SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 4 વિનયધર્મ Pe Cen વિભાવ એટલે મોહના બદલાયેલા મહોરાને કારણે અયોગ્ય, યોગ્ય લાગવું અને યોગ્યમાંથી અયોગ્યને જે શોધી શકે તેનું નામ વિનય છે ! ધર્મ કરવો સહેલો છે, પણ ધર્મનું મહોરું પહેરેલા મહિને ઓળખવો અતિશય કઠિન છે. આત્મવિકાસ કરનારી વ્યક્તિ માટે આ જાણવું અત્યંત આવશ્યક છે. આત્મસાધનામાં નિષ્ફળતાનું કારણ કંઈક અંશે મોહનું બદલાયેલું મહોરું હોય છે. ચેક કરો તમારા સેલ્ફને... તમે ક્યારેય ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, ઈર્ષા, કપટ, વિકાર આદિને સારાં કે યોગ્ય માન્યા જ નથી. પહેલેથી જ તે બધાં અયોગ્ય છે, અવગુણો છે એવું રિયલાઈઝ કર્યું છે એટલે તે તમારી સામે રહેલા શત્રુઓ છે અને તેની સામે યુદ્ધ પણ કરો છો, તેના પર વિજય મેળવવાનો પુરુષાર્થ પણ કરો છો, પણ જે શત્રુ સાથે થઈ ગયો છે તેને ઓળખી શકતા નથી, એટલે તેની સાથે યુદ્ધ કરી શકતા નથી. પ્રતિજ્ઞા વિનય : વિનય કેવી રીતે મોહે બદલેલા મહોરાને ઓળખી શકે ? નયસાર નામનો સુથાર જંગલમાં બે અજાણ્યા મુનિને ભાવતા ભોજન વહોરાવે છે અને ૨૭મા ભવે ભગવાન મહાવીર બને છે. એ નયસાર સુથારે એક ગુરુ પાસે ‘જમાડ્યા વિના જમવું નહીં’ એવી પ્રતિજ્ઞા લીધી હતી. તે દિવસે જંગલમાં તેને કકડીને ભૂખ લાગી હતી અને જંગલમાં દૂરદૂર સુધી કોઈ દેખાતું ન હતું જેને જમાડીને તે જમી શકે. એક તરફ તેનો મોહ ભૂખ માટે સતાવી રહ્યો છે, પણ બીજી તરફ સ્મરણમાં પ્રતિજ્ઞા છે ! બંને વચ્ચે યુદ્ધ ચાલે છે. એ જ સમયે ત્યાંથી બે મુનિ પસાર થાય છે. તેમને ભાવથી વહોરાવે છે અને પ્રતિજ્ઞાપાલનના આત્મસંતોષ સાથે પોતે જમે છે. કહેવાય છે કે એ સમયે એનો સંસાર પરિત થઈ જાય છે, અર્થાત્ તેના સંસારના ભવો મર્યાદિત થઈ જાય છે, એને સમ્યક્રદર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. સમ્યક દર્શન એટલે જે યોગ્ય છે તે યોગ્ય લાગે અને જે અયોગ્ય છે તે અયોગ્ય લાગે. જેનું જ સ્વરૂપ છે તેનું તે સ્વરૂપ જણાય. સ્વાર્થ વગરના વિનયથી સમ્યક્ દર્શન પ્રગટ થાય છે નયસાર નામના સુથારના મનમાં કોઈ સ્વાર્થ ન હતો. મુનિ કોણ હતા, ક્યાંના © ©4વિનયધર્મ PC હતા કોઈ મતલબ ન હતો. જંગલમાં તે પ્રતિજ્ઞાનું પાલન કરે છે કે નહીં, તે જોનાર પણ કોઈ ન હતુ છતાં તેને તેની પ્રતિજ્ઞા પ્રત્યે નિષ્ઠા હતી અને મુનિને વહોરાવવાના ઉત્કૃષ્ટ ભાવ હતા !! પોતે લીધેલી પ્રતિજ્ઞા માટેનો પોતાનો નિષ્ઠાપૂર્વકનો વિનય તેને કહેવાય છે પ્રતિજ્ઞાવિનય !! આ નિષ્ઠાપૂર્વકના વિનયના કારણે જૈન દર્શનનાં આગમ શાસ્ત્રો અનુસાર તે દર્શનસપ્તકનો ક્ષય કરે છે. વિનયના કારણે મિથ્યા મોહનીય કર્મોનો ક્ષયોપશમ થાય છે. મિથ્યા મોહનીય કર્મોના થયોપશમના કારણે મહોરું પહેરેલા મોહને ઓળખી શકાય છે, જેના કારણે યોગ્યની વચ્ચે જે અયોગ્ય આવી ગયું હોય તેની ખબર પડવા લાગે છે, તેથી તે અયોગ્યને છોડી શકાય છે અને યોગ્યને અપનાવી શકાય છે. જેમજેમ યોગ્ય ગુણોની વૃદ્ધિ થાય છે તેમતેમ આત્માની શુદ્ધિ થાય છે. જેમજેમ આત્માની શુદ્ધિ વધતી જાય તેમતેમ આત્મા મોહની નજીક જતો જાય ! માટે જ આત્મસાધક માટે વિનય અત્યંત જરૂરી છે. વિનયવાન વ્યક્તિનું વિઝન ક્લિયર હોય, પુરુષાર્થ પણ સમ્યક્ હોય અને સમ્યફ દિશાનો હોય. વિનયભાવ વધારવા શું કરવું જોઈએ. વિનયભાવ બે પ્રકારના હોય. એક હોય વ્યવહાર વિનય અને એક હોય આત્મિક વિનય ! મન, વચન અને કાયાના યોગથી જે વિનય કરવામાં આવે તેને વ્યવહાર વિનય કહેવાય છે અને આત્માના ગુણોથી જે વિનય કરવામાં આવે તેને આત્મિક વિનય કહેવાય. પૂર્ણરૂપે સત્યનો સ્વીકાર કરવો અને સત્ય પર વિશ્વાસ કરવો તે આત્મિક વિનય છે. જેમણે આત્મપ્રાપ્તિ કરી હોય એવા કોઈ પણ આત્માર્થી પ્રત્યે અવિરોધ ભાવ હોવો જોઇએ અને એમનાં વચનો પ્રત્યે પૂર્ણ સમર્પણતા હોવી જોઈએ. આ છે રોજના જીવનમાં વિનયવૃદ્ધિનો ઉપાય ! ક્યાંક ને ક્યાંક આત્માને સમર્પણ કરી, આજ્ઞાનો સ્વીકાર કરી, એ
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy