SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ છ64 વિનયધર્મ 11 અશાંતિ અને સંકલેષ જન્મે છે. અંતિમ ચરણમાં કવિશ્રી માન-કષાયને સૂકાં લાકડાં સરીખો ગણાવે છે. સૂકું લાકડું જેમ ઝડપથી બળે અને સાથે જે હોય તેને પણ બાળે એ જ રીતે માન-ગર્વ-અભિમાન પણ જીવાત્માના અનેક સુસંસ્કારોને સ્વાહા કરી જાય છે. માટે એવા માન-કષાયને દેવશટો દેવાની શીખ સાથે કવિશ્રી તે કષાયથી મુક્ત થઈ વિનયગુણને પ્રાપ્ત કરી તેની સાથે અનેક સગુણોના સ્વામી થવાનો માર્ગ ચીંધે છે. સંદર્ભ ગ્રંથ : સજયમાળા - કવિશ્રી ઉદયરત્નજી વાચક પ્રેરક : પ.પૂ. સાધ્વી રંજનશ્રીજી મહારાજ (જિતેન્દ્રભાઈ કામદાર જૈન દર્શનના અભ્યાસુ છે. શાંતિનિકેતન સાધના કેન્દ્ર - તીથલ સાથે સંકળાયેલા છે અને જ્ઞાનસત્રોમાં પેપર પ્રસ્તુત કરે છે). 6 4 વિનયધર્મ Pe Cen બાહુબલી- “હું મોટો, નાના ભાઈ ભરતને કેમ નમું ?” પણ જ્યારે મુષ્ટિપ્રહાર કરતી વેળાયે હાથ હવામાં ઉગામ્યો અને તે જ ક્ષણે તેનામાં જે સમજણ પ્રગટી, માન-કષાય દૂર થયો અને પરિણામે તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, જે માત્ર તેનામાં રહેલા માન-કષાયના કારણે જ અટકી હતી. એ જ રીતે સ્થૂલિભદ્રજી, ૧૦ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોવા છતાં જ્ઞાનના અહંકારને વશ થઈ પોતાની બહેનો સમક્ષ સિંહનું રૂપ ધારણ કર્યું, પરિણામે પોતાના ગુરૂદેવ પાસેથી આગળના પૂર્વનું જ્ઞાન મેળવવા નિષ્ફળ નિવડ્યાં, માત્ર જ્ઞાનના ગુમાનને કારણે. તો વિનયગુણ ધરાવનારાઓ માંહેનું શ્રેષ્ઠ ઉદાહરણ - ગુરુ ગૌતમસ્વામી. મહાન જ્ઞાની હોવા છતાં, પોતાના શિષ્યોને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થતું જતું એવી લબ્ધિ ધરાવતા હોવા છતાં “હું કંઈ જ નથી'' એવા નમ્રભાવને કારણે ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય બની ગયા. પૂરા વિનયભાવે બન્ને હાથ જોડી બાળસહજ બની પ્રભુને પ્રશ્નો પૂછતા રહી પોતાના મનનું સમાધાન મેળવતા રહ્યા. એમની એ જતના તેમનામાં રહેલા વિનયગુણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભગવાન મહાવીરસ્વામીએ પણ તેમની અંતિમ દશનામાં વિનયગુણને મહત્ત્વ આપ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયશ્રત આ જ ગુણને ઉજાગર કરે છે. આ અહંકાર, મદ શાનો હોઈ શકે તે પણ શાસ્ત્રોમાં ૧૮ પ્રકારના પાપસ્થાનકમાં જણાવ્યું છે. જીવાત્માને પ્રાપ્ત થયેલી આઠ જાતની કલાનો અહંકાર જાગે ત્યારે તે મદ કહેવાય છે. ૧. પોતાને મળેલી જાતિનું અભિમાન .... જાતિમદ ૨. ધન, પ્રતિષ્ઠા, મોભાનું અભિમાન ... લાભમદ ૩. ઉત્તમ કુળમાં જન્મ થયો તેનું અભિમાન કુળમદ ૪. વિશિષ્ટ સંપત્તિનું અભિમાન ઐશ્વર્યમદ ૫. શારીરિક બળનું અભિમાન બળમદ ૬. શરીરનાં રૂપ-લાવણ્યનું અભિમાન .... રૂપમદ ૭. કરેલાં તપનું અભિમાન ... તપમદ ૮. પ્રાપ્ત થયેલાં જ્ઞાનનું અભિમાન .... શ્રતમદ આપણા વ્યાવહારિક જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે અહંકારીઅભિમાની માણસ સમાજમાં કેટલો અપ્રિય બની જાય છે અને નમ્ર, વિનયી વ્યક્તિ સૌના આદર અને પ્રીતિપાત્ર બને છે. પરિવારોમાં પણ આ મદના કારણે - ૧૫૩ છે હે વાત્સલ્યનું અમીઝરણું માતા ! આપના નિસ્વાર્થ પ્રેમના કારણે જ મને આત્મપ્રાપ્તિને યોગ્ય મનુષ્ય દેહરૂપ સાધન પ્રાપ્ત થયું છે... આપના અકારણ પ્રેમ અને સંભાળ થકી જ આજ મને સતયોગ, પ્રભુના ધર્મની સમજ અને આત્મજ્ઞાન પ્રાપ્તિની તક મળી છે... હું વિનય ભાવપૂર્વક આપનો ઋણસ્વીકાર કરું છું... આપનો મારા પર મહાઉપકાર છે... ૦ ૧૫૪ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy