SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 હે આત્મા ! રાગાદિક પરિણતિ કર્મબંધના હેતુભૂત છે એમ સમજીને તું પરપક્ષ જે પૌલિક ભાવ તેથી તને ન્યારો માન. ચિદાનંદજી મહારાજ કહે છે કે, હે પ્રભુ ! હવે તો કૃપા કરીને આ ભવસમુદ્રથી મને તારો-પાર ઉતારો-આટલી મારી પ્રાર્થના સ્વીકારો. ૨. સાર : આ નાનાસરખા પદમાં ભાવ બહ ભર્યો છે. ચેતન સાંસારિક આનંદને તજી દઈને અનુભવજ્ઞાનથી પ્રગટતા આત્મિક આનંદને પ્યારો માને એ જ એની મોક્ષમાર્ગ સન્મુખતા સૂચવે છે. પછી કહે છે, જ્યારે તું અનુભવ આનંદને પ્યારો ગણે ત્યારે પછી તારે પુગલભાવથી ન્યારા થવું જ જોઈએ. સ્વપરનો ભેદ સમજીને રાગદ્વેષાદિ વિભાવ પરિણતિને પરરૂપે માની તેનો ત્યાગ કરવો જ જોઈએ. તો જ અનુભવ જ્ઞાન-તેથી થતો આનંદ ટકી શકે છે. હવે કાંઈક હક ધરાવતા થયા હોય એમ ચિદાનંદજી કહે છે કે, હવે તો હે પરમાત્મા ! મને તારો - હવે હું તરવા યોગ્ય થયો છું. મંદ વિષયશશિ દીપતો, રવિતેજ ઘનેરો; આતમ સહજસ્વભાવથી, વિભાવ અંધેરો....... ૧ જાગ જીયા અબ પરિહરો, ભગવાસ વસેરો; ભવવાની આશા ગ્રહી, ભયો જગતકો ચેરો..... ૨ આશા તજી નિરાશતા, પદ શાશતા હેરો; ચિદાનંદ નિજરૂપકો, સુખ જાણ ભલેરો........ ૩ વ્યાખ્યા- આત્માનુભવરૂપ સૂર્યનો પ્રકાશ થતાં વિષયકપાયાદિક પ્રમાદરૂપી ચંદ્ર ઝાંખો પડતો જાય છે. આત્માના સહજ સ્વાભાવિક ગુણ પ્રકાશ પામે છે. વિભાવમાયા-મમતાદિક અંધકારનું જોર ચાલી શકતું નથી. ૧. અહો પ્રમાદી આત્મા ! ચાર ગતિરૂપ કારાગૃહમાં વસવાનું હવે ઓછું થાય-બંધ થાય તેમ પ્રયત્ન કર. સંસારવાસમાં વસતો આશાના પાસમાં સપડાઈને તું સહુની તાબેદારી ઉઠાવે છે. ખરી સ્વતંત્રતા ખોઈને નકામી પારકી ગુલામી તારે કરવી પડે છે. ૨. પર આશા-પરતંત્રતા-પરવશતા તજતાં પ્રથમ પોતાનાં મન અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો પડે છે, પછી પરઆશાના પાસમાંથી છુટાય છે અને નિરાશ ભાવ અથવા નિસ્પૃહ દશા આવે છે. એ જ તારું મૂળ શુદ્ધ-શાશ્વત સ્વરૂપ છે. મન અને ઇન્દ્રિયોની પરવશતાથી એ તારા અસલ પદ-સ્થાનથી તું શ્રુત-પતીત થયો છે તેને સંભાળ. અહો જ્ઞાનચારિત્ર-સ્વરૂપી આત્મા ! તું પોતાનું શુદ્ધ સ્વરૂપ પુરુષાર્થયોને પ્રાપ્ત કરવામાં જ ખરું સુખ સમાયેલું છે એમ ખાતરીથી માની લે. ૩. ૭૫ ( 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S સારબોધ : આત્માનો સહજ સ્વભાવ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિક રૂપ છે. તે જ્યારે પૂર્ણ રૂપમાં પ્રકાશમાન થાય છે, ત્યારે તેનો પ્રભાવ અનંત-અપાર હોય છે. તે દર્શન-જ્ઞાન-ચારિત્ર્યમાં જેમજ પ્રેમ વધતો જાય છે, તેમતેમ માયા-મમતા (વિષયકષાયાદિ)નું જોર ઘટતું જાય છે. સંપૂર્ણ સાવધાનીથી સ્વભાવમાં જ રમણતા કરનાર મહાનુભાવી આત્મા જોતજોતામાં સફળ બંધનોને કાપી પોતે સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વસુખમય અને અનંત શક્તિસંપન્ન બની શકે છે. અનેકવિધ પ્રમાદ આચરણ વડે જ જીવની અધોગતિ થઈ છે ને થાય છે, પરંતુ તેવાં પ્રમાદાચરણ કે સ્વછંદતા તજી, સર્વજ્ઞ ને સર્વદર્શી મહાત્માએ બતાવેલા શુદ્ધ, સનાતન માર્ગે સભાવથી ઉલ્લાસ સહિત ચાલવાથી આત્માની હરેક રીતે ઉન્નતિ થઈ શકે છે. અક્ષય સુખરૂપ મોક્ષપ્રાપ્તિનો પણ એ જ પવિત્ર માર્ગ સમજી આદરવા યોગ્ય છે. ભૂલ્યો ભમત કહા બે અજાના આલપંપાલ સકળ તક મૂરખ, કર અનુભવરસ પાન, ભૂલ્યો..... ૧ આય તાંત ગહેગો ઇક દિન, હરિ મૃગ જેમ અચાન; હોયગો તનધનથી તું ન્યારો, જેમ પાકો તરૂપાન, ભૂલ્યો... ૨ માત તાત તરુણી સુખસેંતી, ગરજ ન સરત નિદાન; ચિદાનંદ એ વચન હમેરા, ધર રાખો પ્યારે કાન. ભૂલ્યો ...... ૩ વ્યાખ્યા : આત્મા (આત્માના સ્વરૂપને)ને જાણ્યા-સમજ્યા વગર તું ભૂલ્યો ભમે છે અને બીજું ગમે એટલું ભણ્યો હો છતાં તું ખરી વાત (આત્માના રહસ્ય)થી અજાણ હોવાથી અજાણ જ કહેવાય છે. નકામી આળપંપાળમાં તારો સમય બરબાદ કરી નાખે છે, તેથી તું મૂર્ણ કરે છે. હે બંધુ ! આત્માનો અનુભવ થાય એવા શાંત જ્ઞાનામૃતનું પાન કરી તારી રહેણી-કરણીને સુધારી હવે તું સુખી થાય. (૧). તારે બરાબર સમજી રાખવાનું છે કે, એક દિવસ જેમ સિંહ મૃગલાને પકડી લે છે તેમ કાળ ઓચિંતો આવી તને ઝડપી લેશે તે વખતે તારું કશું ચાલવાનું નથી. ત્યારે તો પાકેલાં પાન જેમ ઝાડથી જુદાં પડી ખરી જાય છે તેમ તું પણ તન-મનધનથી અવશ્ય જુદો થઈ જઈશા (૨). ૭૬
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy