SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 પૂર્વાચાર્યોની સિદ્ધિઓનો ગુણાનુરાગ મહાન આચાર્યો શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી, શ્રી મુનિસુંદરસૂરિજી, શ્રી આનંદઘનજી વગેરે ગુરુજનોએ વર્ણિત કરેલ આત્મજ્ઞાનના અગણિત શ્લોકોને સ્વરચિત ગ્રંથોમાં તથા એની પ્રસ્તાવનામાં વિસ્તારપૂર્વક સમજાવ્યા, ઉદાહરણાર્થ - મોક્ષોસ્તુમાસ્તુયદિવા પરમાનંદસ્તુવેધ્યતે સ ખલુ અસ્મિન્નિખિલસુખાનિ પ્રતિ ભાસંતે ન કિશ્ચિદિવા - શ્રી હેમચંદ્રાચાર્ય, યોગશાસ્ત્ર ભાવાર્થ : ગમે ત્યારે મોક્ષ મળે કે ન મળે, પણ ધ્યાન દ્વારા મોક્ષનો પરમઆનંદ પ્રાપ્ત થાય છે જેની આગળ દુનિયાનાં સર્વ સુખો તુચ્છ ભાસે છે. ઉપરાંત સ્વરચિત ગ્રંથોને સાંપ્રત સમયના સમર્થ સાધુઓ અને શ્રાવકોને અર્પણ કર્યા. આવાં જ્ઞાનભય પુસ્તકો વાચકો એકવાર હાથમાં લે પછી દેવે દર્શાવેલ રાહ પકડીને પ્રગતિ કરે. તેમાં આંતરિક શત્રુઓ - કષાય, નિંદા, ઇર્ષ્યા વગેરેને દૂર કરવાનો બોધ હોય અને જેવો મનુષ્ય એ ગ્રહણ કરી તેમાંથી ઉપર ઊઠે કે તરત જ એને આત્મિક શક્તિ જાગૃત કરવાના સચોટ ઉપાયો દર્શાવે. આમ ગુરુદેવે એક જ સ્થળે સિદ્ધિ પ્રાપ્તિનાં સરળ સૂચનો આપેલાં હોવાથી સાધક સ્વતઃ જ્ઞાનામૃતનું મંથન કરી પ્રસાદી મેળવે. ગ્રંથના પ્રારંભમાં અધ્યાત્મજ્ઞાનનાં બીજ રોપાઈ જાય. પછી વાચક એમાંથી બોધનું ભાથું લઈ આગળ વધતો જાય. ધીરેધીરે તેની આંતરિક શક્તિ વિકસવા લાગે અને એને ગ્રંથને અંતે આત્મિક આનંદ આસ્વાદ મળે જ. જ્ઞાનાનંદ સ્વભાવી આત્માના ગુણવૈભવની છબિ આત્મિક ઉપલબ્ધિનું બયાન કરતાં તેમનાં કાવ્યોની સંખ્યા સેંકડોની હોવા છતાં દરેક કૃતિને તેમણે શીર્ષકથી આચ્છાદિત કરી તથા અંતે રચનાની તારીખ અને સ્થળનું બયાન કર્યું છે. તેમના મતે આત્મામાં જ સર્વ તીર્થો સમાયાં છે, પરંતુ જે જ્ઞાનસમાધિ લગાવે તે જ જ્ઞાનાનંદનો અનુભવ કરે અને તે જ સ્થળ તીર્થ છે. આત્માનુભવની કથની માટે તેઓ રૂપક અલંકાર પ્રયોજે છે. 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999899 આચાર્ય બુદ્ધિસાગરજીની ધ્યાનસમાધિની આત્મવંચનાનું કાવ્ય : હમને ધ્યાન પતંગ ઉડાયા (રાગ : આશાવરી) હમને ધ્યાન પતંગ ઉડાયા ઉલટી અખિયાંસે દેખત હમ સુરતાતાન લગાયા.... અનુભવ જ્ઞાનની દોરી લંબી, ઉસકા પાર ન પાયા.. હમને જગતને નીરખતી બાહ્ય દૃષ્ટિને તેમણે ભીતરની તરફ વાળી તો જ્ઞાનાનંદનો ઝળહળતો પ્રકાશ પ્રત્યક્ષ થયો. આત્માના અકાશમાં તેમણે ધ્યાનનો પતંગ લહેરાવ્યો અને સુરતા સાધી. તેઓ નામરૂપના મોહથી પાર થઈ સમાધિ અવસ્થામાં પહોંચી ગયા. તેમને આંતરદૃષ્ટિ એટલી તો ભાવી ગઈ કે તેમણે અહીં અનુભવાથી સુરતાનું વર્ણન ઘણા પદોમાં કર્યું છે. ‘ઊલટી અખિયાં સુહાઈ, રાગ ન ફેષ, ન હર્ષ ન ચિંતા, અનંત જ્યોતિ જગાઈ ‘ભયે હમ આતમ મસ્ત દીવાના કી દુનિયા કી હમકો નહિ પરવાહ..” ‘બુદ્ધિસાગર નામ તો દેહને ઓળખવા માટે બહાર બાવન, આત્મા અનામી શબ્દોથી ન્યારું મુંઝ રાજ.' ધ્યાનાવસ્થામાં તેમને જે અમૃતાનંદ આસ્વાદવા મળ્યો તેનો ચિતાર આપણે સમજીએ - આત્મામાં ધર્મધ્યાન ધરવાથી તેમને વીતરાગી અવસ્થા અનુભવવા મળી. ધ્યાનની સ્થિતિને આચાર્ય બુદ્ધિસાગરજી હમને ધ્યાન પતંગ ઉડાયા' કહે છે. અન્ય એક ભજનમાં તેઓ સુરતાની વાત કરે છે કે - ‘નાભિકમલમાં સુરતા સાધી ગગન ગુફામાં વાસ કર્યો, ભૂલાણી સહુ દુનિયાદારી ચેતન નિજ ઘરમાંહી ઠર્યો.' અહીં આપણને આશાવરી રાગમાં ગવાયેલ આનંદઘનજીનું પદ યાદ આવે ‘... આતમઅનુભવરસ કે રસિયા ઊતરે ન કબહુ ખુમારી...' આચાર્યશ્રીએ પણ આ જ વાત સમજાવી છે કે, અનુભવરસનો સ્વાદ ચાખ્યા પછી દુન્યવી સુખો તુચ્છ ભાસે છે. ઉપરાંત તે સમયે ચેતન જાતે પોતાના સ્વામીના ઘરમાં આવી ઠરીઠામ થઈ ગયો છે એમ અનુભવે છે. સાધકો વર્ણિત કરતા આત્માનો અનુભવરસ અગોચર હોય છે જેનો સ્વાદ પોતાને ચાખવો પડે. પs.
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy