SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 5 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 તત્ત્વો કે નઠારા લોકો દ્વારા કનડગત થતી હોય છે. જ્યારે તેમની સહનશક્તિની મર્યાદા આવી જાય ત્યારે તેમનામાં એક એવી શક્તિનો સંચાર થાય છે અને કૃષ્ણની જેમ હિંમતપૂર્વક સામનો કરવા લલકાર કરે ત્યારે પેલાં અશુભ તત્ત્વો પણ ફફડી જાય છે, હચમચી ઊઠે છે. હરદમ પ્રેમ-શાંતિથી રહેનારાઓમાં પણ એવી ગજબની શક્તિ ઉત્પન્ન થાય છે કે ગમે તેવા ઉપસર્ગો કે અશુભ તત્ત્વોને જેર કરી શકે. જે રિસાયા છે તે આવી ભેટશે ઘરઆંગણે તું હૃદયનું રક્ત સીંચી ગીત પ્રેમનું ગાય તો... (૫) શાંતિ-પ્રેમની ગંગા વહેવડાવનારા યાત્રિકોથી ક્યારેક જાણ્યે-અજાણ્યે તેના સ્વજનો નારાજ થયા હોય, રિસાયા હોય, દુભાયા હોય એવું બને ત્યારે પણ તેનામાં એવો વિશ્વાસ હોય છે કે હું મારા પ્રેમભર્યા વ્યવહાર અને મીઠી વાણીથી રિસાયેલાને મનાવીશ અને મારા હૃદયના અમીસિંચનથી તેમને એવા અભિભૂત કરી દઈશ કે તેઓ સામેથી મારા ઘરઆંગણે આવીને મને ભેટી પડશે. એ સ્વયં ‘આનંદ'નું મોતી પકવશે ગર્ભમાં વેદના-રાણીને રીઝવતાં તું શીખી જાય તો... (૬) વેદના વેદના સહેવાનો પણ એક આનંદ હોય છે, જેમાં તેનો અંત સુખદ્ હોય ત્યારે તો ખાસ. જીવનમાં દુ:ખ, શોક, વિષાદની ઘડીઓ તો આવતી જ હોય છે. એવી પળોને પણ તું પ્રેમથી, સહજપણે સ્વીકારી લે, તેને રીઝવતા શીખી લે તો જીવનમાં સદાય પ્રેમનું ગીતગુંજન થતું રહેશે, જેમ કોઈ નારી પોતાના ગર્ભમાં ઊછરતા બાળની નવનવ માસ સુધી વેદના સહેતી હોય છે. પ્રસૂતિ વેળાએ તેની અસહ્ય પીડા ભોગવે છે. શા માટે ? નવજાત શિશુને જન્મ આપી તે માતૃત્વ ધારણ કરે અને બાળકના ચહેરાને જોઈ અત્યાર સુધી સહન કરેલી પીડાને તે ભૂલી જાય છે. વર્ષોથી બંધ પડેલાં કોનોના દરવાજાના જામ થઈ ગયેલા મિજાગરામાં ૩-૪ ટીપાં તેલનું ઊંજણ કરવામાં આવે તો દરવાજા ધીરેધીરે ઊઘડવા માડે છે અને પછી તો માત્ર આંગળીઓના ધક્કામાત્રથી દરવાજા સરળતાપૂર્વક ઉઘાડ-બંધ થઈ જતા હોય છે. તે જ રીતે એવા જડ, જરઠ બની ગયેલા પાષાણ હૈયાવાળા માણસોને પણ જો કોઈ અત્યંત પ્રેમથી બોલાવે, તેના પ્રત્યે લાગણી-સહાનુભૂતિ વ્યક્ત કરે, તેનામાં પ્રેમના વારિનું સિંચન કરે તો તેના ૩૧ - આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C હૃદયદ્વાર પણ ઊઘડી જતાં હોય છે. સારાંશ : માણસે આખરે જીવનમાં મેળવવાનું શું છે ? સાથે શું લઈ જવાનું છે ? ધન-દોલત-સંપત્તિ બધું અહીંનું અહીં જ રહી જવાનું છે, માટે અહંકાર, અકડાઈ છોડીને, મૃત્યુના ભયથી ઉપર ઊઠીને, અશુભ પરિબળોનો મક્કમતાપૂર્વક સામનો કરતાકરતા, કો, વેદના હસતેમુખડે સહેતાસહેતા, સૌ મિત્રો, સ્વજનો સાથે પ્રેમ, મસ્તી, આનંદ લૂંટતા-લૂંટાવતા, જ્યોતથી જ્યોત જગાવીને પ્રેમની ગંગા વહેવડાવતા-વહેવડાવતા સંસારમાંથી પસાર થઈ જવાનું છે. કવિશ્રી પોતાની આ રચના દ્વારા ગીત પ્રેમનું ગાતાગાતા આપણને જીવનયાત્રામાં આગળ ને આગળ ધપતા રહેવાનો દિવ્યપંથ ચીંધે છે. અસ્તુ (મુંબઈસ્થિત જિતેન્દ્રભાઈ જૈન દર્શનના અભ્યાસુ યોગાચાર્ય છે. શાંતિનિકેતન સાધના કેન્દ્ર-તિથલ સાથે સંકળાયેલા છે). ર
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy