SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકનું નિવેદન અર્હમ સ્પિરિચ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર-ઘાટકોપરના ઉપક્રમે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના પ્રમુખસ્થાને જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૬નું બીજી અને ત્રીજી સપ્ટેમ્બર, ૨૦૧૭ના પ્રાણધામ, વલસાડ મુકામે આયોજન થયું. માતુશ્રી પુષ્પાબેન ભૂપતરાય બાવીશી હસ્તે શ્રી યોગેશભાઈ પ્રેરિત આ જ્ઞાનસત્ર પૂજ્યશ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીની ૮૬મી જન્મજયંતી નિમિત્તે પ્રયોજવામાં આવ્યું. જ્ઞાનસત્રના ‘અધ્યાત્મ કાવ્યોમાં આત્મચિંતન' એ વિષય પર વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો અને નિબંધોને સંપાદિત કરી ગ્રંથરૂપે મૂકતા અમે આનંદ અનુભવીએ છીએ. જ્ઞાનસત્રના બીજા વિષય ‘‘જૈન કથાનકોમાં સદ્બોધનાં સ્પંદનો'' પર વિદ્વાનોના શોધપત્રો અને લેખોને અલગ ગ્રંથરૂપે પ્રકાશિત કરી રહ્યા છીએ. જ્ઞાનસત્રમાં ઉપસ્થિત રહી શોધપત્રો પ્રસ્તુત કરનાર તમામ વિદ્વાનોનો આભાર વ્યક્ત કરું છું. આ કાર્યમાં ડૉ. પૂ. વિરલબાઈ મહાસતીજીનું અમને સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. જ્ઞાનસત્રને સફળ બનાવવા માટે યોગેશભાઈ બાવીશી, ખીમજીભાઈ છાડવા, અનિલભાઈ પારેખ (ટ્રસ્ટી પ્રાણધામ), પ્રકાશભાઈ શાહ, ડૉ. ઉત્પલાબેન મોદી, જિતેન્દ્રભાઈ કામદારના સમ્યક્ પુરુષાર્થની અનુમોદના કરીએ છીએ. પૂ. પ્રાણકુંવરબાઈસ્વામી ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળનો આભાર. ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ). -ગુણવંત બરવાળિયા ઑગસ્ટ : ૨૦૧૭ D90901(III) Do પૂજ્યશ્રીની જન્મજયંતી અને જ્ઞાનસત્રઃ કાંચનમણિયોગ પ્રાણગુરુણીની ૮૬મી જન્મજયંતી સાથે ઊજવાય જ્ઞાનસત્ર, ગુણ ગજરાના શબ્દ લખવા માટે ટૂંકો પડે પત્ર. ગુરુણીનો યશ ગવાય છે અત્ર, તંત્ર અને સર્વત્ર, સાધના-સાધર્મિક ભક્તિથી ગાજે છે પ્રાણધામનું છત્ર. વરસાદની રસધારને કોણ રોકી શકે ? સૂર્યના તેજને કોણ આંબી શકે ? સમુદ્રના તરંગને કોણ માપી શકે ? વનની વનરાઈના આનંદને કોણ લૂંટી શકે ? પક્ષીના કલરવને કોણ અટકાવી શકે ? તેમ અણુએ અણુમાં વાત્સલ્ય, રગેરગમાં રત્નત્રય પામવાની તમન્ના, ટેકા લીધા વિના અંગેઅંગમાં અરિહંત પ્રભુના જાપ, શબ્દેશબ્દમાં સાધનાની સુરાવલી અને પગલેપગલે પાપને પૂર્ણ કરવાની ખેવના છે એવાં પૂજ્યશ્રી પ્રાણગુરુણીના જીવનને કંડારવા સામાન્ય માનવ શું લખી શકે ? છતાં “શું બાળક મા-બાપ પાસે બાળક્રીડા નવ કરે ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે' એ યુક્તિએ કંઈક લખવા માટે કર, કલમ અને કાગળ લખવા તૈયાર થયેલ છું. લખી રહી છું ગુરુમાતાનો લેખ, નાની ઉંમરમાં લીધો છે ભેખ, બાળજીવોની કરે છે દેખરેખ, સાધનાથી તોડે છે કર્મની રેખ. રૂપિયા બનાવવા માટે બજારમાં જવું પડે, રૂપ ચમકાવવા માટે બ્યૂટિપાર્લરમાં જવું પડે, પણ સ્વરૂપ પામવા માટે ગુરુભગવંતો પાસે જવું પડે. ગુરુ શબ્દ બહુ જ નાનકડો છે, છતાં તેની સામે કુબેરનો ભંડાર અને ચક્રવર્તીની નિધિ પણ વામણી પડે. ચંદ્રક મળવાથી સમાજસેવકને આનંદ, ફ્રન્ટ પૅજ પર નામ ચમકે એટલે પ્રધાનને આનંદ, ચૂંટણીમાં સારા વોટ મળી જાય તો વિજેતાને આનંદ, સ્કૂલમાં ફર્સ્ટ આવી જાય એટલે વિદ્યાર્થીને આનંદ એમ પૂ. પ્રાણગુરુણીની ૮૬મી જન્મજયંતી અને વિદ્વાનોનું જ્ઞાનસત્ર ઊજવાય તેથી પ્રાણધામમાં આનંદઆનંદ વર્તાઈ રહ્યો છે, જાણે કે દીવાળી ઊજવાઈ રહી છે. ભારતની ભવ્યભૂમિ રાણપુર ગામ, પિતા જયાચંદભાઈ, માતા ગંગાબેન, 00X (IV) 300000
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy