SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ © ©CQ વિનયધર્મ @ @ ત્રણે યોગથી વિનયપૂર્વક આચરણ કરી ગવેષણા કરે. અણઆહારકપદની પ્રાપ્તિના ઉચ્ચતમ ધ્યેયને વરેલા સાધકે અણગારે ગૌચરીની પ્રક્રિયામાં સવિનય ભાગ લેવાનો હોય છે. આ પ્રક્રિયાને ત્રણ ભાગમાં વહેંચી શકાય જેના દરેક સ્ટેજમાં સાધકે સંપૂર્ણ વિનયની સાથે પોતાનું કાર્ય કરવાનું હોય છે. (૧) ગૌચરી જતાં પહેલાં (૨) ગૌચરી દરમિયાન (૩) આહાર દરમિયાન તેમ જ ત્યાર બાદ. ગવેષણા, નિર્દોષ આહારની શોધ, ગ્રહëષણા-ગૃહસ્થને ત્યાંથી નિર્દોષ આહાર ગ્રહણ કરવો. પરિભોૌષણા-અનાસક્ત ભાવે આહાર ગ્રહણ કરવો. આમ ત્રણે એષણાઓની પૂર્તિમાં સંપૂર્ણ વિનય અને વિવેકનું પાલન જરૂરી છે. ગૌચરી જતાં પહેલાં ગુરુની આજ્ઞા મેળવવી તથા આદેશ મેળવવો કે કયા એરિયામાં, કયા ગૃહસ્થના ઘરે પગલાં કરવા જરૂરી છે - સર્વે રત્નાધિક સંતોને તેમની આવશ્યકતા અંગે પૃચ્છા કરવી. ગૌચરી લાવવાનાં પાત્રોનું પડિલેહણ કરવું...વગેરે ક્રિયાઓ દ્વારા વિનયધર્મનું પાલન કરીને અણગાર શુદ્ધ અને નિર્દોષ આહારની પ્રાપ્તિ માટે પ્રયાણ કરે છે. ગૃહસ્થને ત્યાં ગૌચરી માટે જવામાં પણ અનન્ય વિનય અને વિવેકની જાળવણી કરવી પડે છે, જેમ કે અધખુલ્લો દરવાજો હોય તો જતનાપૂર્વક જવું, અવાજ પણ ન થાય તે રીતે પ્રવેશ કરવો. કૂતરાં, વાછરડાં અને બાળકનો સંઘટ્ટો કરીને આહાર પ્રાપ્ત ન કરવો, અન્ય ભિક્ષુકો માટે રાખેલો આહાર ન લેવો, આધાકર્મ આદિ દોષની શંકાયુક્ત-સદોષ-નિર્દોષની વિચારણા કર્યા વગર આહાર ન લેવો. કીડી આદિ ત્રસ પ્રાણીયુક્ત, બીજ કે વનસ્પતિયુક્ત પશ્ચાત કર્મ કે પૂર્વ કર્મના દોષમુક્ત, અદૃશ્ય સ્થાનેથી આવેલો, સાધુ માટે ખરીદાયેલો સચેત પાણી કે સચેત રજથી ખરડાયેલો, વેરાતો, ઢોળાતો આહાર ન ગ્રહણ કરવો. આ રીતે ગૌચરી દરમિયાન સંપૂર્ણ વિનયધર્મનું પાલન કરવાનું હોય છે. ગૌચરી પૂર્ણ કરી ઉપાશ્રયમાં આવતાં જ જરૂરી કાયોત્સર્ગ કરી ગુરુજીને સંપૂર્ણ આહાર બતાવવો તથા તત્સંબંધી બધી જ વાતથી વાકેફ કરવા. ગુરુઆજ્ઞા મુજબ બધાનો ભાગ કરવો, માંડલુ વગરેની શુદ્ધિ તપાસવી અને ત્યાર પછી અનાશક્ત ભાવે માત્ર સંયમ હેતુરૂપ દેહના પોષણ માટે અત્યંત આવશ્યક અને - ૧૩૫ - છCC4 વિનયધર્મ PICTICren | વિનયપૂર્વક પરિભોગેપણા કરવી આ સાધુ-સાધ્વીઓનો ગૌચરી દરમિયાનનો વિનયવ્યવહાર છે. ટૂંકમાં ૯૬ દોષ રહિત ગોચરી ગ્રહણ કરવી. દોષો ન લાગી જાય તેની વિનયપૂર્વક જતના કરવી અને આમ છતાં શરતચૂક થઈ જાય અને દોષ લાગે તો તેનું પ્રતિક્રમણ અવશ્ય કરી લેવું જોઈએ. ગૌચરીમાં આગારી શ્રાવક-શ્રાવિકાઓનો વિનય - ગૌચરીનું કાર્ય અણગાર ધર્મના આરાધકોએ પોતાના સંયમજીવનની પાલના માટે કરવાનું હોય છે, પરંતુ આ ગૌચરી તેઓએ શ્રાવક-ગૃહસ્થનાં ઘરેથી કરવાની હોય છે. આથી સાધુ-સંતો નિર્દોષ ગોચરી ગ્રહણ કરી શકે તે માટે શ્રાવકશ્રાવિકાઓએ, ગૃહસ્થીઓએ પણ તેમને અનુરૂપ વિનયધર્મનું પાલન કરવું આવશ્યક છે. તેમણે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ નીચે પ્રમાણે વર્ણવી શકાય: સંતોની જરૂરિયાતોની પૂર્તિ કરતાં તેમને નિર્દોષ ગવેષણાની પ્રાપ્તિ કરાવવી એ ગૃહસ્થ માટે ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જનનું કાર્ય છે. શાસ્ત્રમાં આવાં ઘણાં વર્ણનો છે જેમાં ઉત્કૃષ્ટ ભાવથી વહોરાવવાથી મહાપુણ્ય ઉપાર્જન કરી ખૂબ જ રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત કરી હોય, જેમ કે શાલિભદ્ર પૂર્વભવમાં ભરવાડના બાળક તરીકે સંતને ખીર વહોરાવીને રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરી એવી રિદ્ધિ-સિદ્ધિની આજે પણ લોકો આંકાક્ષા કરે છે. સુબાહુકુમારે પ્રાપ્ત કરેલ અપ્રતીમ રૂપલાવણ્ય, શ્રેયાંસકુમારને ઇશુરસ વહોરાવી ઋષભદેવ પ્રભુને કરાવેલ વરસીતપનું પારણું, મહાવીર પ્રભુએ કઠિયારાના ભવમાં કરેલ સમ્ય દર્શનની પ્રાપ્તિ વગેરે ઘણાં ઉદાહરણો શાસ્ત્રમાં જોવા મળે છે. બારમા વ્રતનું પાલન શ્રાવકોએ કરવાનું હોય છે જેમાં બારમું વ્રત અતિથી સંવિભાગ વ્રત છે જેમાં સાધુ-સાધ્વીઓને શુંશું વહોરાવી શકાય તેનું વર્ણન છે, પણ આ પ્રક્રિયામાં પણ ગૃહસ્થોએ અનન્ય વિવેક-વિનય અને જતનાનું પાલન કરવાનું હોય છે, અન્યથા મહાદોષના ભોગી બની જવાય છે. સાધુ-સાધ્વી માટે ખાસ રસોઈ ન બનાવી શકાય. માટે જ કહ્યું છે કે રસોઈ કરતી વખતે સાધુ-સંતોને ન યાદ કરવા અને જમતી વખતે ભૂલવા નહીં. સંતો પધારે ત્યારે પાંચ ડગલાં આગળ જઈ પધારો પધારો કહી તેમનું અભિવાદન અને વંદન કરવાં. વહોરાવવાની વસ્તુઓ વહોરાવનાર વ્યક્તિ તેમ જ સ્થળ સંપૂર્ણ રીતે સુક્ઝતાં રહે તેનો વિનય જાળવવો. સાધુ-સંતોની જરૂરિયાત મુજબ જ વહોરાવવું. વધુ વહોરાવવાનો આગ્રહ ન રાખવો. વહોરાવતી વખતે કણ જેટલું પણ નીચે ૧ ૧૩૬ જ
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy