SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 6 4 વિનયધર્મ Pe Cen સન્માન - ગુર્નાદિકનું સન્માન કરવું ૬) કૃતિકર્મ – તેઓને યથાવિધિ નમસ્કાર કરવા ૭) અંજલિપ્રગૃહ-તેઓની કોઈ પણ વાતનો સ્વીકાર કરતી વખતે બન્ને હાથ જોડવા ૮) ગુર્નાદિક પધારે ત્યારે સામા જવું ૯) ગુરુજનો બેઠા હોય ત્યારે તેમની પાસે જઈને બેસવું ૧૦) ગુરુજનો જાય ત્યારે તેઓને મૂકવા જવું. ૨) દર્શન વિનયનો બીજો ભેદ - અનાશાતના-ગુર્નાદિકની આશાતના ન કરવી. ધર્મના દરેક વ્યવહારમાં દેય-ઉપાદેયના વિવેકની અગત્યતા છે. સેવા ઉપાદેય છે તો આશાતના હેય છે - જેનાં વિવિધ પાસાંથી ૪૫ પ્રકાર કહ્યા છે. (૩) ચારિત્ર વિનય - ચારિત્ર પાંચ પ્રકારે સામાયિક, છેદોપસ્થપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. આ પાંચ ચારિત્ર અને ચારિત્રવાન મહાત્માઓનો વિનય કરવો. (૪) મનો વિનય - મનની શુભ પ્રવૃત્તિ દ્વારા અશુભ પ્રવૃત્તિને રોકી આચાર્યાદિનો વિનય કરવો. તેના બે ભેદ - પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત વિતયના ૧૨ પ્રકાર : ૧) અસાવદ્ય - મનથી પાપકાર્યમાં પ્રવૃત્ત ન થવું ૨) આરંભાદિ ક્રિયાથી મુક્ત ૩) અકર્કશ-પ્રેમભાવ ભરેલું મન ૪) મધુર - અન્યને મધુર રસની જેમ હિતકારી ૫) દયાયુક્ત - મને દયાભાવથી યુક્ત હોવું ૬) કોમળ-મન કોમળ ભાવથી ભરેલું ૭) સંવરકારી - મનથી કર્મબંધને રોકવો ૮) અચ્છેદકારી - મનથી સંયમ સમાધિને ટકાવી રાખે ૯) અભેદકારી - આત્મ સમાધિને પોષક ૧) અપરિતાપકારી - પ્રાણીઓ માટે આનંદજનક ૧ ૧) અનુપદ્રવકારી - કોઈ પણ પ્રકારના ઉપદ્રવના વિચારોથી રહિત ૧૨) અભૂતપઘાતકારી - પ્રાણીઓના પ્રાણના રક્ષણ કરનારી વિચારણામાં પ્રવૃત્ત. આ બાર પ્રકારની શુભ મનની પ્રવૃત્તિ તે પ્રશસ્ત વિનય અને તેથી વિપરીત અશુભ મનની પ્રવૃત્તિ તે અપ્રશસ્ત મનો વિનય. (૫) આ પ્રમાણે જ પ્રશસ્ત વચન વિનય અને અપ્રશસ્ત વચન વિનય. ગુર્માદિકના વચનથી વિનય કરવો ને પ્રશસ્ત વચન વિનય અને ગુર્વાદિક પ્રત્યે વચનને અશુભમાં પ્રર્વતવું તે અપ્રશસ્ત વચન વિનય. (૬) કાય વિનય - કાયાથી આચાર્યાદિની સેવા કરવી. તેના બે પ્રકાર - પ્રશસ્ત કાયા વિનય - કરવાની શુભ પ્રવૃત્તિ, અપ્રશસ્ત કાય વિનય - છ Q4 વિનયધર્મ CCT કાયાની અશુભ પ્રવૃત્તિ. પ્રશસ્ત કાય વિનય - સાત પ્રકાર : ૧) ઉપયોગ સહિત સાવધાનીથી ચાલવું ૨) ઉપયોગ સહિત કોઈ પણ સ્થાનમાં ઊભા રહેવું ૩) ઉપયોગની જાગૃતિપૂર્વક બેસવું ૪) ઉપયોગપૂર્વક નિદ્રામાં પડખાં ફેરવવાં ૫) ઉપયોગ સહિત કાદવ-કીચડને ઓળંગવા ૬) કારણ વિના કોઈ સ્થાને ન જવું ૭) શરીર અને ઇન્દ્રિયોની પ્રત્યેક પ્રવૃત્તિ ઉપયોગ સહિત કરવી. આનાથી વિપરીત ઉપયોગ : શુન્ય સર્વ પ્રવૃત્તિ તે અપ્રશસ્થ કાર્ય વિનય. ૧) ગુરુજનો, વડીલો તેમ જ સત્પરુષો પાસે બેસવું ૨) ગુરજનો અને પૂજનીયજનોની ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરવી ૩) વિદ્યા આદિ પ્રાપ્ત કરવાના હેતુથી ગુરુજનોની સેવા કરવી ૪) ગુરુજનોના ઉપકારોને યાદ રાખીને કૃતજ્ઞતાના ભાવપૂર્વક તેમની સેવા અને પરિચર્યા કરવી ૫) રોગથી અને વૃદ્ધાવસ્થાથી પીડિત સંયમી પુરુષોની અને ગુરુજનોની સારસંભાળ લેવી. તેમને ઔષધિ અને પથ્ય આદિનું સેવન કરાવી, સેવા કરવી ૬) દેશ-કાળને ધ્યાનમાં રાખી યોગ્ય વ્યવહાર કરવો ૭) સર્વ કાર્યોમાં વિપરીત આચરણ કરવું નહીં, ગુરુજનોને અનુકૂળ આચરણ કરવું. આવું છે લોકોપચાર વિનયનું સ્વરૂપ. શ્રી ભગવતીજી સૂત્ર - શતક ૨૫ ઉદ્દેશા ચારમાં પણ આ રીતે વિવેચન છે તેમ જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયને આત્યંતર તપરૂપ બતાવી કોઈ પણ ભેદ-પ્રભેદ ન કરતા, લોકોપચાર વિનયરૂપ પાંચ ક્રિયાઓ બતાવી છે. વળી વિનય એ વ્યાપક વિષય છે. શ્રી ભગવતીજી સૂત્ર શતક ૧૪ - ઉદ્દેશા - ત્રણમાં દેવ-દેવીઓના પરસ્પર વિનયનું સ્વરૂપ બતાવ્યું છે. મહર્ધિક દેવો કે દેવીઓ પ્રત્યે અલ્પર્ધિક દેવી-દેવતાઓ વિનયપૂર્વક વર્તન કરે છે. મર્યાદા-આદર સહિત તેઓની નજીક જઈ શકે, અન્યથા નહીં તેમ જ મિથ્યાદૃષ્ટિ દેવો મોક્ષસાધક અણગાર પ્રતિ આદર કે વિનય ન કરે, પણ અનાદર કરે, પરંતુ સમ્યક દૃષ્ટિ દેવોને ત્રિ-રત્ન આરાધકે મુનિ-ભગવંતો પ્રતિ આદર, બહુમાન હોવાના કારણે અણગારોને વંદન-નમસ્કાર કરતાં તેઓશ્રીની ઉપાસના કરે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, અધ્યયન નવના ચારેય ઉદ્દેશા વિનય ભાવની
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy