SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5000 શું મળે ? એ બહાર ગમે તેટલું ભટકશે, તોપણ એને પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. એ બદલે એણે નિજસ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ સ્વરૂપ છે કેવું ? આ સ્વરૂપ સ્વયં પૂર્ણકામ છે, એમાં જ પરમાત્મા વસેલો છે. આવા સ્વરૂપનો ખયાલ આપતાં સંત કબીરે કહે છે, *આદિ અંત નહિ હોતે બિરહુલી । નહિ જર પલ્લવ ડાર બિરહુલી ||૧|| નિશિ-બાસર નહિ હોતે બિરહુલી । પૌન પાનિ નહિ મૂલ બિરહુલી ॥૨॥ સંત કબીર જીવને ઉદ્દેશીને કહે છે કે તારો કોઈ આદિ કે અંત નથી. તારી ક્યારેય શરૂઆત થઈ નથી અને તારો ક્યારેય અંત આવવાનો નથી. તું શાશ્વત છે અને શાશ્વત રહીશ. તું અનાદિ અને અનંત છે. તારું કોઈ બીજું મૂળ નથી અને તું પણ કોઈ બીજાનું મૂળ નથી. નથી કોઈ તારી શાખા કે નથી કૂંપળો. આ રીતે સંત કબીરના કહેવા પ્રમાણે તારામાં જ સઘળું સમાયેલું છે. તું જ અનાદિ અને અનંત છે, અજર અને અમર છે, નિત્ય અને શુદ્ધ-બુદ્ધ છે. રાત (નિશિ), દિવસ (બાસર), પવન (પૌન), પાણી (પાનિ) તથા બીજ (મૂલ) કોઈ જ તારા સ્વરૂપમાં નથી. દેહ અને ઇન્દ્રિય નાશવંત અને ચંચળ છે. એને કારણે જ વ્યક્તિને રાત અને દિવસનો બંધ થાય છે, પરંતુ શુદ્ધ ચેતન સાથે આ મન કે ઇન્દ્રિયને કોઈ સબંધ નથી. કારણ શું? શું સાધકને રાત-દિવસ હોતાં નથી ? શું સાધકને પવન, પાણીનો ખયાલ આવતો નથી ? શું સાધક સંસારની વસ્તુઓને જોતો નથી ? સંત કબીરના કહેવા પ્રમાણે નિર્વિકલ્પ સમાધિમાં લીન સાધકને આવો કોઈ બાહ્યાનુભવ હોતો નથી. એ તો શુદ્ધ ચેતનમાં રાત-દિવસ વસતો હોય છે. સંત કબીર પહેલી પંક્તિમાં અજર, અમર અને અખંડ એવા આત્માની વાત કરે છે અને પછી એ કહે છે કે જ્યારે આત્મા ભીતરમાં જ હોય, ત્યારે વ્યક્તિ કઈ રીતે એનાથી વિખૂટો પડી શકે? આત્મા એની અંદર જ વસતો હોય, તો પછી બીજી ભૌતિક ચીજવસ્તુઓ શોધવાની એને જરૂર શી ? હકીકતમાં જીવે વિરહ કરવાની કોઈ જરૂર નથી, કારણકે એનો આત્મા એનાથી વિખૂટો પડચો નથી અને એ અખંડ ચેતન સ્વરૂપ આત્મજ્યોતિ સંદૈવ પ્રજ્વલિત હોય છે. આત્મા શાશ્વતરૂપે તમારી ભીતરમાં જ બેઠો છે અને સંત કબીરના કહેવા પ્રમાણે તો સઘળી યોગપ્રક્રિયાઓ આ સ્વરૂપને પામવા માટેની પ્રક્રિયા છે. જ્ઞાનીઓ પણ આત્માને પરમાત્માથી ભિન્ન જોતા નથી અને જેમણે એને 34 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C ભિન્ન જોવાની કોશિશ કરી, એમણે પણ અંતે તો આત્મામાં જ પરમાત્માને દર્શાવ્યા છે. જેમને નિજ સ્વરૂપની સાચી ઓળખ નથી, એ પોતાના નિજ ભાવમાં રહી શકતા નથી. બહાર પોતાના સ્વરૂપની ઓળખ માટે જ જનાર વ્યક્તિ અહીં-તહીં ભટકે છે અને કશું પામતો નથી. સંત કબીરની પ્રત્યેક પંક્તિમાં એક વિચાર આલેખાય છે. સામાન્ય રીતે કોઈ પદમાં ભક્તકવિ એક જ ભાવ આલેખતો હોય છે, કાં તો એ પ્રભુમિલનનો આનંદ પ્રગટ કરતો હોય છે અથવા તો પ્રભુવિરહનો તરફડાટ દર્શાવતો હોય છે, પરંતુ જ્ઞાનના પરમઆરાધક કબીર પાસે પ્રત્યેક પંક્તિ એ એના આગવા મર્મ, અર્થ અને અનુભવ સાથે પ્રગટ થાય છે. આથી પછીની પંક્તિ ‘માસ આસારે શીતલ બિરહુલી, બોઈનિ સાતોં બીજ બિરહુલી'માં કહે છે કે ગરમી પછી અષાઢ મહિનામાં વર્ષાનો પ્રારંભ થાય છે અને જમીન પોચી અને શીતળ થતાં ખેડૂત ખેતરમાં બીજ વાવે છે. એવી જ રીતે અન્ય યોનિઓમાં જન્મ્યા પછી જીવ જ્યારે મનુષ્યશરીરમાં આવે છે ત્યારે કર્મોનાં બી વાવે છે. અહીં સંત કબીર માનવીના જીવનમાં થતી કર્મોની વાવણી અંગે વાત કરે છે. એ દર્શાવે છે કે પાંચેય વિષયમાં અહંકાર કે આસક્તિ રાખવાથી કર્મબીજ જન્મે છે અને આને પરિણામે શબ્દ, સ્પર્શ રૂપ, રસ, ગંધ, મન અને અહંકાર એ સાતેય બાબતો કર્મબીજ બની જાય છે. જ્યાં સુધી આ જડ અને ભૌતિક વિશ્વમાં માનવી જીવતો હોય છે ત્યાં સુધી એને પાંચેય વિષયોમાં સુખ લાગે છે. એની આવી સુખની માન્યતા અને એમાં વળી અહંકારનું ઉમેરણ એને માટે સંપૂર્ણ કર્મબંધન બને છે અને આને કારણે વ્યક્તિ પાંચેય વિષયો ઉપરાંત મન અને અહંકાર જેવાં કર્મબીજ જીવની ધરતી પર નાખે છે. આ રીતે સંત કબીર એમની આ ‘બિરહુલી’માં એમની આગવી કલ્પના અને વિશિષ્ટ આલેખન રીતિથી સ્વ-રૂપની ઓળખ આપે છે. માનવી કર્મમાં ફ્લાય છે. એ નવાંનવાં બંધનોમાં વૃદ્ધિ કરીને કર્મોનો વિસ્તાર થતાં એનું સંસારવૃક્ષ ચોતરફ એટલું બધું ફેલાઈ જાય છે કે એનાથી એના ત્રણેય લોક છવાઈ જાય છે. આ ત્રણ લોક એટલે શું? આ ત્રણ લોક એટલે મન, વાણી અને ઇન્દ્રિય. સંત કબીરના મતે જીવના આ ત્રણ લોક છે અને કર્મીજીવોના આ ત્રણેય લોક આ કર્મબંધનોથી છવાઈ જાય છે. સંસારમાં ડૂબેલો જીવ પોતાના રાગ-દ્વેષ દ્વારા 39
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy