યક્તિથી પરિવાર, પરિવારથી સમાજ, સમાજથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી વિશ્વબંધુત્વનો જે વિકાસ થઈ રહ્યો છે એના મૂળમાં અહિંસાની પવિત્ર ભાવના જ કામ કરે છે. માટે જ કવિએ કહ્યું છે કે - ગાથા - ૪૮૬ : સકલ ધર્મમાંહિ મુખ્ય મંડો, વધ્યા તે સારીજી, જેણઈ પર પ્રાણી નિજ સંતોષ્યા, સોચ તર્યા નરનારીજી વીર.... ગાથા - ૪૮૭ : જીવદયા પાલંતા જાણો, નિર્મલ અંહી પંચજી, દીર્ઘ આય તસ રોગ ન આવઈ, રૂપ ભલું સુખ સંચજી વીર... ગાથા - ૪૮૮: છેદન ભેદન તે નવી પામિ, તે કહીઈ નહીં દુખીલજી તે પંચઈ અંત્રી સુખ વલસઈ, તે નર સઘલઈ સુખીઓજી વીર... ગાથા - ૪૮૯ : હું સુખીઓ સુખ પામ્યો સબલું, સમજયો જીવ વિચારજી ગાબંધ કર્યો Xિ એહનો પામી ગુરુ આધારજી વીર.... આ ચાર ગાથામાં જીવદયાને સર્વધર્મમાં શ્રેષ્ઠ બતાવીને સંસારસાગરમાંથી ૯૮
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy