SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, SSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 જોખમમાં મૂકી મધના એક ટીપામાં લલચાતા મુસાફર જેવો મારો આત્મા સંસારના વનમાં કાળ હાથીથી બચવા ધર્મરૂપ વટવૃક્ષની ચારિત્ર ડાળી પકડી ભવકૃપમાં લટકતો, જ્યાં ચાર કષાયોરૂપી અજગરો મોં ફાડતા બેઠા છે, દિવસ અને રાત્રિરૂપી સફેદ અને કાળા ઉંદરો એ ડાળીને કાપે છે, છતાં પુણ્યોદયના મધુબિન્દુની લાલચથી સદ્ગપી વિદ્યાધરથી પણ સન્માર્ગે ન આવ્યો, ધન તથા વિજાતીય રાગથી નરકનો પણ ડર ન રહ્યો. પરોપકાર, તીર્થોદ્ધાર આદિ સત્કાર્યો વિનાનું મારું ભવભ્રમણ થયું. ગુરુવાણીથી વૈરાગ્ય ન જાગ્યો, અધ્યાત્મ પાંગર્યા વિના સંસારસાગર ક્યાંથી તરી શકું ? વિષયકષાયનાં છિદ્રોવાળા આત્મઘટમાં ગુરુવાણીનું પાણી ક્યાંથી ભરાય ? અને દુર્જનની વાણીથી શાંતિ ક્યાંથી મળે ? મેં ભૂતકાળમાં પુણ્ય કર્યું નહિ, વર્તમાનમાં કરતો નથી, તો ભવિષ્યમાં ક્યાંથી થશે ? ત્રણ કાળના ત્રિભેટે રહેલ મારી દશા “ત્રિશંકુ' જેવી રહી. જે સદેહે સ્વર્ગમાં જવાના અભરખાથી વિશ્વામિત્રના મંત્રોચ્ચારથી આકાશમાં ગયો અને દેવોએ ત્યાંથી હડસેલ્યો... તેથી અવકાશમાં લટકતો રહ્યો. તેમ મેં ત્રણે કાળ સુકૃત વિનાના જ વિતાવ્યા, વીતે છે અને વીતશે. પ્રભુ ! સર્વ એવા આપ ત્રણ કાળના, ત્રણ લોકના સર્વ ભાવોને સાંગોપાંગ જાણો છો, છતાં મારી જીવનગાથા ગાતા આત્મચિંતન કરું છું કે... તું ક્યાં ? અને હું ક્યાં ? તમે કેવા અને હું કેવો ? પ્રભુ! હું તો અધમાધમ છું અને તું આખા જગતનો ઉદ્ધારક છે... હું તારાં ચરણોમાં નતમસ્તક છું. આવું અજોડ આત્મચિંતન છે “મુનિ રત્નાકરની રચનામાં"....ઇતિ સમાપ્ત... (ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણ પરિવારના ધ્યાનસાધક પૂ. હસમુખમુનિનાં આજ્ઞાનુવર્તી વિદુષી પૂ. ઊર્મિલાબાઈ મહાસતીજીના ત્રણ ગ્રંથો પ્રગટ થયા છે. ગુરુપ્રાણ આગમ બત્રીશીના આગમનું સંપાદન કાર્ય કર્યું છે). ઉપાધ્યાય પૂ. યશોવિજયજીની રચનામાં આત્મચિંતન a પૂ. ડૉ. વિરલબાઈ મહાસતીજી ઉપાધ્યાય યશોવિજયજી મ.સા. અનોખા હતા સંત. માતા-પિતાના લાડલાનું બચપણનું નામ હતું જશવંતા સરસ્વતીના બળે વાદવિવાદ કરી અનેકના તોડાવ્યા તંત. આધ્યાત્મિક કાવ્યો-સઝાય રચવામાં ખુમારીભર્યો ખંત વિશ્વના વિરાટ પ્રાંગણમાં લાખો લોકો જન્મે છે અને વિદાય લે છે તેની નોંધ લેવાતી નથી. જેણે વિજ્ઞાનમાં અણુની શોધ, જ્ઞાનમાં જીવની શોધ, ધ્યાનમાં પરમાત્માની શોધ અને સ્વમાં સિદ્ધત્વની શોધ કરવા માટે કર, કલમ અને કાગળનો ઉપયોગ કર્યો છે એવા ઉપાધ્યાયજી યશોવિજયજી મ.સા. ગુજરાતના પાટણની પાસે કનોડું ગામના નારાયણ પિતા અને સોભાગદે માતાના લાડીલા પુત્રનું નામ જશવંત હતું. તે બાલ્યાવસ્થામાં જ ઘણો બુદ્ધિમાન, ચતુર અને વિનયવંત હતો. નાનો ભાઈ - ૧૪ ૧૩ -
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy