SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ PO આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન © આપ્યું. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી આગ્રામાં આવ્યા. ત્યાં બીજા ભટ્ટાચાર્ય પાસે બે વર્ષ અભ્યાસ કર્યો. તેઓશ્રીની તીવ્ર શક્તિ જોઈને આગ્રાના ભટ્ટાચાર્યે તેઓશ્રીને ‘ન્યાયાચાર્ય’નું બિરુદ આપ્યું. પછી અમદાવાદ આવ્યા. અમદાવાદમાં સંઘ સમક્ષ આઠ મહાઅવધાન કર્યાં. અનેક ગ્રંથો અને કાવ્યોની રચના કરી. અમદાવાદથી ખંભાત પધાર્યા. ત્યાં મધુર શૈલીમાં આત્માને ટચ થાય તેવી પ્રવચનની ધારા વરસાવી. મુખમાંથી આધ્યાત્મિક રસનાં ફૂલડાં ઝરવાં લાગ્યાં. તેથી અન્ય દર્શની વિદ્વાનોને તેમની ઇર્ષ્યા થવા લાગી. તેનું કારણ તેની પાસે માનવમેદની ઓછી થઈ ગઈ. ઇન્દ્રભૂતિ અને ભગવાન મહાવીરસ્વામીની જેમ થયું. ઇન્દ્રભૂતિના યજ્ઞમાં જનતા ઓછી થઈ ગઈ અને ભગવાન મહાવીરના સમવસરણમાં દેવો વગેરે આવવા લાગ્યા. તેમાં પૂ. યશોવિજયજી મ.સા.ના પ્રવચનમાં જનતાનું આવાગમન વધી ગયું, તેથી જૈનેતર પંડિતો સભામાં આવી વચ્ચેવચ્ચે એવા જિટલ પ્રશ્નો કરે તેથી બીજા લોકોને કંટાળો આવે અને રસ ઊડી જાય. ઉપાધ્યાયજી સમયજ્ઞ અને વિચક્ષણ હતા તેથી સમજી ગયા કે આ લોકો પ્રશ્નોના બહાને મારું પ્રવચન ડહોળવા આવે છે અને લોકોને આવતા બંધ કરવા માગે છે. પૂ. ઉપાધ્યાયજી મ.સા.એ એક ઉપાય શોધી કાઢચો. બીજા દિવસે કંકુને પાણીમાં નાખી એક કટોરીમાં લઈને આવ્યા. પોતે નીચેના હોઠ પર લગાવી દીધું. સાધુએ કંકુ ન લગાવાય, પણ જૈનેતરને શિક્ષા દેવા માટે આ કાર્ય કરવું પડયું. સભામાં વાટકી આપીને કહ્યું, કે જેણે પ્રશ્ન કરવા હોય તેઓ નીચેના હોઠ પર આ કંકુ લગાડી દે. બોલતી વખતે નીચેના હોઠનું કંકુ ઉપરના હોઠને લાગવું ન જોઈએ. બે હોઠ ભેગા ન થવા જોઈએ. પ, ફ, બ, ભ, મ આ પાંચ વર્ણો એવા છે કે જે બોલવા હોય તો બે હોઠ ભેગા કર્યા વગર બોલાય જ નહિ. ઉપાધ્યાયજી મહારાજે બરાબર બે કલાક પ્રવચન આપ્યું. બધા ઈર્ષ્યાળુ લોકો જોતા હતા કે લાગ્યું.... એ લાગ્યું.... પરંતુ વાણી પર તેઓશ્રીનો કંટ્રોલ હતો. બોલતી વખતે વચ્ચમાં એકેય વાર પ, ક્રૂ, બ, ભ, મ-નો એક પણ અક્ષર ન આવ્યો. બોલો તે કેવા અભ્યાસી હશે ! કેવી પ્રખર પ્રતિભા હશે ! પેલા ઈર્ષ્યાળુ પંડિતો ઠરીને ઠીકરું થઈ ગયા. પૂછવા જાય અને વચ્ચમાં ‘બ’ કે ‘મ’ વગેરે કંઠવ્ય અક્ષર આવી જાય તો તેની હાર થાય. તેથી તેઓએ ઉપાધ્યાયજીની માફી માગી તેનાં ચરણોમાં પડી ગયા અને પૂ. ગુરુદેવને ‘તત્ત્વજ્ઞાની'નું બિરુદ આપ્યું. પૂ. યશોવિજયજી મ.સા.ના અધ્યાત્મ કાવ્યમાં આત્મચિંતન અદ્ભુત હતું. © આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન આનંદઘનજીના સંપર્કમાં આવ્યા પછી તેમની કવિતામાં સૂક્ષ્મતા આવી છે. ઉપાધ્યાયજીનાં કાવ્ય એટલે અધ્યાત્મનો પ્રકાશ, અધ્યાત્મની આભા, અધ્યાત્મની ઉષા, અધ્યાત્મનો આસોપાલવ, અધ્યાત્મની અનુભૂતિ, અધ્યાત્મની ઊર્જા અને અધ્યાત્મની આંખ છે. ઉત્તમ કવિઓ નરસિંહ મહેતા, દયાનંદ, પ્રેમાનંદ, અખો, મીરા વગેરેના સમકક્ષ કવિ ઉપાધ્યાય યશોવિજયજી મ.સા. હતા. તે શાસ્ત્રીય રાગોના ઉત્તમ જાણકાર હતા અને આપણા જેવાની ચિંતા કરી લોકઢાળમાં પણ કાવ્યની રચના કરી, જે રાગ આપણને તરત જ હૈયે અને હોઠે આવી જાય. ઉપાધ્યાયજીએ રચેલાં કાવ્ય અને તેમાંથી નીકળતા આત્માના સ્પંદનને વાંચીએ.... જિન તેરે ચરણકી શરણ ગ્રહું હૃદયકમલ મેં ધ્યાન ધરત હું, શિર તુજ આણ વશું તુમ સમ ખોળ્યો દેવ ખલક મેં, પેખ્યો નહિ કબહું; તેરે ગુણકી જવું જપમાલા, અહર્નિશ પાપ દહું ... મેરે મનકી તુમ સબ જાણો, ક્યા મુખ બહોત કહું, કહે જસવિજય કરો ત્યું સાહિબ, જયું ભવદુઃખ ન લહું......જિન..૩ જેને અધ્યાત્મજગતમાં પ્રવેશ કરવો હોય તો તેમાં એક શરત છે કે, જિનેશ્વર પરમાત્માનું શરણું સ્વીકારવાનું. યશોવિજયજી મ.સા.ને વીતરાગદેવનાં ચરણ મળી ગયાં એટલે એ નાચી ઊઠયા. હવે મારે આ દેવાધિદેવને ક્યાં બેસાડવા ? તેને કોઈ બાહ્ય મંદિર ભલે એ સુવર્ણનું હોય તોય તેમાં બેસાડાય નહિ. તો ક્યાં બેસાડાય ? અવિનાશી વીતરાગ દેવને તો હું મારા હૃદયકમળમાં બેસાડીશ. જિનેશ્વર માટે કમળ શબ્દ શા માટે વાપર્યો ? કમળ કાદવમાં ઊગે છે, છતાં તેનાથી અલિપ્ત રહે છે એમ હું સંસારરૂપી કાદવમાં રહું છું, છતાં મેં મારા હૃદયને કમળ જેવું બનાવ્યું છે. પંચમહાવ્રતધારી સાધુભગવંતોને ‘“જળકમળવત્” કહેવાય છે. કમળ જેમ કાદવથી અલિપ્ત રહે છે તેમ સાધુભગવંતો કષાયના કાદવથી અલિપ્ત રહે છે, માટે હું તારું શરણું સ્વીકારી તારાં ચરણે મારું મસ્તક નમાવું છું. સંપૂર્ણ વિશ્વમાં મેં અનેક દેવોને જોયા. કોઈ વૈભવમાં, કોઈ વિલાસમાં, કોઈ માયામાં, કોઈ બેટા-બેટીજીમાં તો કોઈ રંગરાગમાં ફસાયેલા જોયા, પણ તારા જેવો અનંતગુણી દેવ મેં ક્યાંય ન જોયો, માટે હું તારા ગુણોનો અહર્નિશ જાપ મારા પાપરૂપી કાદવને બાળવા માટે કરું છું. હે જિનેશ્વર ! મનમન અને ઘટઘટની દરેક વાતો સાથે આપે મારા મનની વાત પણ જાણી લીધી છે. અનેક મુખો વડે હું તારા ગુણ ગાઉં તોપણ ૧૮ ...જિન...૧ ...જિન...૨
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy